મેંગો ડીલાઈટ (Mango Delight Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#KR

ઉનાળાની ઋતુમાં ગુજરાતી લગ્ન પ્રસંગમાં લિક્વિડ મીઠાઈ તરીકે ઠંડી ઠંડી મેંગો ડીલાઈટ અવશ્ય બને છે

મેંગો ડીલાઈટ (Mango Delight Recipe In Gujarati)

#KR

ઉનાળાની ઋતુમાં ગુજરાતી લગ્ન પ્રસંગમાં લિક્વિડ મીઠાઈ તરીકે ઠંડી ઠંડી મેંગો ડીલાઈટ અવશ્ય બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૫૦૦ ગ્રામ દુધ
  2. ૫૦૦ ગ્રામ કેસર કેરી
  3. ૩-૪ કપ ખાંડ
  4. ૧/૨ ટીસ્પૂનકેસર
  5. ૧૦ નંગ રસગુલ્લા
  6. ૧ કપતાજું ક્રીમ
  7. ૨ ટીસ્પૂનબદામ
  8. ૨ ટીસ્પૂનકાજુ
  9. ૧ કપઝીણાં સમારેલાં કેરી ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌથી પહેલા એક તપેલીમાં દૂધ ઊકળવા મૂકવું દૂધનો એક ઉભરો આવે ત્યાર પછી તેમાં ખાંડ નાખી સતત હલાવતા રહેવું અહીંયા મેં ફરાળમાં ખવાય એટલે કસ્ટર્ડ પાઉડર ઉમેર્યો નથી, ત્યારબાદ નેચરલ કલર આપવા માટે દૂધમાં પલાળેલું કેસર ઉમેરવું દૂધ બરાબર ઉકળી જાય એટલે ગેસ પરથી ઉતારી ઠંડુ થાય એટલે 1/2 કલાક ફ્રિજમાં રાખવું

  2. 2

    કેરીનો પલ્પ બનાવવા માટે કેરીને છોલીને ટુકડા કરી મિક્સરમાં ક્રશ કરી પલ્પબનાવી લેવું તેને પણ ફ્રિજમાં ઠંડુ કરવા મુકવું ત્યારબાદ દૂધ અને પલ્પ અને બહાર કાઢી બંને મિક્સ કરવું, મેં અહીંયા અમૂલનું તાજું ક્રીમ ઉપયોગમાં લીધું છે તેને બરાબર ફીણી ને દૂધ અને પલ્પના મિશ્રણમાં રેડવું બરાબર રીતે મિક્સ કરવું

  3. 3

    રસગુલ્લા માંથી ચાસણી નીતારીને પલ્પ માં નાખવા કાજુ બદામ ના ટુકડા કરીને તેને પણ ઉમેરવા, બધુ બરાબર મિક્સ કરીને એક કલાક ફ્રિજમાં રાખવું જેથી બરાબર ઠંડું થઈ જાય, તૈયાર થયેલ મેંગો ડીલાઈટ ને ઉપરથી કાજુ-બદામ ના ટુકડા અને એક કપ જેટલા કેરીના ટુકડા ઉમેરવા

  4. 4

    ઠંડી ઠંડી ગરમી મેંગો ડીલાઈટ ખુબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes