રસમલાઈ ચોકલેટ,માબૅલ ચોકલેટ,ઓરીયો ચોકલેટ

Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
ભુજ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો માટે
  1. ૨ સ્લેબ વ્હાઇટ ચોકલેટ કમ્પાઉન્ડ
  2. ૨ સ્લેબ મીલ્ક ચોકલેટ કમ્પાઉન્ડ
  3. ૩ - ૪ઓરીયો બીસ્કીટ
  4. ૧ ચમચી- સૂકો મેવો પાઉડર
  5. ૨-૪ ટીપાં - ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ મિલ્ક કમ્પાઉન્ડ કટકા કરી એક બાઉલમાં લો અને તેને મોટી તપેલીમાં ગરમ પાણીમાં મૂકી ડબલ બોઈલર કરવા માટે મૂકો તેવી જ રીતે બીજા બાઉલમાં વ્હાઇટ કમ્પાઉન્ડને કટકા કરી અને બાઉલમાં ગરમ કરવા માટે મૂકો.

  2. 2

    વ્હાઈટ ચોકલેટ અને મીલ્ક ચોકલેટ ઓગળી ગયા બાદ વ્હાઈટ ચોકલેટનું મિશ્રણ બીજા બાઉલમાં લઈ તેમાં સુકામેવાનો ડ્રાયફ્રુટ પાઉડર અને ઓરેન્જ ફૂડ કલર ઉમેરો અને રસ મલાઈ ચોકલેટ તૈયાર કરો તેમાં તમે જરૂર મુજબ sprinkles પણ ઉમેરી શકો છો.

  3. 3

    બીજા ચોકલેટ મોલ્ડ માં એક ચમચી વ્હાઈટ ચોકલેટ થી અને એક ચમચી milk ચોકલેટ થી માર્બલ ચોકલેટ તૈયાર કરો.

  4. 4

    ત્રીજા ચોકલેટ મોલ્ડ માં ઓરીયો બિસ્કીટ ના ઝીણા ઝીણા કટકા કરી વચ્ચેનું ક્રીમ વ્હાઈટ ચોકલેટ ના મિશ્રણમાં ઉમેરો, મોલ્ડ માં ઓરીયો બિસ્કીટ ના ઝીણા કટકા પર વ્હાઈટ ચોકલેટનું મિશ્રણ રેડી અને ઓરીયો બિસ્કીટ ચોકલેટ તૈયાર કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
પર
ભુજ

Similar Recipes