મસાલા રાયતા મરચા (Masala Raita Marcha Recipe In Gujarati)

#cookpad Gujarati
#
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલ ફ્રેશ આખા લાલ મરચાને ધોઈને સારા કપડા થી લૂછી ને, પસંદગી પ્રમાણે ના ટુકડા કરી લેવા. વચ્ચેથી બી અને રગ કાઢી લેવી. મે નાના ટુકડા કર્યા છે. અમારે મરચા થોડા વપરાય છે માટે.
- 2
પછી એક પેન લઈને, તેમાં કોરા આખા ધાણા, આખું જીરું આખા મરી સ્લો ગેસે શેકી લેવા. પછી ગેસ બંધ કરીને, તેમા જ રાયના કુરિયા,અને વરિયાળી એડ કરવા. અને બધું મિક્સ ચલાવી લેવું.. પછી આ મસાલાને મિક્સરમાં ક્રશ કરી લેવો.
- 3
ક્રશ કરેલો મસાલો એક બાઉલમાં કાઢીને તેમાં આમચૂર પાઉડર એડ કરવું.
- 4
એક મોટું બાઉલ લઈને તેમાં
તેલ એડ કરવું. તેમાં હીંગ એડ કરવી. હળદર એડ કરવી. અને તેમાં લીંબુ એડ કરવું.અને બધું બરાબર ફેંટી લેવું. પછી ફેટેલા તેલમાં બધો ક્રશ કરેલો મસાલો એડ કરી દેવો.
અને મસાલા અને મરચા જેટલું થોડું ચડિયાતું મીઠું એડ કરવું. - 5
આ તૈયાર થયેલા મસાલામાં મરચા એડ કરી દેવા. અને બરાબર મિક્સ કરી લેવું.બરાબર હલાવી લેવું. અને બેથી ત્રણ કલાક માટે તડકે મૂકી દેવું.જેથી મરચા કે મીઠાનો પાણીનો ભાગ હોય તે બળી જાય. અને મરચાનું અથાણું હંમેશ માટે સારું રહે.
- 6
આ મરચાનું અથાણું ફ્રીજમાં છ મહિના સુધી સારું રહેશે. અને ટેસ્ટી રહેશે.આ મરચા નું અથાણું સાથે ભાખરી અને થેપલા તથા દાળ-ભાત સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#Week1#WK1#cookpad India Gujarati recipes Niral Sindhavad -
-
-
-
-
-
-
-
-
-
રાઈવાળા મરચા(Raita marcha recipe in Gujarati)
#GA4#Week13#chilli આ મરચા ભાખરી અને થેપલા સાથે પણ લઈ શકાય છે. Nidhi Popat -
-
કેપ્સીકમ ના રાયતા મરચાં (Capsicum Raita Marcha Recipe In Gujarati)
#EB#Week 11# રાયતા મરચા# કેપ્સીકમ રાયતા મરચાઆપણે હંમેશા રાયતા મરચા ભાવનગરી મરચાના, નડીયાદી મરચાના, અથવા લાલ મરચા ના આપણે રાયતા મરચા બનાવતા હોઈએ છીએ. પરંતુ આજે મેં કેપ્સીકમ ગ્રીન મરચાના રાયતા મરચા બનાવ્યા છે .તેનું ખાસ કારણ છે મારા હસબન્ડ તીખું ખાતા નથી. અને મરચાં ખાવાનો શોખ વધારે છે. એટલે તેમની માટે હું હંમેશા રાયતા મરચા કેપ્સીકમ ના બનાવું છું .અને તેમાં બે તીખા મરચાંના ટુકડા એડ કરું છું જેથી સુગંધ આવી શકે. Jyoti Shah -
રાઈતા મરચા જૈન (Raita Marcha Jain Recipe In Gujarati)
#WP#RAITA_MARCHA#PICKLE#CHILI#LEMON#SIDEDISH#WINTER#STORAGE#COOKPADINDIA#COOKPADGUJARATI Shweta Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા મરચા (Masala Marcha Recipe in Gujarati)
#GA4#week13#Redchilliશિયાળાની ઋતુ માં આથેલા લાલ મરચા ખુબ સરસ લાગે રાઈ ના કુરિયાસાથે વરિયાળી વાળો મસાલો તૈયાર કરીઍ. શિયાળામાં જ લાલ મરચા આવે તેની સાથે બે-ત્રણ મહિના સુધી રાખી શકાય છે. ફ્રીજમાં રાખો તો બારેમાસ અથાણું કામ આવે છે. Dr Chhaya Takvani -
More Recipes
ટિપ્પણીઓ (6)