મગની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)

Shrungali Dholakia
Shrungali Dholakia @cook_30679616

મગની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 mins
5 લોકો
  1. 1 વાટકીમગની દાળ
  2. 1 વાટકીદળેલી ખડી સાકર
  3. ૨૦૦ મીલી દૂધ
  4. 1 કપ ઘી
  5. 2 tbspચણાનો લોટ
  6. 1 tbspરવો
  7. ગાર્નીશિંગ માટે
  8. 1 tbspઇલાયચી પાઉડર
  9. ડ્રાય રોસ્ટ સમારેલા કાજુ બદામ
  10. ચપટીકેસર

રાંધવાની સૂચનાઓ

60 mins
  1. 1

    સૌપ્રથમ મગની દાળને વ્યવસ્થિત ધોઈ બે થી અઢી કલાક માટે પલાળી રાખવી.

  2. 2

    ત્યારબાદ ચાયણી માં લઇ પાણી નિતારી લેવું અને ત્યારબાદ એક કપડા પર 1/2કલાક માટે પહોળી કરી સૂકાવા દેવી. જેથી મગની દાળ માં રહેલું પાણી બધું પાણી શોષાઈ જાય.

  3. 3

    વ્યવસ્થિત રીતે કોરી થયેલી મગની દાળને મિક્સર માં ક્રશ કરી લેવી. થોડું દાનેદાર રહે એવી રીતે

  4. 4

    હવે કડાઈમાં ઘી લઈ ત્યારબાદ ક્રશ કરેલી મગની દાળ ઉમેરવી

  5. 5

    આ મિશ્રણમાં થોડો રવો ઉમેરો

  6. 6

    ત્યારબાદ થોડો ચણાનો લોટ ઉમેરવો

  7. 7

    મિશ્રણ ગુલાબી રંગની થાય ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહેવું

  8. 8

    ત્યારબાદ દૂધ ઉમેરવું અને ખૂબ જ વ્યવસ્થિત હલાવો

  9. 9

    દૂધ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ ખડી સાકરનો ભૂકો ઉમેરો અને ખૂબ વ્યવસ્થિત હલાવો

  10. 10

    ખડી સાકરનું પાણી બળી જાય ત્યારે ઘી છૂટું પાડવા માંડે છે

  11. 11

    આ મિશ્રણમાં ઇલાયચી પાઉડર ઉમેરવો

  12. 12

    ગ્રીસિંગ ઇફેક્ટ આવે તેના માટે ૨ ચમચા દૂધની મલાઈ ઉમેરો

  13. 13

    રોસ્ટેડ કાજુ બદામ નાખીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shrungali Dholakia
Shrungali Dholakia @cook_30679616
પર

ટિપ્પણીઓ

Similar Recipes