મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#FFC6
#WEEK6

મકાઈના રોટલા મુખ્યત્વે રાજસ્થાન,મહારાષ્ટ્ર અને પંજાબમાં ખવાય છે.ત્યાં મકાઈનુ ઉત્પાદન વધુ થાય છે.મકાઈ પચવામાં ભારે હોવાથી ગુજરાતમાં ઓછી ખવાય છે.પરંતું થોડા સમયથી મકાઈની વિવિધ વાનગીઓનો વપરાશ જેવી કે સૂપ ચેવડો ઢોકળા,સબ્જી વગેરે સ્વરૂપે વધ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીમકાઈ નો લોટ
  2. 1 ચમચીચણાનો લોટ બાઈન્ડીગ માટે
  3. ચપટીમીઠું
  4. જરૂર મુજબ ઘી
  5. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લોટ ચાળી લ્યો (ફક્ત મકાઈના રોટલા બનાવવા જતાં તે તરડાઈ (ફાટી) જાય તેથી ચણાનો લોટ ઉમેરવાથી રોટલો તુટસે નહીં,બાઈન્ડીંગ આવશે અને સોફ્ટ રહેશે,) તેમાં મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધો.

  2. 2

    લોટને પાણીવાળો હાથ કરી ખૂબ મસળો.લુઓ લઇ પાટલી પર રોટલો ઘડવો ત્યારબાદ તાવડી તપાવી તેમાં બન્ને બાજુ શેકી લેવો.રોટલામાં ઘી લગાવી દો.

  3. 3

    સર્વિંગ પ્લેટમાં લઈ કોઈપણ સબ્જી, કે દહીં અથવા સૂપ સાથે સર્વ કરો.ડુંગળી સમારીને તળી તેમાં ફક્ત મીઠું ઉમેરીને મકાઈના રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.મેં અહીં ટોમેટો સૂપ સાથે સર્વ કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

ટિપ્પણીઓ

Similar Recipes