પાઉં ભાજી મસાલો (Pav Bhaji Masala Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad
શેર કરો

ઘટકો

  1. સ્વાદ માટે ના મસાલા :-
  2. ૫૦ ગ્રામ ધાણા
  3. મોટી ઇલાઇચિ ના દાણા
  4. ચક્ર ફૂલ
  5. ૨૦ સુકા લાલ મરચાં
  6. ૧૫ ગ્રામ વરીયાળી
  7. ૧૦ ગ્રામ મરી
  8. ૨૦ ગ્રામ જીરુ
  9. સુગંધ વાળા મસાલા :-
  10. ૧૦ ગ્રામ લવીંગ
  11. મોટો ટૂકડો તજ
  12. ૫ ગ્રામતમાલપત્ર
  13. નાની ઇલાઇચિ
  14. ૧/૪ જાયફળ
  15. ૧૦ ગ્રામ આમચૂર પાઉડર
  16. ૫ ગ્રામસુંઠ
  17. ૧/૨ ટી સ્પૂન હીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ નોનસ્ટીક પેન માં લાલ સૂકાં મરચાં, વરીયાળી, ધાણા, ચક્ર, મોટી ઇલાઇચિ ના દાણા અને મરી ધીમાં તાપે શેકવા મૂકો.... સતત હલાવતા રહો.... ધાણા નો કલર ચેન્જ થાય એટલે એમાં જીરુ નાંખો.... ધાણા નો કલર લાઇટ બ્રાઉન થઈ જાય એટલે ગેસ બંધ કરી દો અને મસાલા ને ૧ અલગ વાસણ માં કાઢો

  2. 2

    હવે જે બાકી રહયા છે તે સુગંધી વાળા મસાલા શેકવા મૂકો.... શેકાઇ જાય એટલે ગેસ બંધ કરી એમાં સૂંઠ, હીંગ, હળદર અને આમચૂર પાઉડર નાંખો

  3. 3

    મસાલા ઠંડા પડે એટલે મીક્ષી મા ક્રશ કરી મોટાં કાણા વાળી ચારણી થી ચાળી લો.... તો તૈયાર છે સ્વાદિષ્ટ પાંવ ભાજી મસાલો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes