પેંદ (Pend Recipe In Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_26675679
Ahmedabad

શિયાળામાં પેદ ખાવી ખુબજ સારી છે તેમાં ગુંદર, સુઠ, ગંઠોડા વગેરે જેવા મસાલા પડે છે જે આપડી હેલ્થ માટે ખુબજ ફાયદા કારક છે.

પેંદ (Pend Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

શિયાળામાં પેદ ખાવી ખુબજ સારી છે તેમાં ગુંદર, સુઠ, ગંઠોડા વગેરે જેવા મસાલા પડે છે જે આપડી હેલ્થ માટે ખુબજ ફાયદા કારક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
  1. 1+1/2 લીટર ફૂલ ફેટ દુધ
  2. 100 ગ્રામઝીણો ક્રશ કરેલો ગુંદર
  3. 2 કપદળેલી સાકર અથવા સ્વાદ અનુસાર.(ખાંડ ના લેવી)
  4. ૧૫૦ ગ્રામ ગંઠોડા પાઉડર
  5. ૧૫૦ ગ્રામ સૂઠ પાઉડર
  6. ૧ કપસૂકી ખારેક ભૂકો કરવો
  7. ૧૦૦ ગ્રામ બદામ ફોતરા કાઢીને
  8. ટોપરા નો ગોળો
  9. ચમચા ઘી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    એક જાડા તળિયાવાળા વાસણમાં ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં ગુંદર નાખવો.ગુંદર બરાબર ફૂલી જાય પછી તેમાં દુધ નાખવું અને બરાબર હલાવવું.

  2. 2

    ટોપરું છીની લેવું. બદામ જાડી સુધારવી.દુધ ફાટવા લાગે અને બધો ગુંદર ઓગળી જાય પછી તેમાં સું ઠ, ગંઠોડા પાઉડર, સાકર,,અને ટોપરા ની છીણ નાખીને સતત હલાવતા રહેવું.નઈ તો ચોંટી જશે.

  3. 3

    બદામ પણ નાખી દેવી.ખારેક પણ નાખવી. ગળપણ ચાખી ઓછું લાગે તો થોડો સાકરનો ભૂકો નાખો. ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહેવું. એક ડિશમાં સહેજ લઈ ચેક કરવું. ગોળો વળે અને હાથમાં ન ચોંટે ત્યારે ગેસ બંધ કરી દેવો. એકદમ ઠંડુ થાય પછી એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી.

  4. 4

    સવારે નરણા કોઠે ખાવામાં આવે તો તે વધારે ગુણ કરે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Shah
Nisha Shah @cook_26675679
પર
Ahmedabad
I like cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes