મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 2 બાઉલ ઘઉં નો લોટ
  2. 1/2 કપચણાનો લોટ
  3. 1/2જૂડી મેથી
  4. 1 કપકોથમીર
  5. 1 ચમચીલાલ મરચું પાઉડર
  6. 2 ચમચીધાણાજીરૂ
  7. 1/2 ચમચીહળદર
  8. 1 ચમચીમીઠું
  9. 1/4 ચપટીહિંગ
  10. 2-3 ચમચીતેલ મોણ માટે
  11. પાણી જરૂર મુજબ
  12. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મેથી અને કોથમીર ને જીણી સમારી પાણી વડે સાફ કરી લો.

  2. 2

    ઘઉંનો લોટ અને ચણાના લોટ ને કાથરોટ માં રાખી ચાળી લો. હવે ધાણાજીરું, મરચું પાઉડર, મીઠું, હળદર, હીંગ અને મોણ નાખી મિક્સ કરી લો.

  3. 3

    હવે જરૂર મુજબ પાણી નાખી કણક તૈયાર કરો અને 15 મિનિટ ઢાંકી ને રાખી દો.

  4. 4

    હવે તેના લૂવા બનાવી લો અને વણી લો. પેન ને ગરમ કરવા મૂકો. પછી તેલ નાખી બને બાજૂ શેકી લો.

  5. 5

    તૈયાર છે મેથી ના થેપલા. દહીં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

Similar Recipes