આલ્મંડ બ્રોકોલી સૂપ (Almond Broccoli Soup Recipe In Gujarati)

Chetna Shah
Chetna Shah @cook_30095911
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 min
4 સર્વિંગ્સ
  1. 250 ગ્રામબ્રોકોલી
  2. 1 ચમચીલસણ ની પેસ્ટ
  3. 1ડુંગળી
  4. 4-5બદામ
  5. 1 નાની ચમચીમરી પાઉડર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1/2 ચમચીસેકેલુ જીરું પાઉડર
  8. 1/2 સ્પૂનગરમ મસાલો (optional)
  9. 1 ચમચીઘી અથવા બટર
  10. 1 +1/2 ચમચી ઘઉં અથવા મેંદા નો લોટ
  11. 1 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

30 min
  1. 1

    સૌ પ્રથમ બ્રોકોલી ને થોડીવાર મીઠા ના પાણી મા પલાડી રાખવી ત્યારબાદ તેને સમારી લેવી

  2. 2

    કડાઈ માં 2 ચમચી તેલ ગરમ કરી તેમાં લસણ ની પેસ્ટ સતળવી ત્યાર બાદ કાંદા સાંતળવા પછી તેમાં સમારેલી બ્રોકોલી નાખી મીઠું નાખી ૨કપ પાણી નાખી ઢાંકી ને ચડવા દેવું. ત્યારબાદ ઠંડું થઈ અટલે મિક્સચર માં પીસી લેવું

  3. 3

    હવે કડાઈ માં ઘી ગરમ કરી તેમાં મેંદા નો લોટ સેકેવો (મેં અહીંયાઘઉં નો લોટ લીધો છે)ત્યાર બાદ તેમાં દૂધ નાખી થોડું ઘટ થઈ ત્યાં સુધી હલાવું. હવે તેમાં બ્રોકોલી ની પેસ્ટ બનાવેલી તે ઉમેરવી જરૂર મુજબ મીઠું નાખવું. તેમાં મરી પાઉડર સેકેલુ જીરું પાઉડર ગરમ મસાલો નાખી ઉકાળવું.(જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવું)

  4. 4

    તો તૈયાર છે ઠંડી માં ગરમાવો આપે તેવું હેલ્થી ટેસ્ટી સૂપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chetna Shah
Chetna Shah @cook_30095911
પર
Cooking is my passion..I love cooking🥣🥪🍝🍜🧉🍽️
વધુ વાંચો

Similar Recipes