પનીર મસાલા પુલાવ (બ્રાઉન રાઈસ)

Nayana Pandya
Nayana Pandya @nayana_01

આજે આપણે બનાવીશું પનીર મસાલા પુલાવ આ પુલાવ આપણે બ્રાઉન રાઈસ થી બનાવીશું. આ રેસિપી હેલ્ધી છે અને weight loss માં પણ મદદ કરે છે. આમાં પનીર છે જેમાં પ્રોટીનની માત્રા ખૂબ જ સારી માત્રામાં હોય છે અને બ્રાઉન રાઈસ છે જેમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ હોય છે. આ બંને weight loss માં મદદ કરે છે અને સાથે સાથે એકદમ હેલ્ધી પણ છે. તો ચાલો આજે પનીર મસાલા પુલાવ ની રેસિપી શરૂ કરીએ.

#માઇઇબુક
#સુપરશેફ4

પનીર મસાલા પુલાવ (બ્રાઉન રાઈસ)

આજે આપણે બનાવીશું પનીર મસાલા પુલાવ આ પુલાવ આપણે બ્રાઉન રાઈસ થી બનાવીશું. આ રેસિપી હેલ્ધી છે અને weight loss માં પણ મદદ કરે છે. આમાં પનીર છે જેમાં પ્રોટીનની માત્રા ખૂબ જ સારી માત્રામાં હોય છે અને બ્રાઉન રાઈસ છે જેમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ હોય છે. આ બંને weight loss માં મદદ કરે છે અને સાથે સાથે એકદમ હેલ્ધી પણ છે. તો ચાલો આજે પનીર મસાલા પુલાવ ની રેસિપી શરૂ કરીએ.

#માઇઇબુક
#સુપરશેફ4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૨ કપબ્રાઉન રાઈસ
  2. ૪ કપપાણી
  3. ૨ ચમચીઘી
  4. ૧ વાટકીપનીર ના ક્યૂબસ
  5. ૧ નંગઝીણું સમારેલું લીલું મરચું
  6. ૫ નંગઝીણું સમારેલું લસણ
  7. ૧ નંગલીંબુ નો રસ
  8. ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું
  9. ૧ ચમચીધાણાજીરૂ
  10. ૧ ચમચીગરમ મસાલો
  11. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પનીર મસાલા પુલાવ બનાવવા માટે સૌપ્રથમ આપણે ૨ કપ બ્રાઉન રાઈસ લઈશું. હવે આ ચોખા ને આપણે ત્રણ વખત પાણી માં સારી રીતે ધોઈ લઈશું. હવે આપણે ચોખામાં ૧ ચમચી ઘી અને ૪ કપ પાણી ઉમેરીને ૫ સીટી વગાડી લઈશું. નોર્મલ ચોખા 3 સીટી માં થઇ જાય પણ આ બ્રાઉન રાઈસ છે એટલે ૫ સીટી વગાડવાની છે.

  2. 2

    હવે આપણે પનીર મસાલા પુલાવ બનાવવા માટે બધા શાકભાજી જીણા કાપીને તૈયાર કરીશું. હવે આપણે લીલા મરચાં અને લસણ ઝીણું સમારી લઈશું. પનીર ને પણ ચપ્પુથી કટ કરીને ઝીણા ક્યુબ કરી લઈશું.

  3. 3

    હવે આપણે એક પેન ગરમ કરીશું. એમાં ૨ ચમચી ઘી ઉમેરીશું. ગેસ ની ફ્લેમ મીડીયમ રાખીશું. હવે એમાં જીરુ ઉમેરીશું જીરું શેકાઈ જાય એટલે લસણ અને લીલા મરચા ઉમેરીશું.

  4. 4

    હવે લસણ અને લીલા મરચાં શેકાઈ જાય એટલે બધા શાકભાજી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું. શાકભાજી થોડા શેકાઈ જાય એટલે ટામેટા અને પનીર ક્યુબ્સ ઉમેરીશું. પનીર ક્યુબ્સ લાસ્ટ મા ઉમેરવાના છે કારણકે પનીર બહુ સોફ્ટ હોય છે એટલે એ તૂટી ન જાય. પનીર અને ટામેટાને બધા શાકભાજી માં સારી રીતે મિક્સ કરી લઈશું.

  5. 5

    હવે પનીર અને ટામેટા થોડીવાર થવા દઈશું. બધા શાકભાજી સારી રીતે શેકાય જાય એટલે આપણે બધા મસાલા ઉમેરીશું. હવે બધા મસાલાને શાકભાજીમાં સારી રીતે મિક્સ કરી લઈશું. બધા મસાલા શાકભાજી માં મિક્સ થઈ જાય એટલે આપણે એમાં બ્રાઉન રાઈસ ઉમેરીશું. અને ધીમે ધીમે રાઈસને શાકભાજીમાં મિક્સ કરી લઈશું. હવે લીંબુનો રસ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને રાઈસ ને બરાબર થી મિક્સ કરી લઈશું. ૫ મિનિટ થવા દઈશું.

  6. 6

    હવે ઝીણા સમારેલા ધાણા ઉમેરી દઈશું. ગરમા ગરમ પનીર મસાલા પુલાવ તૈયાર છે. આ પનીર મસાલા પુલાવ તમે કુકુંબર રાયતા, પિનટ રાયતા અને ગ્રીન વેજીટેબલ્સ રાયતા સાથે પણ સર્વ કરી શકો છો. આ બધા રાયતા ની રેસિપી મે આગળ મૂકી છે. અને આમ જ પણ ખાઈ શકો છો. આ ખૂબજ હેલ્ધી અને weight loss રેસીપી છે. તો તમે મારી આ પનીર મસાલા પુલાવ ની રેસિપી ઘરે જરૂરથી ટ્રાય કરશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nayana Pandya
Nayana Pandya @nayana_01
પર

Similar Recipes