ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#WK5
Week5
મલ્ટી ગ્રેઈન

શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. કઢી માટે:-
  2. 200 ગ્રામમલાઈદાર દહીં
  3. 4ટે. સ્પૂન બેસન
  4. ઘોળ બનાવવા જરૂરી પાણી
  5. જરૂર મુજબ મીઠું
  6. ડપકા બનાવવા જોઈશે:-
  7. 1/4 કપબાજરીનો લોટ
  8. 1/4 કપબેસન
  9. 1/4 કપરાગીનો લોટ
  10. 1/4 કપઘઉં નો કકરો લોટ
  11. 1/4 કપલીલી મેથી ચોપ કરીને
  12. 2 ચમચીલીલું લસણ ચોપ કરેલું
  13. 2 ચમચીધાણાજીરું
  14. 1 ચમચીલાલ મરચું પાઉડર
  15. 1 ચમચીહળદર
  16. 1 ચમચીઅજમો
  17. 2 ચમચીખાંડ
  18. 4 ચમચીતેલ મોણમાટે
  19. ચપટીકુકિંગ સોડા
  20. વઘાર કરવા માટે:-
  21. 3 ચમચીતેલ
  22. 1 ચમચીરાઈ
  23. 1 ચમચીજીરું
  24. 2 ચમચીઆદુ- લસણ ની પેસ્ટ
  25. 2 કપપાણી
  26. 1 ચમચીમરચું
  27. 2 ચમચીધાણાજીરું
  28. 1 ચમચીહળદર
  29. જરૂર મુજબ મીઠું
  30. ગાર્નિશ કરવા કોથમીર
  31. ચીલી ઓઈલ(લાલ તરી)

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડપકા માટેના ચારેય લોટ એક મિક્સિંગ બાઉલમાં મિક્સ કરી તેમાં સમારેલી લીલી મેથી તેમજ લીલું લસણ તેમજ દર્શાવેલ મસાલા, મ્હોણ, ખાંડ, મીઠું અને કુકિંગ સોડા ઉમેરીને મુઠીયા જેવો ડૉ તૈયાર કરો..હળવા હાથે નાની સાઈઝ ના ડપકા વાળી લો.

  2. 2

    એક કડાઈમાં વઘાર માટેનું તેલ ગરમ મૂકી તેમાં રાઈ, જીરું,આદુ લસણની પેસ્ટ ઉમેરી ને 2 કપ પાણી વઘારી દો... પાણી ઉકળે એટલે બધા મસાલા કરીને તૈયાર કરેલ ડપકા એક એક કરીને ઉમેરો...સ્લો ગેસ પર ડપકા ચડવા દો...ચલાવતા રહો...ડપકા ચડીને થોડા સોફ્ટ થાય એટલે ફૂલી જશે...હાથે થી દબાવીને ચેક કરી લો...

  3. 3

    હવે આપણા ડપકા ચડી ગયા છે એટલે દહીં, બેસન અને પાણી મિક્સ કરી બ્લેન્ડર થી વલોવીને ઉકળતા મિશ્રણ માં ઉમેરી બે થી ત્રણ ઉભરા સુધી ઉકાળો..ડપકા કઢી તૈયાર છે..કોથમીર અને તરી થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes