મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)

Tila Sachde
Tila Sachde @Tila_3101

મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. ૨ કપફ્રોઝન વટાણા
  2. સમારેલાં ટામેટાં
  3. 5 tspતેલ
  4. સમારેલી ડુંગળી
  5. ૨ ચમચીધાણા પાઉડર
  6. ૧ ચમચીકિચન કિંગ મસાલો
  7. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. ૨ ચમચીકસૂરી મેથી
  10. સમારેલી ડુંગળી
  11. ૫-૬ લસણની કળી
  12. ઈંચ આદુંના ટુકડા
  13. ૨૫૦ ગ્રામ પનીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં તેલ ગરમ કરીને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને સાંતળો. ૩ મિનિટ પછી તેમાં લસણ અને આદુનાં ટુકડાં ઉમેરી ફરી ૫ મિનીટ સુધી સાંતળો. હવે, તેમાં ટામેટાં ઉમેરી મિક્સ કરી લો અને ટામેટાં નરમ થઈ જાય પછી ગેસ બંધ કરી દો.

  2. 2

    પછી, મિશ્રણને બ્લેન્ડર જારમાં વાટી લો.

  3. 3

    હવે, પનીર ધોઈ તેને ત્રિકોણ આકારમાં કાપી લો. પેનમાં તેલ ગરમ કરીને પનીરને માત્ર ૨ મિનિટ માટે તળીને તરત જ નવશેકા મીઠા વાળા પાણીમાં પલાળી રાખો.

  4. 4

    પછી, કડાઈ ગરમ કરીને માખણ ઉમેરી તેમાં પેસ્ટ ઉમેરીને ૫ થી ૬ મિનિટ સુધી સાંતળો. પછી તેમાં ધાણા પાઉડર, કિચન કિંગ મસાલો, લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરો અને બીજી ૩ મિનિટ માટે સાંતળી તેમાં ૧ ગ્લાસ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  5. 5

    ગ્રેવી ઊકળે પછી તેમાં પનીર, વટાણા અને કસૂરી મેથી ઉમેરો ૧૦ મિનિટ ઢાંકીને ચડવા દો અને પછી ગેસ બંધ કરી દો.

  6. 6

    મટર પનીરનું શાક તૈયાર છે. તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tila Sachde
Tila Sachde @Tila_3101
પર

Similar Recipes