ઘઉં ની સેવ બીરંજ (Wheat Sev Biranj Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#HR
#Holi recipe challenge
#cookpad Gujarati

ઘઉં ની સેવ બીરંજ (Wheat Sev Biranj Recipe In Gujarati)

#HR
#Holi recipe challenge
#cookpad Gujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
ચાર વ્યક્તિ
  1. 200 ગ્રામઘઉં ની સેવ
  2. 50 ગ્રામઘી
  3. 2 ગ્લાસપાણી
  4. ચપટીજાયફળ પાઉડર
  5. 1/2 ચમચી ઇલાયચી પાઉડર
  6. 1 ચમચીબદામ પિસ્તા કાજુ ની કતરણ
  7. 1 ચમચીદ્રાક્ષ
  8. 1 ચમચીખસખસ
  9. 1 ચમચીચારોળી
  10. 150 ગ્રામખાંડ

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંની સેવ નાના ટુકડા કરી દો.પછી નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં ઘઉં ની સેવ નાખી ધીમા તાપે પાંચથી સાત મિનિટ સુધી બદામી કલરની શેકી લો. હવે તેમાં ગરમ પાણી રેડો. પછી તેને હલાવી પાણી બળી જાય એટલે તેમાં ખાંડ દ્રાક્ષ નાખી હલાવો.

  2. 2

    હવે તેને ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવો.પછી તેમાં ઈલાયચી પાઉડર, જાયફળ પાઉડર,નાખી હલાવી લો. થાળીને ઘી લગાવી તેના ઉપર સેવ સ્પ્રેડ કરી દો.હવે થોડું ઠંડુ પડે એટલે તેના ચપ્પા વડે કાપા પાડો. પછી કાજુ બદામ પિસ્તાની કતરણ ખસખસ અને ચારોળી મૂકી ડેકોરેટ કરો.

  3. 3

    હવે રેડી છે ડીલીસીયસ ઘઉં ની સેવ. હવે તેને Saving પ્લેટ મા લઈ ઉપરથી કાજુ, બદામ, પિસ્તાની કતરણ, ખસખસ, અને ચારોળી મૂકી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes