તર્કીશ ડીલાઇટ (Turkish Delight Recipe In Gujarati)

sonal hitesh panchal
sonal hitesh panchal @sonal07

#mr
તર્કીશ ડીલાઇટ દૂધ માંથી ફટાફટ બની જતી સ્વીટ છે જે તમે કોઈપણ સારા પ્રસંગમાં થોડા સમયમાં જ બનાવીને પીરસી શકો છો તે અલગ અલગ ફ્લેવર માં પણ તૈયાર થઈ શકે છે મે અહી રોઝ ફ્લેવર માં તૈયાર કરી છે જેની રેસીપી મે અહીં શેર કરી છે

તર્કીશ ડીલાઇટ (Turkish Delight Recipe In Gujarati)

#mr
તર્કીશ ડીલાઇટ દૂધ માંથી ફટાફટ બની જતી સ્વીટ છે જે તમે કોઈપણ સારા પ્રસંગમાં થોડા સમયમાં જ બનાવીને પીરસી શકો છો તે અલગ અલગ ફ્લેવર માં પણ તૈયાર થઈ શકે છે મે અહી રોઝ ફ્લેવર માં તૈયાર કરી છે જેની રેસીપી મે અહીં શેર કરી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
4 લોકો માટે
  1. 2 કપદુઘ
  2. 3 મોટી ચમચીખાંડ
  3. 3મોટ ચમચી કોનૅફલોર
  4. 4-5 ચમચીદુધ (કોર્ન ફ્લોર માં મિક્સ કરવામાટે)
  5. 1 કપવ્હીપ ક્રીમ
  6. રોઝ એસેન્સ 8-10 ટીપા
  7. પીંક કલર જરુર મુજબ
  8. 4-5 ચમચીકોપરા નુ છીણ (dessinate coconut)

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌપ્રથમ કડાઈમાં ૨ કપ દૂધ લઈ લો પછી તેને થોડું હલાવો અને તેમાં ખાંડ ઉમેરી દો ખાંડ ઓગળી જાય અને દૂધ થોડું ઉકળવા જેવું થઈ જાય એટલે એક વાટકીમાં 3 મોટી ચમચી કોનૅફલોર લઈને તેમાં થોડું ઠંડું દૂધ ઉમેરી એક પેસ્ટ જેવું બનાવી લો અને આ કોર્નફ્લોરની પેસ્ટને ઉકળતા દૂધમાં થોડું થોડું કરીને ઉમેરો

  2. 2

    બરાબર મિક્સ કરો સતત હલાવો ગઠઠા ન પડવા જોઇએ,એક મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો એક બે મિનિટથી વધારે ચડવા ન દેવું ગેસ બંધ કરી અને મિશ્રણને થોડું ઠંડુ થવા દો

  3. 3

    એક પ્લેટ લઈને તેને ઘી થી grease કરો તેના પર કોપરાનાં છીણ નુ પતલુ લેયર પાથરો અને તેના પર દૂધ ના થોડા ઠંડા થયેલા મિશ્રણને પાથરો અને તેનું લેયર બનાવો સ્પેચ્યુલા ની મદદથી દૂધના મીશ્રણ ને લઇને આખી પ્લેટમાં પાથરી લો તેને ફ્રિજમાં દસથી પંદર મિનિટ માટે સેટ થવા મૂકો

  4. 4

    એક ઊંડા વાસણમાં લઈને whip cream લઈને તેને બરાબર ટાઈપ કરો veep કરો અને તેમાં પિંક કલર અને રોઝ એસેન્સ ઉમેરો બરાબર ફરીથી પીક કરી કરી લો

  5. 5

    ફ્રીજમાંથી પ્લેટ બહાર કાઢો અને તેના પર વ્હીપ કરેલી ક્રીમ નું એક લેયર બનાવો તેના પર golden ballડ અને કતરેલા બદામ અને પીસ્તા ઉમેરો પછી તને પાંચ મિનિટ ફ્રિજમાં સેટ થવા દો

  6. 6

    પાંચ મિનિટ પછી તેને ફ્રીઝમાંથી બહાર કાઢી સરખા ચોરસ ભાગ કરી અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sonal hitesh panchal
પર

Similar Recipes