નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

#DFT
આ ચેવડો દરેકના ઘરમાં દિવાળીમાં બને છે. આ ચેવડો શેકીને બનાવવામાં આવે છે તેથી ખાવામાં પણ તે હળવો હોય છે.

નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)

#DFT
આ ચેવડો દરેકના ઘરમાં દિવાળીમાં બને છે. આ ચેવડો શેકીને બનાવવામાં આવે છે તેથી ખાવામાં પણ તે હળવો હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
દિવાળી માટે
  1. ૫૦૦ ગ્રામ નાયલોન પૌવા
  2. ૧૫૦ ગ્રામ શીંગદાણા
  3. ૫૦ ગ્રામ સૂકા કોપરાની સ્લાઈસ
  4. ૫૦ ગ્રામ કાજુ
  5. ૫૦ ગ્રામ બદામ
  6. ૫૦ ગ્રામ સુકી દ્રાક્ષ
  7. ૫૦ ગ્રામ દાળિયા
  8. ૪-૫ લીલા મરચાં
  9. ૨ ચમચીહળદર
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૩-૪ ચમચી દળેલી ખાંડ
  12. ૧/૪ ટી.સ્પૂનવાટેલાં લીંબુનાં ફૂલ
  13. ૨ ટેબલસ્પૂનસફેદ તલ
  14. ૨ ટેબલસ્પૂનતેલ - વઘાર માટે
  15. મીઠા લીમડાના પાન - જરૂર મુજબ
  16. તેલ - તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પૌવાને બરાબર ચાળી લો અને બાકીની સામગ્રી તૈયાર કરી લો. હવે પૌવાને ધીમા તાપે ગેસ પર, જાડા તળિયાવાળા વાસણમાં ૧૦ મિનિટ માટે શેકી લો અને પહોળા વાસણમાં થોડા ઠંડા કરી લો.

  2. 2

    હવે કડાઈમાં તેલ લઈ ગરમ કરો અને તેમાં વારાફરથી શીંગદાણા, કાજુ, બદામ, દ્રાક્ષ, દાળિયા, સુકા કોપરાની સ્લાઈસ તળીને પૌવા પર પાથરો.

  3. 3

    હવે પૌવામા થોડા ગરમ હોય ત્યારેજ તેમાં મીઠું, હળદર, દળેલી ખાંડ, લીંબુનાં ફૂલ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.

  4. 4

    હવે વઘાર માટેનું તેલ મૂકી તેમાં કાપેલા મરચાં, હિંગ, લીમડાનાં પાન અને તલ ઉમેરી, વઘાર પૌવા પર રેડી બરાબર મિક્સ કરી લેવું અને તેને બરાબર ઠંડો કરી ડબ્બામાં ભરી લેવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

Similar Recipes