બ્રાઉન રાઈસ પુલાવ (Brown Rice Pulao Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યકિત
  1. 1/2 કપબાસમતી બ્રાઉન રાઈસ
  2. 1/4 કપબાફેલા વટાણા
  3. 1/4 કપસમારેલી બ્રોકલી
  4. 1/4 કપસમારેલી કોબીજ
  5. 1/4 કપસમારેલું ગાજર
  6. 1/4 કપસમારેલું કેપ્સીકમ
  7. 1 નંગનાની સાઈઝ નો કાંદો સમારેલો
  8. 4કળી લસણ ની સમારેલી
  9. 2 નંગલીલા મરચાં
  10. 1/4 કપસમારેલી ફણસી
  11. 1/4 કપપનીર ના પીસ
  12. 1 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  13. મીઠું સ્વાદ મુજબ
  14. મરી પાઉડર જરૂર મુજબ
  15. ચાટ મસાલો જરૂર મુજબ
  16. 1+ 1/2 ટી સ્પૂન ઓલિવ ઓઇલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બ્રાઉન રાઈસ ને 30 મિનિટ માટે પાણીમાં પલાળી રાખવા. પછી તેને કુકરમાં મીઠું નાખીને બાફી લેવા. અને બીજા ઘટકો ની તૈયારી કરી લેવી.

  2. 2

    પનીર ના પીસ ને ઓલિવ ઓઈલમાં બંને સાઇડ શેકી લેવા પછી તેના ઉપર મરી અને ચાટ મસાલો પાઉડર ભભરાવી લેવો.

  3. 3

    હવે કડાઈમાં ઓલિવ ઓઈલ ગરમ કરી તેમાં લસણ અને મરચાની નાખીને સાંતળો. પછી તેમાં કાંદા સાંતળવા.

  4. 4

    પછી તેમાં ગાજર ફણસી ઉમેરી ને સાંતળવા. પછી તેમાં બ્રોકલી, કેપ્સીકમ કોબીજ અને વટાણા ઉમેરીને સાંતળો.

  5. 5

    પછી તેમાં મીઠું,ચાટ મસાલો અને મરી પાઉડર ઉમેરો અને પછી તેમાં બ્રાઉન રાઈસ અને પનીર ઉમેરી બરોબર મિક્સ કરી લો. છેલ્લે ગેસ બંધ કરી કોથમીર ઉમેરી મિક્સ કરી લેવું.

  6. 6
  7. 7
  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes