ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#FFC5
#WEEK5

ઈન્દોરી પૌવા/પૌઆ/પોહા એ M.P.(મધ્યપ્રદેશ) ની રૂટીન વાનગી છે તેમાં કોકોનટનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે.આપણા ગુજરાતમાં કોકોનટ પૌવામાં બહુ ઓછા લોકો નાખે છે. M.P. માં મોટાભાગની વાનગીઓમાં કોકોનટનો દક્ષિણની જેમ જ ઉપયોગ થાય છે.મેં અહીં ઈન્દોરી પૌવા એજ રીતે બનાવેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામપૌઆ
  2. 1બટેેેટુ બાફીને જીણુ સમારેેેલ
  3. 4 નંગલીલાં મરચાં જીણા સમારેલાા
  4. 2 ચમચી ટમેટાનો રસ
  5. 2 ચમચીટમેટાનો રસ (ટામેટું ક્રશ કરેલું ચાલે)
  6. 7-8 નંગમીઠાં લીમડાનાં પાન
  7. 1ચમચો તેલ
  8. 1 ચમચીશીંગદાણા શેેેકીને ક્રશ કરેલ
  9. 1 ચમચીસૂકા કોપરાનું જીણુ છીણ
  10. 1/2 ચમચી રાઈ
  11. 1/2 ચમચી હળદર
  12. 0l ચમચી હિંગ
  13. મીઠું સ્વાદ મુજબ
  14. 1 ચમચીબેસન સેવ
  15. 1 ચમચીદાડમના દાણા
  16. 1/4 ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમપૌવા સાફ કરી પાણીથી ધોઈ નીતલવા મૂકો.ગેસ ઓન કરી કડાઈમાં તેલ મુકો.તેલ ગરમ થાય.પછી તેલમાં રાઈ ઉમેરો,રાઈ તતડે એટલે જીરું અને ચપટી હિંગ ઉમેરો.લીલા મરચાં,લીમડો ઉમેરો. સમારેલ બટાકુ ઉમેરો અને સાંતળો.પછી ટમેટાનો રસ ઉમેરો.હલાવો.પૌઆ ઉમેરી દો.સાથે શીંગનો ભૂક્કો અને ટોપરાનુ છીણ ઉમેરી તેમાં મીઠું,હળદર,ખાંડ ઉમેરી મિક્ષ કરી લો.(વધુ તીખાશ માટે વધુ મરચાં /લાલ મરચું પાઉડર ઉમેરી શકાય.)

  2. 2

    ગેસ બંધ કરી કોથમીર મિક્ષ કરી લો (મેં અહીં કોથમીર અવેલેબલ નહીં હોવાથી ઉમેરેલ નથી).સર્વિંગ પ્લેટમાં લઈ અને તેના ઉપર દાડમ,સેવથી ગાર્નિશ કરી ગરમાગરમ પીરસો.

  3. 3

    આ રીતે તૈયાર થયેલ પૌઆ ખૂબ જ ટેસ્ટી અને મધ્યપ્રદેશમાં ઇન્દોર, ઉજ્જૈન વગેરે સ્થળોએ ખૂબ જ પ્રખ્યાત છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes