ટીંડોળા બટાકા નું શાક (Tindora Aloo Sabji Recipe In Gujarati)

#SSM
#Summer_Special
#Cookpadgujarati
આજ કાલ બજારમાં ટિંડોળા સારા મળતા હોય છે ને બજારમાં બીજા શાકભાજી ઓછા મળતા હોય છે તો નાના મોટા બધાને ભાવે એવું ઘરે સિમ્પલ ઘરના રેગ્યુલર મસાલાથી તૈયાર થતું આ ટીંડોળા બટાકા નું શાક ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. આ શાક ને અલગ અલગ પ્રાંત માં અલગ અલગ ભાષા માં જેમ કે કુંદરુ આલુ સબ્જી, કોવક્કાઈ, ડોન્ડાકાયા, ટેન્ડલી અને ટોંડી પણ બોલવામાં આવે છે. આ શાક ને ગરમાગરમ રોટલી અને દાળ ભાત સાથે સર્વ કરવામાં આવે છે. આ શાક બાળકો ને સ્કૂલ માટે લંચ બોક્ષ માં ભરીને પણ આપી શકાય છે.
ટીંડોળા બટાકા નું શાક (Tindora Aloo Sabji Recipe In Gujarati)
#SSM
#Summer_Special
#Cookpadgujarati
આજ કાલ બજારમાં ટિંડોળા સારા મળતા હોય છે ને બજારમાં બીજા શાકભાજી ઓછા મળતા હોય છે તો નાના મોટા બધાને ભાવે એવું ઘરે સિમ્પલ ઘરના રેગ્યુલર મસાલાથી તૈયાર થતું આ ટીંડોળા બટાકા નું શાક ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. આ શાક ને અલગ અલગ પ્રાંત માં અલગ અલગ ભાષા માં જેમ કે કુંદરુ આલુ સબ્જી, કોવક્કાઈ, ડોન્ડાકાયા, ટેન્ડલી અને ટોંડી પણ બોલવામાં આવે છે. આ શાક ને ગરમાગરમ રોટલી અને દાળ ભાત સાથે સર્વ કરવામાં આવે છે. આ શાક બાળકો ને સ્કૂલ માટે લંચ બોક્ષ માં ભરીને પણ આપી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટિંડોળા ને પાણી થી બરાબર ધોઇ લેવા. ત્યાર બાદ એની બંને બાજુ કટ કરી લાંબા ઊભા બે ભાગ કરો ને એ બે ભાગ માંથી બીજા બે બે ભાગમાં કાપી લાંબા ઊભા કાપી ને કટકા કરી લો. અને બટાકા ને પણ ધોઇ ને સાફ કરી છોલી લો ને એના પણ ઊભા લાંબા આંગળી સાઇઝ ના કટકા કરી પાણીમાં નાખી ને તૈયાર કરી લો.
- 2
હવે એક પેન મા તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું અને હિંગ ઉમેરી સોતે કરી તેમાં આદુ - લસણ - લીલા મરચાં ની પેસ્ટ ઉમેરી સાંતળી લો. ત્યારબાદ આમાં ડુંગળી ની સ્લાઈસ ઉમેરી 1 મિનિટ માટે સોટે કરી લો.
- 3
હવે આમાં હળદર પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ આમાં સમારેલા બટાકા અને સમારેલા ટીંડોળા ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ ની હાઈ આંચ પર 5 મિનિટ માટે સતત ચમચાથી હલાવતાં જઈ ફ્રાય કરી લો.
- 4
હવે આમાં મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી ઢાંકણ ઢાંકી ગેસની ધીમી આંચ પર 7 થી 8 મિનિટ માટે વચ્ચે વચ્ચે હલાવતા જઈ કૂક કરી લો.
- 5
ત્યારબાદ આમાં લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર અને આમચૂર પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી પેન ખુલ્લું રાખી 2 મિનિટ માટે કૂક કરી લો. હવે ટીંડોળા અને બટાકા સોફ્ટ થઈ ચઢી ગયા છે. તે પછી આમાં ગરમ મસાલો અને જીની સમારેલી લીલી કોથમીર ના પાન ઉમેરી બરાબર મિક્સ કરી ગેસની આંચ બંધ કરી લો.
- 6
હવે આપણું એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવું ટીંડોળા બટાકા નું શાક સર્વ કરવા માટે તૈયાર છે. આ શાક ને રોટલી કે ફુલકા સાથે સર્વ કરો.
- 7
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ મેથી સબ્જી (Aloo Methi Sabji Recipe In Gujarati)
#BR#Cookpadgujarati શિયાળા માં લીલી મેથી ભરપૂર પ્રમાણ માં મળે છે. મેથી માંથી અલગ અલગ પ્રકારની વાનગીઓ તો આપણે બનાવતા હોઈએ છે. શાકમાં આલુ અને મેથીનું મિશ્રણ મોઢામાં પાણી આવી જાય તેવું મિશ્રણ છે જેમાં બટાકા અને મેથીનાં અલગ અલગ સ્વાદ એકબીજા સાથે મળીને શાકને સ્વાદિષ્ટ તો બનાવે જ છે સાથે સાથે મસાલાથી તેમાં વધારે સ્વાદ આવે છે. આ આલુ મેથીની સરળ રેસીપીમાં બટાકા અને તાજી મેથીને ભારતીય મસાલા સાથે મિક્ષ કરીને આલુ મેથીનું સૂકું શાક બનાવવામાં આવ્યું છે. આ આલુ મેથી ની સબ્જી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે. Daxa Parmar -
ટીંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
ઉનાળામાં અમુક જ શાક મળતા હોય છે અને એમાંથી પણ કોઈક જ શાક બધાને ભાવતા હોય . આ ટીંડોળા નું શાક લગભગ બધાના ઘરમાં બનતું જશે અને ભાવતું પણ હશે. Deepti Pandya -
ભીંડા બટાકાનું શાક (Bhindi Aloo Sabji Recipe in Gujarati)
#SVC#Summer_special#Cookpadgujarati#CookpadIndia ભારતીય રસોઈમાં બટાકા અને ભીંડા એવા બે શાકભાજી છે જેમનાંથી સ્વાદિષ્ટ અને વિવિધ પ્રકારનાં વ્યંજન બનાવવામાં આવે છે. આવી જ એક સરળ અને બનાવવામાં સહેલી રેસિપી છે. જે થોડી તીખી અને પૌષ્ટિક શેલો ફ્રાઇડ ભીંડી આલુ છે. જેમાં આ બન્ને શાક્ભાજીનો ઉપયોગ થાય છે. આ ભારતીય શાક લંચ અથવા ડીનરમાં પીરસવાં માટે એકદમ ઉચિત છે અને સ્પેશિયલ શાકનાં મસાલા અને શેલો ફ્રાઇડ ભીંડા અને બટાકાની સ્લાઇસના લીધે તેને ડ્રાય કે સેમી ગ્રેવીવાળું બનાવી શકાય છે. જો તમે પણ આ રીતથી ભીંડા બટાકાનું શાક બનાવશો તો ભીંડા ચીકણા નહિ થાય. આ શાક ને રોટલી, પરાઠા કે પૂરી સાથે અથવા દાળ ભાત ની સાથે સાઈડ ડીશ તરીકે પણ સર્વ કરી સકાય છે. Daxa Parmar -
તુરીયા અને મગ ની દાળનું શાક (Turai And Moong Dal Sabji)
#SSM#Summer_Special#Cookpadgujarati તમારા ઘર માં પણ કોઈ ને કોઈ તો હશે જ જેને તૂરિયા ન ભાવતા હોય . મારા ઘર માં પણ છે જેમને આ શાક જરા પણ પસંદ નથી. પણ, તો પણ આ શાક ખૂબ જ મોજ થી ખાય. જો એકલા તુરીયા નું શાક બનાવીએ તો ઘરમાં કોઈ જ ના ખાય. પરંતુ તૂરિયા ની સાથે મગ ની દાળ ઉમેરી જો શાક બનાવીએ તો ઘર ના બધા જ સભ્યો હોંશે હોંશે ખાય લેશે. આ શાક એક ખૂબ જ સરસ સ્વાદ આપે છે. મેં આ શાક માં કોઈ ખાસ મસાલા વાપરયા નથી પરંતુ આપ ચાહો તો કોઈ વેરીએશન કરી શકો છો. જો કે આ શાક એક સરળ શાક છે, જેને કોઈ extra મસાલા ની જરૂર જ નથી. Daxa Parmar -
કારેલા ડુંગળી નું શાક (Bittergourd Onion Sabji Recipe In Gujarati)
#MFF#Monsoon_Special#cookoadgujarati કારેલા ડુંગળી ની સબજી એ ઉત્તર ભારતમાં દરેક ઘરના મેનુનો ભાગ છે. કારેલા ડુંગળી ની સબજી એ કડવી કારેલા સાથે મીઠી ડુંગળીનું ખાસ મિશ્રણ છે. કરેલામાં ઘણા બધા સારા પોષક તત્વો રહેલા હોવાથી ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે પણ કારેલા કડવા લાગતા હોય એટલે ભાગ્યેજ કોઈ ને ભાવતા હોય પરંતુ આજ આપણે કારેલાની કડવાશ થોડી ઓછી થઈ જાય ને નાના મોટા ને ભાવે એવી રીતે કારેલા નુ શાક બનાવીશું. આ કરેલા ડુંગળી ની સબ્જી રેસીપી અનુસરવા માટે સરળ છે અને તેને તૈયાર કરી અને પછીના ઉપયોગ માટે ફ્રીજમાં રાખી શકાય છે કારણ કે તેમાં પાણીનો ઉપયોગ થતો નથી. કોઈપણ સાથે સાઇડ ડિશ તરીકે ગરમ કે ઠંડુ સર્વ કરો. તે લંચ બોક્સ પેક અને ટિફિન માટે અને કાર / ટ્રેનની મુસાફરી માટે પણ આદર્શ છે. Daxa Parmar -
ટીંડોળા બટાકા નુ શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#EB#Week1 ટીંડોળા નુ શાક વિવિધ પ્રકારે બનાવવા માં આવે છે. મેં અહિ ટીંડોળા અને બટાકા ને બાફી ને શાક બનાવ્યું છે. મે અહિયા ખાશ પ્રકાર નો મસાલો બનાવ્યો છે. ગરમી ની મોસમ મા ટીંડોળા સારા મળે છે. ચાલો તો ટીંડોળા-બટાકા નુ શાક બનાવા ની રીત જાણીયે. Helly shah -
ટીંડોળા નું શાક (Tindora Sabji Recipe In Gujarati)
#svc#cookpad_gujઆપણે ભલે નવી નવી વાનગી બનાવીએ, ખાઈએ અને ખવડાવીએ પરંતુ આપણું રોજીંદુ ભોજન તો રોટલી, શાક, દાળ ભાત જ હોય છે. અને તેમાં બનતા શાક ને આપણે મૂળભૂત મસાલા ના ઉપયોગ થી જ બનાવીએ છીએ.ટીંડોળા કે ગિલોડા જે હિન્દી ભાષા માં કુંદરૂ કે તેંડલી થી ઓળખાય છે તેનો ઉપયોગ શાક બનાવા માં જ થતો હોય છે.આજે હું રોજિંદા મસાલા સાથે ,મારા ઘરે બનતા ટીંડોળા ના શાક ની રેસીપી શેર કરું છું. Deepa Rupani -
મકાઈ નું શાક (Corn Sabji Recipe In Gujarati)
#MFF#Monsoon_Special#cookoadgujarati હંમેશા જમવાનું બનાવતી વખતે કયું શાક બનાવવું તે પ્રશ્ન થતો હોય છે અને ઘણીવાર તો તેના કારણે ઘરમાં મીઠો ઝઘડો પણ થઈ જતો હોય છે. સાચુ ને ?? આજે શીખી લો એકદમ ટેસ્ટી અને સરળ રીતે તૈયાર થતું મકાઈનું શાક. જે મકાઈના ડોડા ના ટુકડા થી બનાવવામા આવ્યુ છે. જે તમે સરળ રીતે ઘરની જ સામગ્રી માંથી સરળ રીતે આ શાક બનાવી શકો છો... Daxa Parmar -
આલુ ગોભી ડ્રાય સબ્જી (Aloo Gobhi Dry Sabji Recipe In Gujarati)
#WLD#MBR5#Week5#Punjabi_Style#Cookpadgujarati પંજાબી આલુ ગોભી એ ડ્રાય ઇન્ડીયન સબ્જી છે જે પંજાબની છે, પરંતુ ભારતના ઘણા ભાગોમાં આ સબ્જી વ્યાપકપણે ખાવામાં આવે છે. આલૂ ગોભી એક ઝડપી અને સરળ રેસીપી છે. આલૂ ગોભી કી સબઝી બનાવવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે અને તેને દરેક ભારતીય ઘરમાં ઉપલબ્ધ ઘટકોનો ઉપયોગ કરીને બનાવી છે. આલુ ગોભી રોટલી, પરાઠા અને નાન જેવી ભારતીય બ્રેડ સાથે સારી રીતે જાય છે. કારણ કે તે ડ્રાય સબ્જી છે, તમે તેને તમારા બાળકોના ટિફિન માટે પણ પેક કરી શકો છો કારણ કે તે બનાવવામાં સરળ અને ઝડપી છે. Daxa Parmar -
ભરેલાં રીંગણનું શાક (Stuffed Brinjal Sabji Recipe In Gujarati)
#CB8#week8#cookpadgujarati#કાઠીયાવાડી_સ્ટાઈલ કાઠિયાવાડી શાક બહુ જ પ્રખ્યાત હોય છે અને ખાવા માં પણ બહુ જ સ્વાદિષ્ટ હોય છે. અહીંયા હું એક એવા જ પ્રખ્યાત કાઠિયાવાડી શાક ની રેસીપી બતાવી રહી છું એ છે ભરેલા રીંગણાં નું શાક. આ શાક ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ હોય છે. જેને રીંગણાં નું શાક ના ભાવતું હોય એ લોકો પણ આ શાક ખાય છે. આમ તો ઘણી બધી જગ્યા એ ભરેલા રીંગણાં નું શાક બને છે પણ બધા ની બનાવવાની રીત અલગ અલગ હોય છે. બધી જ જગ્યા ના ભરેલા ના રીંગણાં ના શાક કરતા કાઠિયાવાડી ભરેલા રીંગણાં નું શાક વધારે સ્વાદિષ્ટ હોય છે. નાના બાળકો પણ આ શાક ઉત્સાહ થી ખાય છે. વળી શિયાળા માં તો આ ભરેલા રીંગણાં નું શાક અને બાજરી નો રોટલો ખાવાની બહુ જ મજા આવે છે. Daxa Parmar -
દહીં ભીંડી મસાલા (Dahi Bhindi Masala Recipe In Gujarati)
#SSM#Summer_Special#Cookpadgujarati દહીં ભીંડી મસાલા એ એક સ્વાદિષ્ટ વાનગી છે જેમાં ભીંડાને સંપૂર્ણપણે રાંધવામાં આવે ત્યાં સુધી તેને ફ્રાય કરવામાં આવે છે અને પછી તેને ટેન્ગી ટામેટાં-દહીંની ગ્રેવીમાં ઉમેરવામાં આવે છે. મારા કુટુંબના મેનુમાં આ એક વિશેષ વાનગી છે કારણ કે તે મારા બાળકો ની અતિ પ્રિય શાક છે..જેને તમે દહીં વાળા ભીંડા કે રસા વાળા ભીંડા પણ કહી શકો છો જે બનાવવા ખૂબ સરળ છે ને ઘર માં રહેલ સામગ્રી માંથી તૈયાર થઈ જાય છે. Daxa Parmar -
કોદરીની મસાલા ખીચડી (Kodo Millet Masala Khichdi Recipe In Gujarati)
#ML#Summer_Millet#Cookpadgujarati સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીને ડોક્ટર ચોખાના બદલે કોદરી ખાવાની સલાહ આપતા હોય છે. કારણ કે, તેમાં એન્ટિ ડાયાબેટિક અને એન્ટિ રૂમેટિક પ્રોપર્ટી હોય છે. કોદરી એક ભારતનું પ્રાચીન અનાજ છે જેને ઋષિ અનાજ માનવામાં આવે છે. કોદરીને ડાયાબીટીસનો રામબાણ ઈલાજ માનવામાં આવે છે. આ ધાન્ય પચવામાં હલકું અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. કોદરી દેખાવમાં મોરૈયા જેવી જ હોય છે. તેમ છતાં તે સ્વાદ અને પૌષ્ટિક્તામાં ઘણી આગળ છે. તેમાં ચોખા કરતા પણ કેલ્શિયમ 12 ગણા વધારે હોય છે. શરીરમાં આયર્નની ઉણપને તે પૂરું કરે છે. તેના ઉપયોગથી તે ઘણા પૌષ્ટિક તત્વોની પૂર્તિ કરે છે. કોદરીમાંથી સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે. પછી તે ભલે ઉચ્ચ ગુણવત્તાવાળું ના હોય. પરંતુ તેમાં દહીં ઉમેરવાથી ગેરહાજર એવા આવશ્યક એમિનો એસિડ આવી જતા તેનું પ્રોટીન સંપૂર્ણ બને છે. આ સિવાય તેમાંથી સારા એવા પ્રમાણમાં આયર્ન, મેગ્નેશ્યિમ, ફાસ્ફોરસ અને ઝીંક પણ મળી રહે છે. બસ તો આ હેલ્ધી અને સ્વાદિષ્ટ ધાન્યની આ ચટાકેદાર મસાલા ખીચડી ની રેસીપી તમારા ઘરે બનાવી તેનો આસ્વાદ માણો. Daxa Parmar -
કાઠીયાવાડી લીલી ચોળી બટાકાનું શાક (Kathiyavadi Green Long Beans
#TT1#Kathiyavadistyle#cookpadgujarati આ લીલી ચોળી બટાકા નું શાક એ આપણે રોજબરોજ ના શાક માં બનાવતા જ હોઈએ છીએ..પરંતુ આજે આ શાક મેં થોડી અલગ રીત થી કાઠીયાવાડી સ્ટાઈલ માં એકદમ મસાલેદાર ને ચટાકેદાર શાક બનાવ્યું છે. જે સરળતા થી અને ઝટપટ કૂકરમાં બની જાય છે...જે સ્વાદ માં એકદમ સ્વાદિસ્ટ ને ચટાકેદાર બન્યું છે અને શાક ને જોતા જ ખાવાનું મન થાય એવું બન્યું છે... તમે પણ મારી આ રેસિપી એકવાર જરૂર થી ટ્રાય કરી થોડો સ્વાદ માં ચેન્જ લાવી શકો છો. Daxa Parmar -
-
ટીંડોળા બટાકા નું શાક
નોનસ્ટિક પેનમાં બનાવેલું આ કોરું શાક રોટલી સાથેખાવાની બહુ મજા આવે.સાથે દાળ ભાત હોય તો જલસો પડી જાય.. Sangita Vyas -
ટીંડોળા ની કાચરી (Tindora Kachri Recipe In Gujarati)
#EBઉનાળામાં જયારે ટીંડોળા આવે ત્યારે તેમાથી અલગ અલગ શાક બનાવતા હોય છે. અમારા ઘરે ટીંડોળા ની કાચરી બનાવમાં આવે છે. જે પરાઠા રોટલી સાથે ખાવાની મજા આવે છે. Archana Parmar -
ટીંડોળા નું તળેલું શાક (Tindola Fry Shak Recipe in Gujarati)
ટિંડોળાનું આ શાક આપણ ને લગ્ન પ્રસંગ માં જોવા મળે.આજે મેં ઘરે ટીંડોળા નું તળેલું શાક બનાવ્યું છે. Hetal Shah -
શક્કરીયા બટેટાનું ફરાળી શાક (Sweet Potato & Potato Falhari Sabji
#Shivratri_Special#shiv#cookpadgujarati શક્કરિયા એ વિટામિનથી ભરપૂર કંદ છે. શક્કરિયા વિટામિન B6, વિટામિન C, D, આયર્ન મેગ્નેશિયમ અને ભરપૂર ફાઇબરનો સારો સ્ત્રોત છે. તો તમારા માટે આ સબઝી તૈયાર કરવાનું બીજું કારણ. તે બનાવવા માટે ઝડપી અને સરળ છે. Daxa Parmar -
ટીંડોળા મસાલા કરી(tindora masala curry recipe in Gujarati)
#EBટીંડોળા એ એક ઈમ્યુનીટી વધૅક શાક છે ,જેમાં ભરપૂર વિટામીન C , એન્ટિઓક્સીડેન્સ,અને ફાઇબર હોય છે જે પેટ ને લગતી સમસ્યા,એસીડીટી,માં રાહત આપે છે અને ઈમ્યુનીટિ વધારવા માં મદદ કરે છે પણ છતાં ધણા લોકો ને આ શાક ભાવતુ નથી પરંતુ જો અહીં ટીંડોળા મસાલા કરી ની રેસીપી આપેલી છે તે રીતે જો ટિંડોળા નુ શાક બનાવશો તો કોઈ કયારેય આ શાક માટે ના નહીં પાડે , બધા જ મોજ થી ખાશે .. sonal hitesh panchal -
મહારાટ્રીયન કાંદા પોહા (Maharashtrian Kanda Poha Recipe in Guja
#MAR#મહારાષ્ટ્રીયન_રેસીપી#cookpadgujarati કાંદા પોહા, જેને મહારાષ્ટ્રમાં "કાંદે પોહે" તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક નાસ્તાની વાનગી છે જે ભારતના પશ્ચિમી રાજ્યોમાંથી ઉદભવેલી છે, પરંતુ હવે તે સમગ્ર દેશમાં એકદમ લોકપ્રિય છે. કાંદા પોહા એ મોઢામાં પાણી લાવે છે અને પેટ ભરે છે તે નાસ્તો છે જે મહારાષ્ટ્રીયન ભોજનમાંથી મેળવવામાં આવે છે જે જાડા પૌંઆ માંથી બનાવવામાં આવે છે. તે માત્ર મહારાષ્ટ્રમાં જ પ્રખ્યાત નથી પરંતુ હવે આખા ભારતમાં પ્રખ્યાત છે અને તે "મુંબઈની લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ્સ" પણ છે. મહારાષ્ટ્રીયન શૈલીના કાંદા પોહા ખરેખર ઝડપી અને બનાવવા માટે સરળ છે. તેને બનાવવામાં વપરાતી સામગ્રી દરેક ભારતીય ઘરગથ્થુ કિચનમાં સરળતાથી ઉપલબ્ધ છે. દરેક ભારતીય ઘરની તેને તૈયાર કરવાની પોતાની રીત અલગ અલગ હોય છે. Daxa Parmar -
ખાટું-મીઠું ટીંડોળા નું શાક
#SSM#ખાટું-મીઠુંટીંડોળાનુંશાકરેસીપી#સુપરસમરમિલ્સરેસીપી#cookpadGujarati#cookpadindia આજે ટીંડોળા નું ખાટું-મીઠું શાક બનાવ્યું...ઉતર ભારતીય ટચ આપી ને ગુજરાતી ટીંડોળા નું શાક...ખૂબ સરસ બન્યું...ટૂંક માં કંઈક અલગ રીતે કરેલ પ્રયાસ સફળ થયો. Krishna Dholakia -
ટીંડોળા ની મસાલેદાર સબ્જી (Tindora Spicy Sabji Recipe In Gujarati)
#SVCટીંડોળા ઉનાળાની ઋતુમાં થતા હોવાથી તે ઉનાળા નું શાક કહેવાય છે તે વેલામાં થાય છે.ટીંડોળા ના શાક નું સેવન ઉનાળામાં જરૂર કરવુ જોઈએ કેમકે તેને ખાવાથી જે આરોગ્ય લાભ થાય છે તે અન્ય શાકભાજી કરતા વધારે છે. સ્વાદની સાથે, તે વિટામિન અને ખનિજોનો સારો સ્રોત પણ છે. Ankita Tank Parmar -
ભરેલા ભીંડાની કઢી (Stuffed Bhinda Kadhi Recipe In Gujarati)
#EB#Week1 આપણા ગુજરાતી ઘર માં રોજ અલગ અલગ શાક બનતા હોય છે...અને આ અલગ અલગ શાક ને પણ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે...તો ભીંડા પણ એમાંથી એક એવું શાક છે . જે દરેક ના ઘરમાં અલગ અલગ સ્વાદ અને રીત મુજબ બનાવવામાં આવે છે ..જેમ કે પંજાબી રીતે , સૂકા બનાવીને , ક્રિસ્પી રીતે અને મસાલા ભરીને બનાવે છે. અહી મે ભીંડા ને મસાલા ભરી ને તેની કઢી બનાવીને એકદમ સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. આ કઢી ને ખીચડી સાથે ખાવાની મજા આવે છે. Daxa Parmar -
આલુ મટર ગ્રિલ્ડ સેન્ડવીચ (Aloo Matar Grilled Sandwich Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati સેન્ડવીચ ઘણા બધા અલગ અલગ સામગ્રી થી અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. મેં આજે આલુ મટર ગ્રિલ્લડ સેન્ડવીચ બનાવી છે. આલુ મટર ગ્રિલ્લડ સેન્ડવીચનો સ્વાદ લગભગ બધાને પસંદ આવે તેવો બને છે. લીલા વટાણા અને બટાકા નો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ ગ્રિલ્લડ અને નોન ગ્રિલ્લડ એમ બંને રીતે બનાવી શકાય છે. મેં આજે આ સેન્ડવીચ ને ગ્રીલ કરીને બનાવી છે. આલૂ મટર સેન્ડવિચ એ એક લોકપ્રિય નાસ્તાની રેસીપી છે જે તમારા બાળકોને સરળતાથી આનંદિત કરી શકે છે. તમારા ભંડારમાં આ સેન્ડવીચ રેસીપી રાખવાથી ઘણો ફાયદો થશે, ખાસ કરીને જ્યારે તમારા બાળકની સાંજની ભૂખ પૂરી કરવાની વાત આવે છે. Daxa Parmar -
ગલકા સેવ નું શાક (Sponge Gourd Sev Sabji Recipe In Gujarati)
#EB#week5#cookpad_guj ગલકા નું શાક તો બધા ઘરે બનાવતા જ હશો. પણ દર વખત એક ના એક જેવું ગલકા નું શાક બનાવવા કરતા કંઈક અલગ રીતે ગલકા નું શાક બનાવીએ તો ખાવાની મજા આવી જાય. એટલે જ હું અહીંયા કાઠિયાવાડી ગલકા સેવ નું શાક બનાવવાની રીત બતાવી રહી છું. આ ગલકા નું શાક બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જમવાની પણ બહુ મજા આવે છે. તો જરૂર થી બનાવજો આ કાઠિયાવાડી ગલકા સેવ નું શાક. Daxa Parmar -
પનીર મસાલા હોટ ડોગ (Paneer Masala Hot Dog Recipe In Gujarati)
#PC#JSR#cookoadgujarati#Cookpadindia ફાસ્ટ ફૂડ ડીશમાં સમજાવી ન શકાય તેવું આકર્ષણ છે, પરંતુ ઘણીવાર તે સંપૂર્ણ રીતે ઉપયોગી નથી, અને ક્યારેક તો શરીર માટે, પણ હાનિકારક હોય છે. પરંતુ તે સરળતાથી ઘરે રાંધવામાં આવે છે, અને પછી શરીરને નુકસાન થવાનું જોખમ ઓછું કરવામાં આવે છે.અને પાછું બાળકો નું ખુબ ભાવે એવું બનાવીશું. આજે હું તમને જણાવિશ કે કેવી રીતે પનીર મસાલા હોટ ડોગ તૈયાર કરવું. હોટ ડોગ ઘણી બધી જાતના બને છે. અલગ અલગ જાતના ફીલિંગ વડે અલગ અલગ જાતના હોટ ડોગ બનાવી શકાય છે. મેં આજે પનીર નો ઉપયોગ કરીને પનીર વાળું ફીલિંગ તૈયાર કરી પનીર મસાલા હોટ ડોગ બનાવ્યા છે. આ હોટ ડોગ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે. Daxa Parmar -
ખડા પાઉં ભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#SSR#30mins#CJM#week3#Mumbai_Streetstyle#cookpadgujarati પાઉંભાજી નામની વાનગી થી આપણે બધા ખુબ પરિચિત છીએ. લગભગ બધા લોકોના ઘરમાં પાઉંભાજી તો બનતી જ હોય છે. પાઉંભાજી પણ ઘણા બધા અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. ખડા પાઉં ભાજી એ પરંપરાગત અને લોકપ્રિય મુંબઈ પાઉં ભાજીનો એક સ્વાદિષ્ટ પ્રકાર છે. જ્યાં શાકભાજીને છૂંદેલા નથી પણ ટુકડા તરીકે આખા રાખવામાં આવે છે. આ વેરિઅન્ટ મુંબઈમાં સ્ટ્રીટ ફૂડની ગાડીઓ તેમજ કેટલીક રેસ્ટોરન્ટ્સમાં પણ પીરસવામાં આવે છે. ભરપૂર અને સંતોષકારક ભોજન માટે સોફ્ટ પાઉં અથવા થોડી નરમ રોટલી સાથે સર્વ કરો. Daxa Parmar -
ટીંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
બેતાબ દિલકી તમન્ના યહી હૈ......તુમ્હે ચાહેંગે.... તુમ્હે પૂજેંગે... તુમ્હે અપના ખુદા બનાયેંગે.....આટલા સરસ ગીત ની પથારી ફેરવવાનું મને નથી થતુંહા...... તો આજે હું મસ્ત મઝાનું ટીંડોળા નું શાક લઇને આવી છું.... Ketki Dave -
આલુ પાલક (Aloo Palak Recipe in Gujarati)
#FFC2#week2#Punjabi_style#cookpadgujarati આલુ પાલક, એક સ્વાદિષ્ટ ક્લાસિક ભારતીય શાક છે જે બનાવવામાં એકદમ સહેલું છે. આ રેસીપીમાં પાલક અને ડુંગળીને કડાઈમાં સાંતળીને પહેલાં તેની પ્યુરી બનવાત્ત કરો આવી છે અને પછી તેમાં બાફેલાં બટાકાનાં ટૂકડાંઓને પકાવવામાં આવ્યા છે. આલુ પાલકનાં ગ્રેવી વાળશાકની આ ફોટો રેસીપીનું સ્ટેપ-બાય-સ્ટેપ પાલન કરીને તેને ઘરે બનાવો. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (2)