ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#CB8 Week-8
આજે મે ખૂબ સરળ રીતે, મસાલા થી ભરપુર, ચટપટુ ભરેલા રીંગણ નું શાક બનાવ્યું છે. આ શાક નાના મોટા દરેક ને પસંદ આવશે.

ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)

#CB8 Week-8
આજે મે ખૂબ સરળ રીતે, મસાલા થી ભરપુર, ચટપટુ ભરેલા રીંગણ નું શાક બનાવ્યું છે. આ શાક નાના મોટા દરેક ને પસંદ આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ સર્વિંગ
  1. ૨૫૦ ગ્રામ રીંગણ
  2. તળવા માટે તેલ
  3. મસાલો :
  4. ૧/૪ કપરતલામી સેવ અથવા ગાંઠીયા
  5. ૧ મોટી ચમચીવરિયાળી
  6. ૧ મોટી ચમચીતલ
  7. ૧ મોટી ચમચીસૂકા ટોપરા નું ખમણ
  8. ૧ મોટી ચમચીસૂકા ધાણા
  9. ચક્રી ફૂલ ૧ તજ નો ટુકડો
  10. ૧/૪ કપશેકેલી શીંગ
  11. ૫-૬ કાજુ શેકેલા
  12. ૧/૮ નાની ચમચી હળદર
  13. ૧/૮ નાની ચમચી હિંગ
  14. ૧ નાની ચમચીકાશ્મીરી લાલ મરચું
  15. વઘાર :
  16. ૨ મોટી ચમચીતેલ
  17. ૧-૧ નાની ચમચી રાઈ,જીરૂ,તલ,વરિયાળી
  18. ૧ નાની ચમચીઆદુ મરચા વાટેલા
  19. ચક્રી ફૂલ ૧ તજ નો ટુકડો ૨ સૂકા લાલ મરચા
  20. ટામેટા ઝીણા સમારેલા
  21. ૧ નાની ચમચીકાશ્મીરી લાલ મરચું
  22. અન્ય સામગ્રી :
  23. & ૧/૨ નાની ચમચી મીઠું
  24. ૩ નાની ચમચીસાકર
  25. ૧ નાની ચમચીગરમ મસાલો
  26. ૧/૨ કપકોથમીર
  27. લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક કડાઈ માં તળવા માટે તેલ ગરમ કરવા મૂકો. રીંગણ ને ધોઈને કોરા કરી દાંડી નો થોડો ભાગ કાપી, ઉપર ના ભાગમાં વચમાં થી ચિરી લો. હવે ગરમ તેલ માં મધ્યમ તાપે રીંગણ થોડા કડક રહે એ પ્રમાણે તળી લો.

  2. 2

    મસાલા ની બધી સામગ્રી મિક્સી ના જાર માં લઇ અધકચરું વાટી લો.થોડો મસાલો તળેલા રીંગણ ઉપર ભભરાવો. બાકી નો મસાલો સાઇડ ઉપર રાખો.

  3. 3

    હવે કડાઈ માં ૨ મોટી ચમચી જેટલું તેલ રાખી બાકીનું તેલ કાઢી લો. હવે તેલ માં સૂકા લાલ મરચા, તજ અને ચક્રી ફૂલ ઉમેરી થોડું સાંતળી લો. હવે રાઈ, જીરૂ, તલ અને વરિયાળી ઉમેરો.

  4. 4

    હવે આદુ મરચા વાટેલા ઉમેરી થોડી વાર સાંતળી લો. હવે ટામેટા ઉમેરો. હવે ૧ નાની ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી ટામેટા નરમ થાય ત્યાં સુધી સાંતળો.

  5. 5

    હવે સાઇડ માં રાખેલો વાટેલો મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે ત્રણ કપ પાણી ઉમેરો. પાણી ઉકળે ત્યાર બાદ રીંગણ ઉમેરો.

  6. 6
  7. 7

    હવે મીઠું, સાકર, ગરમ મસાલો ઉમેરી ધીમા તાપે ૫ મિનિટ ઉકળવા દો. હવે ગેસ બંધ કરી લીંબુ નો રસ અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  8. 8

    ભરેલા રીંગણ નું શાક તૈયાર છે. સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

Similar Recipes