રબડી ઘેવર

heena
heena @cook_26584469
Vadodara, Gujrat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ ટેબલ સ્પૂનઘી
  2. ટુકડા૫-૬ બરફ નાં
  3. ૧ કપઠંડુ દૂધ
  4. ૨૦૦ ગ્રામ મેંદો
  5. ઠંડુ પાણી
  6. ૧ ટેબલ સ્પૂનબેસન
  7. ૧ ટેબલ સ્પૂનલીંબુ નો રસ
  8. ચાસણી માટે
  9. ૨૦૦ ગ્રામ ખાંડ
  10. ૧૦૦ ગ્રામ પાણી
  11. ચમચા ઘી
  12. ૩-૪ ઈલાયચી
  13. રબડી માટે
  14. ૩૦૦ ગ્રામ મોળો માવો
  15. ૧/૨ કપદૂધ
  16. ૧/૨ કપખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘી અને બરફ નાં ટુકડા નાખી મિક્સર માં મિક્ષ કરો માખણ જેવું બનશે તે બાદ તેમાં દૂધ નાખી ફરી તેને મિક્ષ કરો અને થોડું થોડું મેંદો અને ઠંડુ પાણી નાંખી મિક્ષ કરતા રહેવું બેસન નાખી ફરી મિક્ષ કરો ખીરું જો જાડું લાગે તો થોડું પાણી નાખી પાતળું કરો અને મિક્સર ચાલુ બંધ કરી ને મિક્ષ કરવું ખીરું.

  2. 2

    એક વાસણ મા ખીરું કાઢી લો તેમાં લીંબુ નાખી સરસ હલાવો. એક તપેલી મા ઘી લઈ તેને ગરમ થવા દો. ગરમ થાય એટલે એ પછી ધીમે ધીમે તેમાં ખીરું નાખો ધીમે ધીમે ખીરું ઘી મા નાખવું એક ઘેવર માટે ૮-૯ વાર ખીરું એક વખત માં થોડું થોડું કરીને નાખવું. (ખીરું એક કાણા વાડી બોટલ માં ભરી લેવું અને એક વાર ઘી મા નાખ્યા બાદ તેમાં ઉપર પરપોટા થાય એ શાંત પડે પછી બીજી વાર નાખવું એમ કરી ૮-૯ વાર નાખવું)

  3. 3

    ગેસ થોડું વધારે રાખવું અને કિનારા જોવાના ચપ્પા ની મદદ થી ઘેવર થોડું લાલ પડે એટલે તેને ઘી માંથી કાઢી લો.

  4. 4

    એક વાસણ મા ખાંડ અને પાણી નાખી એક તાર ની ચાસણી બનાવી તેમાં ઈલાયચી નાખવી. અને ઘેવર જે બનેલા છે તેને ચાસણી માં ડુબાડી લો

  5. 5

    માવો એક વાસણ મા લો અને તેમાં દૂધ નાખવું અને સરસ હલાવી લો અને ખાંડ નાખી સરસ મિક્ષ કરો. તેમાં કાજુ, બદામ, પિસ્તા નાં ટુકડા નાખી હલાવો અને ઘેવર પર લગાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes