લાપસી (Lapasi Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1& 1/4 વાટકી ઘઉંનો કકરો લોટ
  2. 3/4 વાટકીગોળ
  3. 1 વાટકીપાણી
  4. 1/2 વાટકીઘી
  5. 4-5 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઘઉંના લોટ માં 4 ચમચી તેલ ઉમેરી બરોબર મિક્સ કરી લેવું. ગોળ ને ઝીણો સમારી લેવો.

  2. 2

    હવે એક જાડા તળીયા વાળા વાસણ માં પાણી ઉમેરી ને ગરમ કરવા મૂકવું. પછી તેમાં ગોળ ઉમેરવો અને ઉકાળો. પાણી ઉકળી ને 1 વાટકી જેટલું થાય પછી તેને ગાળી લેવું. પછી તેને પાછું તે જ વાસણમાં લઈ તેમાં 1 ચમચી તેલ ઉમેરી ઘઉંનો લોટ ઉમેરી લેવો.

  3. 3

    પછી તેમાં વેલણ થી કાણાં પાડી ઢાંકણું ઢાંકી ધીમા તાપે ગેસ પર ચડવા દેવું. 5 મિનિટ પછી વેલણ થી બરોબર મિક્સ કરી લેવું અને ઢાંકણું ઢાંકી 10-15 મિનિટ ધીમા તાપે ચડવા દેવી. પછી ગેસ બંધ કરી લેવો.

  4. 4

    હવે તેમાં ગરમ ઘી ઉમેરી બરોબર મિક્સ કરી લેવું. તો તૈયાર છે લાપસી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes