તુવેર લીલવાની કઢી (Tuver Lilvani Kadhi Recipe In Gujarati)

#ROK
#Kadhi_Recipes
#Cookpadgujarati
ચણાના લોટ અને દહીંમાંથી બનાવેલ મસાલેદાર ગરમ સૂપ કઢી એ ગુજરાતી ઘરોમાં એક મુખ્ય વસ્તુ છે. તે ખીચડી અને પુલાવનો સંપૂર્ણ સાથ છે. આમાં ઘણી ભિન્નતાઓ છે, ઘણા લોકો ભીંડા સાથે કઢી, ડુંગળી અને લસણ સાથે કઢી અથવા ફક્ત સાદી અને સરળ કઢી બનાવે છે જે તરત જ તમારા આત્માને શાંત કરે છે. લવિંગ અને મરચાંના મસાલેદાર સ્વાદ ધરાવે છે જ્યાં તજ અને ગોળનો મીઠો સ્વાદ હોય છે. ગુજરાત માં આવી ખાટી મીઠી કઢી અને તે પણ લીલી તુવેર ના દાણા વાળી કઢી ખૂબ જ પ્રખ્યાત છે. આ કઢી ને ખીચડી, પુલાવ કે બાજરી ના રોટલા સાથે ખાસ પીરસવામાં આવે છે.
તુવેર લીલવાની કઢી (Tuver Lilvani Kadhi Recipe In Gujarati)
#ROK
#Kadhi_Recipes
#Cookpadgujarati
ચણાના લોટ અને દહીંમાંથી બનાવેલ મસાલેદાર ગરમ સૂપ કઢી એ ગુજરાતી ઘરોમાં એક મુખ્ય વસ્તુ છે. તે ખીચડી અને પુલાવનો સંપૂર્ણ સાથ છે. આમાં ઘણી ભિન્નતાઓ છે, ઘણા લોકો ભીંડા સાથે કઢી, ડુંગળી અને લસણ સાથે કઢી અથવા ફક્ત સાદી અને સરળ કઢી બનાવે છે જે તરત જ તમારા આત્માને શાંત કરે છે. લવિંગ અને મરચાંના મસાલેદાર સ્વાદ ધરાવે છે જ્યાં તજ અને ગોળનો મીઠો સ્વાદ હોય છે. ગુજરાત માં આવી ખાટી મીઠી કઢી અને તે પણ લીલી તુવેર ના દાણા વાળી કઢી ખૂબ જ પ્રખ્યાત છે. આ કઢી ને ખીચડી, પુલાવ કે બાજરી ના રોટલા સાથે ખાસ પીરસવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં અજમો, હિંગ, સૂકું લાલ મરચું, તમાલપત્ર, લીલા તુવેર ના દાણા, પાણી, મીઠું, હળદર પાઉડર અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે કૂકર નું ઢાંકણ ઢાંકી 2 વ્હિસ્લ વગાડી તુવેર ના દાણા બાફી લો. ત્યાર બાદ આ તુવેરના દાણા ને ઠંડા કરી લો
- 2
હવે એક મોટા બાઉલમાં ખાટું દહીં અને ચણા નો લોટ ઉમેરી હેન્ડ બિટર થી બરાબર ફેંટી લો. ત્યારબાદ આમાં પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 3
હવે આ જ મિશ્રણ માં મીઠું, ધાણા જીરું પાઉડર અને હળદર પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 4
હવે કઢી નો વઘાર કરીશું. એની માટે એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું કકડાવી તેમાં તજ, લવિંગ, તમાલપત્ર, સૂકું લાલ મરચું, હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરી બરાબર મિક્સ કરી સાંતળી લો.
- 5
હવે આ વઘાર માં તૈયાર કરેલા દહીંના મિશ્રણ ને ઉમેરી બરાબર મિક્સ કરી આમાં ખાંડ અને ગોળ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 6
હવે કઢીને ફાસ્ટ ગેસ પર એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળી લો. ત્યારબાદ ગેસની આંચ ધીમી કરી તેમાં બાફેલા તુવેરના દાણા ઉમેરી બરાબર મિક્સ કરી કઢી ને ઢાંકણ ઢાંકી 5 મિનિટ માટે ધીમા ગેસ ની આંચ પર ઉકાળી લો.
- 7
હવે કઢી ઉકળી ને તૈયાર છે તો ગેસ ની આંચ બંધ કરી આમાં લીલી કોથમીર ના પાન ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 8
હવે આપણી એકદમ ખાટી મીઠી એવી તુવેર લીલવાની કઢી તૈયાર છે સર્વ કરવા માટે. આ કઢી ને બાફેલા તુવેરના દાણા અને લીલી કોથમીર ના પાન થી ગાર્નિશ કરી ગરમ ગરમ જ ખીચડી, પુલાવ, રોટલા કે પરોઠા સાથે સર્વ કરો.
- 9
નોંધ:-- જ્યારે કઢી માં બાફેલા તુવેર ના દાણા ઉમેરો ત્યારે તેમાંથી સુકું લાલ મરચું અને તમાલપત્ર કાઢી લો.
- 10
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#Week2#Cookpadgujarati રાજસ્થાની કઢીનો જે લોકોએ એક વાર સ્વાદ ચાખ્યો છે એ હંમેશ માટે યાદ રહી જાય છે. રાજસ્થાની કઢી અને પરાઠાં ખાવાની બહુ જ મજા આવે છે. આ કઢી ગુજરાતીઓના ટેસ્ટ કરતા એકદમ અલગ હોય છે. રાજસ્થાની કઢી એ રાજસ્થાન રાજ્યના મારવાડી ઘરોમાં ખૂબ જ લોકપ્રિય વાનગી છે. આ કઢી મારવાડી લગ્નપ્રસંગ માં ખાસ બનાવવામા આવે છે. સામાન્ય રીતે તેને રોટલા અથવા ભાત સાથે સર્વ કરવા માટે સાઇડ ડિશ સાથે બનાવવામાં આવે છે. તે મસાલેદાર છે અને ખાસ કરીને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે. આ કઢીમાં કેટલાક સ્વાદિષ્ટ સ્વાદ છે જે વાનગીમાં વપરાતા મસાલેદાર મસાલામાંથી આવે છે. રાજસ્થાનની કઢી તમે પ્રોપર બનાવવા ઇચ્છો છો તો આ રેસિપી તમારા માટે સૌથી બેસ્ટ છે. રાજસ્થાની કઢી ભાત તેમજ પરાઠાં સાથે પીરસવામાં આવતી હોય છે. આ કઢી તમે લંચ કે ડિનરમાં બનાવી શકો છો અને એની મજા માણી શકો છો. આ કઢી તમે ઘરે આવતા મહેમાનોંને પણ પીરસો છો તો સ્વાદ મોંમા રહી જાય છે. Daxa Parmar -
ભરેલા ભીંડાની કઢી (Stuffed Bhinda Kadhi Recipe In Gujarati)
#EB#Week1 આપણા ગુજરાતી ઘર માં રોજ અલગ અલગ શાક બનતા હોય છે...અને આ અલગ અલગ શાક ને પણ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે...તો ભીંડા પણ એમાંથી એક એવું શાક છે . જે દરેક ના ઘરમાં અલગ અલગ સ્વાદ અને રીત મુજબ બનાવવામાં આવે છે ..જેમ કે પંજાબી રીતે , સૂકા બનાવીને , ક્રિસ્પી રીતે અને મસાલા ભરીને બનાવે છે. અહી મે ભીંડા ને મસાલા ભરી ને તેની કઢી બનાવીને એકદમ સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. આ કઢી ને ખીચડી સાથે ખાવાની મજા આવે છે. Daxa Parmar -
રીંગણ તુવેર ની કઢી (Ringan Tuver Kadhi Recipe in Gujarati)
#ROKશિયાળાની સિઝનમાં તાજા રીંગણ અને તુવેરના દાણા મળે છે ત્યારે આ કઢી ખીચડી કે ભાત સાથેખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
મસાલેદાર કઢી (Masaledar Kadhi Recipe In Gujarati)
#ÀM1 મસાલેદાર કઢીછાસ,ચણાનો લોટ ,લસણ હળદર લીલા આદુ - મરચા , સાકર, તમાલપત્ર , તજ લવિંગ ના મિશ્રણથી બનેલી કઢી ખૂબ જ સ્વાદિષ્ટ મસાલેદાર લાગે છે જો કઢીની સાથે તે ની જોડી ખીચડી મળી જાય તો રાત્રીના ભોજનની ચાર ચાંદ લાગી જાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
બાસ્કેટ પૂરી ચાટ (Basket Puri Chaat Recipe In Gujarati)
#SFC#Streetfood#Cookpadgujarati બાસ્કેટ પૂરી ચાટ એક સ્વાદિષ્ટ ચાટ રેસીપી છે જે ક્રિસ્પી ડીપ-ફ્રાઈડ બાઉલ અથવા બાસ્કેટ સાથે બનાવવામાં આવે છે. આ બાસ્કેટ પૂરી ને બટાકા-ચણા, મસાલા, બારીક સમારેલા શાકભાજી અને ઉપર ચાટ ચટણી અને સેવથી ભરેલી છે. તેનો સ્વાદ મીઠો, ખાટો અને મસાલેદાર છે અને તે તમામ પ્રકારના વય જૂથોને પસંદ છે. આ ચાટ બનાવવી ખૂબ જ સરળ છે. જે ઝડપથી તૈયાર થઈ જાય છે. Daxa Parmar -
લીલા તુવેર ની ગ્રીન કઢી (Lila Tuver Green Kadhi Recipe In Gujarati)
#ROK#તુવેર ની કઢી કઢી બેસન અને દહીં ,છાસ મા થી બનતી રેસીપી છે,મે લીલી તુવેર ના દાણા વાટી ને ટામેટા ની ખટાશ સાથે બનાવી છે કઢી જેવી કન્સીસટેન્સી રાખી છે સ્વાદ મા ખાટી તીખી અને ચટાકેદાર કઢી છે રોટલી ,ભાત સાથે ખવાય છે Saroj Shah -
સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G
#TT1#satvik_Kadhi_khichdi#cookpadgujarati કઢી ખીચડી આમ તો આપણે બનાવતા હોઈએ પણ આ કઢી ખીચડી સ્વામિનારાયણ મંદિર ની ખુબ જ ટેસ્ટી કઢી ખીચડી હોય છે તેવી જ મેં બનાવી છે. સ્વામિનારાયણ મંદિર માં સમૈયા માં પ્રસાદ તરીકે મળતી આ સાત્વિક એવી ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી સ્વામિનારાયણ ખીચડી બનાવી છે. મેં આ કઢી ખીચડી નો પ્રસાદ એકવાર વડતાલ ના સ્વામિનારાયણ મંદિર માં ગ્રહણ કર્યો હતો ..ત્યારથી જ એ કઢી ખીચડી મને ખૂબ જ ભાવિ ગઈ હતી.. તો મંદિર માં મળતી આ ખીચડી ખાવામાં ખુબ જ હેલ્ધી હોવાની સાથે, જો તમે ઘરે આ રીતે બનાવશો તો ધરના બધા ખાતા રહી જશે. આ ખીચડી માં ભરપુર પ્રમાણ માં શાકભાજી નો ઉપયોગ કરવામાં હોવાથી એકદમ હેલ્થી અને પૌષ્ટીક બની છે. તો તમે પણ આવી સાત્વિક કઢી ખીચડી બનાવીને પ્રસાદ નો આનંદ માણો. Daxa Parmar -
ફૂલેરો પુલાવ (Fulero Pulao Recipe In Gujarati)
#AM2#cookpadindia#cookpadguj પુલાવ તો તમે ઘણી વખત ખાધો જ હશે, તેમાં અલગ અલગ ફ્લેવર સાથે તેમાં વેરીએશન લાવવામાં આવે તો આવો પુલાવ ખાવાની મજા કોને ન આવે? ક્યાંરેય પુલાવને વેજિટેબલ વગર દાળ સાથે ટેસ્ટ કર્યો છે? જો ના તો એક વખત જરૂરથી ટ્રાય કરો. આ ફૂલેરો પુલાવ માં શાકભાજી નો ઉપયોગ કરવામાં નથી આવતો પરંતુ આ પુલાવ બે જાતની દાળ - ચણા ની દાળ અને મગ ની મોગર દાળ નો ઉપયોગ કરી આ પુલાવ બનાવવામાં આવે છે...આ પુલાવ માં આંબલી ને ગોળ ના પલ્પ નો ઉપયોગ કરી ને એકદમ ચટપટો ને ટેસ્ટી બનાવવામાં આવે છે. Daxa Parmar -
ગુજરાતી કઢી(Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1કઢી અલગ અલગ રાજ્ય માં અલગ અલગ રીત થી બનતી હોય છે. અહીં ગુજરાત ની પ્રખ્યાત ગુજરાતી કઢી બનાવેલ છે. આ કઢી સફેદ અને સ્વાદ માં ખાટી મીઠી હોય છે. આ કઢી સાથે કોઈ પણ ખીચડી કે ભાત સરસ લાગે છે. Shraddha Patel -
પૂટટુ કડલા કરી (Puttu Kadala Curry Recipe In Gujarati)
#TheChefStory#ATW3#week3#OnamSadya_Kerala_Special#cookpadgujarati પુટ્ટુ કડલા કરી રેસીપી એ એક આરોગ્યપ્રદ આખા ચણાની કરી છે. આ કરી કેરળ માં ખાસ કરી ને ઓનમ ના તહેવાર પર બનાવવામા આવે છે. જેનો સ્વાદ રાઈસ, પુટ્ટુ, અપ્પમ અને ઈડિયાપ્પમ સાથે અદ્ભુત લાગે છે. તેને નાસ્તામાં સર્વ કરો અને તમને તે ગમશે. આ કરી મારી ફેવરિટમાંની એક છે. મને સાદા સફેદ ભાત કે રોટલી સાથે ખાવાનું ગમે છે. આ કરી ખૂબ જ સ્વાદિષ્ટ છે, તેનો સ્વાદ મસાલેદાર છે. પકવવાની પ્રક્રિયા તેલમાં કરવાની હોય છે જે શુદ્ધ સુગંધ અને સ્વાદ આપે છે. તમે પણ આ કઢીનો આનંદ માણી શકો છો. Daxa Parmar -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9#cookpadGujarati ઢોકળા એ ગુજરાતી ઘર માં બહુ ખવાતું ફરસાણ છે. ઢોકળા ને તેલ અને મેથીયા મસાલા સાથે ખાવા ની ખૂબ જ મજા આવે છે. એકના એક સફેદ ઢોકળા ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ અલગ રેસિપી દૂધી ઢોકળા ટ્રાય કરી શકાય જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્થી પણ છે. Daxa Parmar -
ગુજરાતી તુવેર દાળ / વરા ની દાળ (Gujarati Tuvar Dal Recipe in Guj
#FFC1#week1#cookpadgujarati દાળ એ ગુજરાતી ખોરાકનો એક અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, દાળ, ભાત અને શાક (કોરૂ કે રસાવાળું) નું હોય છે. દાળ વિવિધ પ્રકારના કઠોળોમાંથી બનેલી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે તુવેરની દાળ દરરોજ ખવાય છે. જ્યારે મગની (ફોતરાવાળી કે મોગર) દાળ અને અડદની દાળ પણ રોટલી, ભાખરી, પરોઠા કે ભાત સાથે ખવાય છે. ગુજરાતી દાળ, તુવેર દાળ અને ઘણા બધા ભારતીય મસાલાઓથી બનેલી એક પૌષ્ટિક દાળ છે જે બીજી ભારતીય દાળોની સરખામણીમાં હલ્કી ખાટી-મીઠી હોય છે અને તે ગુજરાતમાં મુખ્યત્વે બપોરના ભોજનમાં પીરસવામાં આવે છે. આ સરળ રેસીપીમાં પરંપરાગત ગુજરાતી દાળ જે લગ્ન પ્રસંગ મા કે શુભ પ્રસંગ મા બનતી હોય છે એવી વરા ની દાળ મેં બનાવી છે. તેને ઘરે બનાવો અને ભાત અને પાપડની સાથે પીરસો. Daxa Parmar -
ખીચડી કઢી(Khichdi Kadhi Recipe in Gujarati)
##Week4#gujaratiજ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ખીચડી કઢી તો હોય ને હોય જ.......ગુજરાતી ગમે ત્યાં જાય , ગમે ક્યાં ફરે છે પરંતુ ખીચડી કઢી કયારેય ભૂલતા નથી Prerita Shah -
ફરાળી વ્રતની થાળી (Farali Vrat Thali Recipe In Gujarati)
Happy Mahashivratri to all of you Friends..🙏#cookpadindia#cookpadgujarati#ફરાળી_વ્રતની_થાળી ( Farali Vrat Thali Recipe in Gujarati )1) સાબુદાણાની ખીર2) મોરૈયા ની ખીચડી3) બટાકા ની સૂકી ભાજી4) શક્કરિયાં ચાટ5) રાજગરા ની આલુ પૂરી6) રાજગરાની કઢી7) ફરાળી ચેવડો ઉપવાસ દરમિયાન આરોગી સકાય એવી અઢળક વાનગીઓ છે. ઉપવાસ ની દરેક વાનગીઓ માં એકદમ ઓછી વસ્તુઓ વાપરવામાં આવે છે. છતાં પણ સ્વાદ માં ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. આજે મે મહાશિવરાત્રી નિમિત્તે એકદમ સરળ અને સાદી વ્રત ની થાળી બનાવી છે. જેમાં મે રાજગરાની પૂરી, સાબુદાણા ની ખીર, મોરૈયા ની ખીચડી, બટાકા ની સૂકી ભાજી, શક્કરિયાં ચાટ, ફરાળી ચેવડો અને રાજગરાની કઢી પીરસી છે. આ એકદમ સાદી દેખાતી થાળી ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
ફરાળી ડ્રાયફ્રુટ મોરૈયા ખીચડી અને કઢી (Falhari Dryfruit Moraiya
#EB#week15#મોરૈયો#cookpadgujarati સામો કે સાંબો અથવા મોરિયો કે "મોરૈયો" એક ખડધાન્ય છે જે વાનસ્પતિક દૃષ્ટિએ ઘાસના બીજ છે. એ ઘાસનું વૈજ્ઞાનિક નામ ઍચિનોક્લોઅ કોલોના (Echinochloa colona) છે. ભારતીય સંસ્કૃતિમાં ઉપવાસના દિવસોમાં સામો કે મોરૈયા ની ખીચડી અને અન્ય વ્યંજનો બનાવીને ખવાય છે. શ્રાવણ મહિના માં ઉપવાસ માં રોજ નવી નવી વાનગી બનાવવાની મજા જ કંઇક ઓર છે. એકસરખું ખાઈ ને કંટાળી ગયા હોવ તો આજે જ બનાવો ખૂબ જ સ્વાદિસ્ટ એવી આ ફરાળી ડ્રાય ફ્રુટ મોરૈયા ની ખીચડી અને રાજગરા ના લોટ ની કઢી. આ ખીચડી સાથે કઢી ખાવા ની મજા આવે છે. આ ખીચડી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને પચવામાં સરળ છે. તેમજ બનાવવામાં પણ કોઈ ખાસ જંજટ નથી. આ ખીચડી ને કઢી ઝડપથી બની જતી વાનગી છે. Daxa Parmar -
વઘારેલી ખીચડી અને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1ખીચડી કઢી અઠવાડિયામાં એક વખત તો બધા ને ત્યાં બનતી જ હોય છે અમારે ત્યાં વઘારેલી ખીચડી અને કઢી બની છે Kalpana Mavani -
ગુજરાતી કઢી (Gujarati kadhi in Gujarati)
#goldenapron3#week -24#kadhi#Gujarati kadhiખીચડી સાથે પુલાવ સાથે ગુજરાતી ઘરોમાં લગભગ અઠવાડિયામાં એક વખત તો કઢી બનતી જ હોય છે ખાટી અને મીઠી કઢી ખુબ જ સરસ લાગે છે અને એકદમ ઝડપથી બની જાય છે Kalpana Parmar -
કાઠીયાવાડી ખાટી મીઠી કઢી (Kathiyawadi Khati Mithi Kadhi Recipe In Gujarati)
#ROK#kadhi recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindia ખીચડી અને કઢી એ સંપૂર્ણ આહાર છે તેમાં આપણને બધા વિટામિન મળી રહે છે મેં આજે કઢી ખીચડી ની રેસીપી બનાવી છે Ramaben Joshi -
તુવેર રીંગણ બટાકા ની કઢી(Tuver,ringan,bataka ni kadhi recipe in Gujarati)
#GA4#Week13#Tuverશીયાળામાં મકાઇ કે બાજરી ના રોટલા સાથે આ કઢી ખૂબજ સરસ લાગે છે Arti Nagar -
ગુજરાતી ખાટી મીઠી કઢી (Gujarati Khati Mithi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#cookpad_gujખાટો મીઠો સ્વાદ સૌને પ્રિય હોય છે. ગુજરાતીઓ ખાણીપીણીના શોખીન તેથી ચટપટું ખાવું બહુ ગમે. ગુજરાતી ખાટી મીઠી કઢી માટે ખાટી છાશ અથવા દહીં માં ચણાનો લોટ ઉમેરી ઘીમાં વઘાર કરવાનો હોય છે અને બીજા બધા મસાલા અને ગોળનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. આ કઢી ખૂબ જ સરળતાથી ઝડપથી બની જાય તેવી ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે .ખાટી મીઠી કઢી- ખીચડી -રોટલો અને ચટણી નું કોમ્બિનેશન ખૂબ જ સારું રહે છે. Ankita Tank Parmar -
રસમ વડઈ (Rasam Vadai Recipe In Gujarati)
#south#week3#કેરલ સ્ટાઇલ રસમ વિથ મેન્દુવડા મેન્દુવડા નુ નામ આવે એટલે દક્ષિણ ભારતીય ની વાનગીઓ ની યાદ આવે છે. અહી મે મેંડુવડા ની સાથે રસમ બનાવી છે જે કેરલ શૈલી રસમ છે. રસમ ટામેટાં, આંબલી અને અન્ય મસાલાથી બનેલી સૂપની દક્ષિણ ભારતીય શૈલી છે. સામાન્ય રીતે બાફેલા ચોખા સાથે પીરસવામાં આવે છે. પરંતુ મે અહીં રસમ ને મેંડુવડા સાથે સર્વ કર્યા છે. કેરલા શૈલીના રસમનું એક મહત્વનું સ્થાન છે "ઓનમ સદ્ય." મારા બાળકો ને આ રસમ સાથે ના મેંડુવડા બવ જ ભાવ્યા. આ રસમ ની સાથે મેંદુ વડા નો સ્વાદ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
ભીંડા કઢી(bhinda kadhi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૩#monsoonઅત્યારે વરસાદ માં ભીંડા ખુબ જ મળતા હોય છે અને આજ મે પણ ભીંડા ની કઢી કરી જ લીધી. Rachana Chandarana Javani -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
શિયાળા માં બાજરા ના રોટલા , ને રીંગણ નું શાક બનાવીએ ત્યારે સાથે ગરમ કઢી પણ બનાવાય છે. લસણ વારી કઢી બહુ ટેસ્ટી બને છે....#ROK Rashmi Pomal -
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#AM1#Week 1#DAL/ KADHIકાઠીયાવાડી કઢી બનાવવી એક કળા છે.. ખાટી મીઠી કઢી ખીચડી, મસાલા ખીચડી તથા રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Bhoomi Gohil -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1. ગુજરાતી ધરો માં કઢી રોજ બનતી હોય છે. આ કઢી ખીચડી, મસાલા નો ભાત, બિરયાની અને પુલાવ સાથે પણ સરસ લાગે છે. sneha desai -
ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
કઢી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે પરંતુ જ્યારે ગુજરાતી કઢીની વાત આવે ત્યારે એનો ખાટો મીઠો સ્વાદ તરતજ બધાને ભાવી જાય એવો હોય છે. આ કઢી ભાત,રોટલી તથા પુલાવ સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
રગડા પાણીપૂરી (Ragda Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#Mumbai_Streetstyle_Ragda_Paanipuri પાણીપુરી નું નામ સાંભળતાની સાથે જ દરેક ના મોંમાં પાણી આવી જાય છે. પાણીપૂરી નાના બાળકો થી લઈને વૃદ્ધ એમ દરેક લોકો ને પસંદ હોય છે. તમે પણ ઘણી વખત પાણી પૂરી ખાતી જ હસે. આ એક સરળ અને સ્વાદિસ્ટ બ્રેકફાસ્ટ છે. પરંપરાગત રીતે પાણીપુરી ની અંદર ભરવામાં આવતો મસાલો બાફેલા બટાકા, ફુદીના મરચાની તીખી ચટણી, હિંગ અને સંચળ ભેળવી ને તૈયાર કરવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી પાણીપુરી માં આવા સૂકા મસાલા ના બદલે અન્ય વાનગી, રગડા પેટીસ નો રગડો ભરી ને વેચવામાં આવે છે. જેને અલગ અલગ સ્વાદ વાળા પાણી સાથે ખાવા માં આવે છે. જેમ કે આંબલી નું પાણી, લસણ નું પાણી, જલજીરા નું પાણી, લીંબુ નું પાણી અને ખજૂર નું પાણી વગેરે ...આ પાણીપુરી માં નાખવામાં આવતા જુદાં જુદાં ઘટકો ને કારણે એનો સ્વાદ તો જોરદાર હોય જ છે પણ સાથોસાથ આરોગ્ય લાભ પણ થાય છે. જો યોગ્ય લિમિટ માં પાણીપુરી ખાવામાં આવે તો એના ઘણા ફાયદાઓ પણ છે. પાણીપુરી નું ચટાકેદાર પાણી એવા મસાલાઓથી તૈયાર કરવામાં આવે છે કે જેના સેવન થી એસિડિટી અને પેટમાં દુખાવા જેવી સમસ્યાઓ દૂર રહે છે. પાણીપુરી ના સેવનથી પાચનક્રિયા સુધરે છે...મને તો જો પાણીપુરી ખાવાનું કહે તો હું એકસામટી પચાસ નંગ જાપટી જાવ...😋🤣🤪😜 Daxa Parmar -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1Thursday Treat 1ખીચડી એક એવું ધાન્ય છે. જે ગુજરાતીઓના ઘરમાં રાત્રે વાળું માં બનતી હોય છે. ગુજરાતી થાળી ખીચડી વગર અધૂરી છે..ખીચડી બનાવવાની રીત દરેક ની અલગ - અલગ હોય છે. મેં અહીં ફોતરાંવાળી મગની દાળ - ચોખા ની બનાવી છે. સાથે ગુજરાતી કઢી હોય તો ઓર મજા પડી જાય.. Jigna Shukla -
દિલ્હીવાલી ખસ્તા કચોરી (Delhivali Khasta Kachori Recipe In Gujarati)
#MFF#JSR#Monsoon_special#cookpadgujarati આ ખસ્તા કચોરી નોર્થ ઈન્ડિયા મા ખુબ જ પ્રખ્યાત છે. આ કચોરી ત્યાંની પારંપરિક નાસ્તો છે. મેં અહિ આ કચોરી સાથે મસાલેદાર પોટેટો ગ્રેવી સાથે રેસીપી બનાવી છે. આ સંયોજન બવ જ મસ્ત લાગે છે ખાવા મા કારણ કે આ ગ્રેવી ઉપર ખજુર આંબલી ની ખાટ્ટી મીઠ્ઠી ચટણી ઉમેરી ને ખાવામા આવે તો એનો સ્વાદ એકદમ ચટપટો લાગે છે.. આ ખસ્તા કચોરી દિલ્હીમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ કચોરીનું સ્ટફિંગ પણ મગ દાળ થી બનાવ્યું છે. મારા બાળકો ને તો આ ખસ્તા કચોરી ખુબ જ ભાવી. Daxa Parmar -
સ્ટફ્ડ લીલા વટાણાના પરાઠા (Stuffed Green Peas Paratha Recipe In Gujarati)
#BW#Bye_Bye_Winter#Cookpadgujarati લીલા વટાણા ના પરાઠા એક ભારતીય મુખ્ય ભોજન છે જેને નાસ્તામાં અથવા બપોરના ભોજન અથવા રાત્રિભોજન માટે મુખ્ય કોર્સ તરીકે તાજું અને ગરમ માણી શકાય છે. મટર પરોઠા બનાવવાની રીત શીખો. આ એક લોકપ્રિય સ્ટફડ પરાઠા છે જેમાં લીલા વટાણા અને મસાલાઓથી બનેલા નરમ મિશ્રણનું સ્ટફિંગ (પુરણ) કરવામાં આવે છે. સ્ટફિંગ માટે વટાણાને મધ્યમ આંચ પર તેલમાં સાંતળવામાં આવે છે જે તેને સ્વાદિષ્ટ બનાવે છે અને તમે તેને કોઈની પણ સાથે પીરસો પણ તેનાથી તેના સ્વાદ માં કોઈ ફરક નહિ પડે. પૌષ્ટિક મટર પરોઠાને દહીંવાળું રાઇતું અથવા અથાણાંની સાથે બાળકોને સવારના નાસ્તામાં અથવા ડીનરમાં પીરસો. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (17)