મીક્સ વેજીટેબલ પુલાવ (Mix Vegetable Pulao Recipe In Gujarati)

Mayuri Chotai
Mayuri Chotai @M23290612S
શેર કરો

ઘટકો

40 મિનીટ
6 થી 8 સર્વિંગ્
  1. 2 કપબાસમતી ચોખા
  2. 3 ગ્લાસપાણી
  3. 1 કપવટાણા
  4. 1 કપઝીણું સમારેલ ગાજર
  5. 1 કપઝીણું સમારેલ કેપ્સિકમ
  6. 1 નંગબટેટાની ચિપ્સ
  7. 1/2 કપકાજુ
  8. 1 ચમચીજીરું
  9. 2 ચમચીઘી
  10. 4-5લવિંગ
  11. 3-4કટકા તજ
  12. 1 ચમચીલીંબુનો રસ
  13. 1 ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

40 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા ને ધોઈ 2 કલાક સુધી ધોઈને પલાળી રાખો.

  2. 2

    બધા શાક એક પ્લેટમાં સમારીને તૈયાર રાખો.

  3. 3

    ત્યારબાદ એક કડાઈમાં ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મુકો અને તેમાં ગાજર તેમજ વટાણા ઉમેરો.

  4. 4

    પાણી ઉકળે એટલે તેમાં ચોખા નાખી દો અને મીઠું તથા ઘી ઉમેરો.

  5. 5

    10 મિનિટમાં ચોખા ચડી જશે. હવે લીંબુનો રસ ઉમેરી ગેસ બંધ કરી કડાઈ ને ઢાંકી દો. 5 મિનિટ વરાળમાં સિજવા દો. પછી તેમાંથી વધારાનું પાણી નિતારી લો અને એક બાઉલમાં ઠાલવી લો.

  6. 6

    હવે એક બીજી કડાઈમાં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થઇ જાય એટલે તેમાં જીરું, તજ, લવિંગ અને કાજુ ઉમેરો.બધું સતળાઈ જાય એટલે તેને પુલાવ પર પાથરી દો.

  7. 7

    હવે કડાઈ માં કેપ્સીકમ અને ઘી ઉમેરી સાંતળી લો અને પુલાવ માં ઉપર પાથરી દો.

  8. 8

    હવે બટેટાની ચિપ્સ તળી લો અને પુલાવ પર સજાવી લો. ગરમ કઢી સાથે પુલાવ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mayuri Chotai
Mayuri Chotai @M23290612S
પર

Similar Recipes