ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati)

Krishna Dholakia
Krishna Dholakia @krishna_recipes_
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪૦ નંગ
  1. ૨૫૦ ગ્રામ - માવો
  2. ૫૦ ગ્રામ - પનીર કે રવો
  3. ૨-૩ ચમચી - તપકીર નો લોટ/મેંદો
  4. ઈલાયચી
  5. તળવા માટે - શુદ્ધ ઘી
  6. ૩૦૦ ગ્રામ - ખાંડ
  7. ૨ કપ- દૂધ
  8. થોડીક - ગુલાબ ની પાંદડીઓ
  9. રોઝ એસેન્સ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ રવા ને દૂધ માં પલાળવો.માવા ને છીણી લેવો.

  2. 2

    માવા માં મેંદો,પલાળીને રાખેલ રવો,ચપટી સાજી નાં ફુલ અને ઈલાયચી પાઉડર નાખી બરાબર મસળી લો.

  3. 3

    હવે,એક નાની ગોળી વાળી લો ને ઘી ગરમ કરી તળી લો,જો ફાટે તો સહેજ મેંદો ઉમેરી ને સરસ ભેળવી દો ને પછી બધી જ નાની ગોળી ઓ બનાવી લો ને ધીમાં તાપે તળી લો.

  4. 4

    બીજી બાજુ ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરી ને ૧\૨ તાર ની ચાસણી કરવી.ખાંડ ઓગળી જાય ને પાણી થોડું ઉકળે એટલે ચાસણી થઈ ગઈ કહેવાય.

  5. 5

    તળી ને રાખેલ ગોળીઓ એકદમ ઠંડી પડે એટલે બનાવેલ ચાસણી માં નાખવી,છેલ્લે ચાસણી ૫ મિનિટ ગરમ મૂકી તેમાં રોઝ એસેન્સ અને ગુલાબ ની પાંખડી ઓ ઉમેરી લો ને પછી ગેસ બંધ કરી દો.

  6. 6

    ગુલાબજાંબુ ૬ થી ૮ કલાક પછી બરાબર ચાસણી પી ને એકદમ રસીલા તૈયાર થશે.

  7. 7

    તૈયાર રસીલા ને સ્વાદિષ્ટ ગુલાબજાંબુ તૈયાર તેને ગરમ કે ઠંડા જેમ ઈચ્છા હોય તેમ સર્વ કરો.

  8. 8

    નોંધ :- સર્વ કરતાં સમયે ગુલાબજાંબુ ને હુંફાળા ગરમ કરી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Dholakia
Krishna Dholakia @krishna_recipes_
પર
Cooking isn’t just something I do — it’s a piece of my heart, served on a plate.From the sizzle of spices in hot oil to the quiet joy of kneading dough with my hands, every dish I make carries a story, a memory, a feeling. Whether it's comfort food on rainy days or something bold that sparks curiosity, cooking is how I express love, creativity, and care.Each ingredient, every flavor, speaks of passion — not just for food, but for the smiles it brings, the moments it creates, and the warmth it spreads.✨ This isn’t just food. It’s a part of me.Come join my journey:https://www.instagram.com/krishna_recipes_?igsh=MXIzdzYwMXJ0Nno3OQ==
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Reechesh J Chhaya
Reechesh J Chhaya @ReecheshChhaya
સરસ બન્યાં. અભિનંદન! 👏👏👏🙏🙏🙏

Similar Recipes