વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)

Nikita Mankad Rindani
Nikita Mankad Rindani @nikita90

#TC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપબાસમતી ભાત
  2. ૨ નંગગાજર
  3. ૧૦/૧૫ વટાણા
  4. ૭/૮ કાજુ
  5. ૭/૮ કીસમીસ દ્રાક્ષ
  6. ૩/૪ લવિંગ
  7. 2 ચમચીઘી
  8. 1/4 ચમચીજીરૂ
  9. સર્વિંગ માટે
  10. કઢી / સૂપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બાસમતી ભાત ને બે-ત્રણ પાણીથી ધોઈ લો. ત્યાર પછી થોડીવાર ભાતને પલળવા દો.

  2. 2

    ભાત પલડે ત્યાં સુધી એક કૂકરમાં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થઇ જાય એટલે તેમાં જીરુ તેમજ ૨/૩ લવિંગ નાખી દેવા.

  3. 3

    જીરું તતડે ત્યારબાદ તેમાં વટાણા, ગાજર,કાજુ કિસમિસ દ્રાક્ષ નાખી થોડીવાર ઘીમાં સાંતળી લેવા.

  4. 4

    આ બધી સામગ્રી સંતળાઈ જાય એટલે તેમાં પલાળેલા બાસમતી ભાત ઉમેરી જરૂર મુજબ પાણી નાખી દેવા બધું મિક્સ કરી લઈ હવે તેમાં થોડું મીઠું નાખી કુકર બંધ કરી દેવું.

  5. 5

    હવે ધીમા તાપે ભાતને થવા દેવા એક સીટી થાય ત્યાર પછી થોડીવાર ધીમા ગેસે ભાત ને થવા દેવા. હવે થોડીવાર રહીને ગેસ બંધ કરી દેવો.

  6. 6

    કૂકર ઠંડું થાય એટલે ભાતને કાઢી લઇ ગરમ ગરમ કઢી તથા સુપ સાથે સર્વ કરો. તો તૈયાર છે વેજીટેબલ પુલાવ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nikita Mankad Rindani
પર

Similar Recipes