ઘઉં ની સેવ (Wheat Flour Sev Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ ઘઉંની સેવ
  2. ૫૦ ગ્રામ ઘી
  3. ૧૫૦ ગ્રામ ખાંડ
  4. ૨ કપપાણી
  5. ૧/૨ ટીસ્પૂનછીણેલું જાયફળ
  6. ૧/૨ ટીસ્પૂનઈલાયચી પાઉડર
  7. ૧ ટીસ્પૂનપીસ્તા, કાજુ નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક નોનસ્ટીક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં આ સેવ નાખી અને ધીમા તાપે પાંચથી સાત મિનિટ સુધી બ્રાઉન કલરની શેકી લો. હવે તેમાં ગરમ પાણી નાખો અને પાણી બળી ન જાય ત્યાં સુધી તેને હલાવવું. હવે બધું જ પાણી બળી જાય એટલે તેમાં ખાંડ એડ કરીને મીક્સ કરો.

  2. 2

    હવે ત્યાં સુધી ધીમા તાપે શેકો જ્યાં સુધી ઘી ના છુટું પડે.હવે તેમાં જાયફળ, ઈલાયચી પાઉડર એડ કરો.એક થાળીમાં ઘી લગાવી તેની ઉપર સેવ સ્પ્રેડ કરી દો.તેની ઉપર પીસ્તા કાજુની કતરણથી ગાર્નિશ કરો.તૈયાર છે ડેલિસિયસ સેવ!!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes