વેનીલા કપ કેક (Vanilla Cupcake Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

# children's day chellange
#CDY : વેનીલા કપ કેક
કપ કેક નાના મોટા બધા જ ને ભાવતા જ હોય છે. મારા સન ને પણ રસોઈ બનાવવા નો શોખ છે. તો એ કપ કેક પણ ખૂબ જ સરસ બનાવે છે. હું અને મારો son મળીને બેંકીંગ કરીએ છીએ.સાથે મળીને રસોઈ કરવાની મજા આવે છે.

વેનીલા કપ કેક (Vanilla Cupcake Recipe In Gujarati)

# children's day chellange
#CDY : વેનીલા કપ કેક
કપ કેક નાના મોટા બધા જ ને ભાવતા જ હોય છે. મારા સન ને પણ રસોઈ બનાવવા નો શોખ છે. તો એ કપ કેક પણ ખૂબ જ સરસ બનાવે છે. હું અને મારો son મળીને બેંકીંગ કરીએ છીએ.સાથે મળીને રસોઈ કરવાની મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
છોકરાઓ માટે
  1. ૨ કપમેંદો / ઓલ પર્પસ ફ્લોર
  2. ૧ કપદળેલી ખાંડ
  3. ૧ કપતેલ
  4. ૧ ટી સ્પૂનબેકિંગ પાઉડર
  5. ૧ ટી સ્પૂનસોડા બાય કાર્બ
  6. 1 ચુટકીમીઠું
  7. 1 ચુટકીતજ પાઉડર
  8. ૨ ચમચીએપલ સાઈડર વિનેગર
  9. ૧ કપદૂધ અને ૨ ચમચી કન્ડેનસ મિલ્ક
  10. ૧ ટી સ્પૂનવેનીલા એસેનસ
  11. કલરફૂલ સ્પરિનકલ્સ
  12. ચોકો ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ લોટ ને બેકિંગ પાઉડર સોડા બાય કાર્બ એક બાઉલમાં ચાળી લેવા.

  2. 2

    ત્યારબાદ તેમાં બધી જ વસ્તુઓ એક પછી એક વસ્તુ નાખતા જવું અને બીટર થી સરસ રીતે મિક્સ કરી લેવું. કોઈ પણ બેક્ડ ડીશ બનાવતા હોય ત્યારે બેટર ને એક જ ડાયરેકશન મા હળવા હાથે બીટર થી બીટ કરવું.

  3. 3

    તૈયાર કરેલા બેટર ૧૦/૧૫ મીનીટ રેસ્ટ આપવો.

  4. 4

    ઓવન ને પહેલા ૧૮૦ ડીગ્રી ઉપર પ્રિ હિટ કરી લેવું.

  5. 5

    તૈયાર કરેલા બેટર માં થી થોડું થોડું બેટર કપ કેક મા નાખી બધા ભરી લેવા અને એક ટ્રે માં ગોઠવી દેવા અને ઉપર કલરફૂલ સ્પરિનકલ્સ ચોકો ચિપ્સ નાખી ને ૧૫ મીનીટ સુધી કપ કેક ને બેક થવા દેવા.

  6. 6

    ત્યારબાદ ટુથ પીક નાખી ને ચેક કરી લેવા. ટુથ પીક ક્લીન નીકળે તો સમજવું કપ કેક બેક થઈ ગયા છે.

  7. 7

    કપ કેક ને ચા સાથે સર્વ કરી શકાય. અને છોકરાવ ને સ્કૂલમાં સ્નેક્સ મા પણ આપી શકાય છે.અને કિડ્સ ની બર્થડે પાર્ટી માં કપ કેક 🎂 બનાવી શકાય છે.
    તો તૈયાર છે વેનીલા કપ કેક 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes