બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Bindi Vora Majmudar
Bindi Vora Majmudar @Bgv8686
શેર કરો

ઘટકો

૩૦-૪૦ મીનીટ
  1. ૫-૬ નંગ બાફેલા બટાકા
  2. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  3. ૧ ચમચીહળદર
  4. ૧.૫ ચમચી મરચુ પાઉડર
  5. ૧ ચમચીલીંબુનો રસ
  6. ખાંડ ટેસ્ટ મુજબ
  7. ૧ ચપટીખાવાનો સોડા
  8. ૧/૨ ચમચીગરમ મસાલો
  9. ચપટીહીંગ
  10. ૧ કપબેસન ચણાનો લોટ
  11. મીઠું ટેસ્ટ મુજબ
  12. ૧ ચમચીબારીક સમારેલા મરચા
  13. ૨ ચમચીબારીક સમારેલી કોથમીર
  14. ૧.૫ ચમચી દાડમના દાણા
  15. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦-૪૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં બાફેલા બટેટાનો માવો કરી તેમાં આદુ મરચાની પેસ્ટ, હળદર, ગરમ મસાલો, મરચુ પાઉડર, ખાંડ, મીઠું, કોથમીર, મરચા, દાડમના દાણા, લીંબુનો રસ નાખી સરસ હલાવી લો.

  2. 2

    હવે એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં હળદર, મરચુ પાઉડર, મીઠુ, હીંગ નાખી સરસ મીકસ કરી પાણીથી ભજીયા જેવુ ખીરુ બનાવી લો.

  3. 3

    કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય છે ત્યાં બટાકાના પુરણમાંથી નાના ગોળા વાળી લો.

  4. 4

    હવે ચણાના લોટના ખીરામાં ચપટી સોડા અને તેની પર ચમચી ગરમ તેલ નાખી સરસ મીકસ કરી લો. હવે બનાવેલ ગોળા તેમાં નાખી સરસ કોટીંગ કરી તળી લો.

  5. 5

    તો તૈયાર છે ગરમાગરમ સ્વાદિષ્ટ બટાકાવડા. તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Vora Majmudar
પર

Similar Recipes