રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

લગભગ ૧ કલાક
  1. રબડી માટે:
  2. 1 લિટરદૂધ
  3. ૩૦૦ ગ્રામ સાકર
  4. ઇલાયચી પાઉડર
  5. બદામ ની કતરણ
  6. જામૂન માટે:
  7. ગ્રામહરીયાલી માવો ૨૦૦
  8. ગ્રામસાકર ૩૦૦
  9. ૧ ચમચીમેંદો
  10. તળવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

લગભગ ૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ દૂધ ને એક કડાઈ મા લઈ ગરમ કરવા મૂકો

  2. 2

    ગરમ થાય એટલે તેમાં સાકર મેળવી લગભગ અર્ધું થાય ત્યાં સુધી મીડીયમ આંચ પર રાખો વચ્ચે બરાબર ચલાવતા રહેવું દૂધ અર્ધું થઈ જાય એટલે ગેસ પર થી ઉતારી ઇલાયચી પાઉડર મીકસ કરી લો તૈયાર થયેલ રબડી ને એકદમ ઠંડી કરી લો

  3. 3

    જામૂન માટે પહેલા એક તપેલા મા સાકર લઈ તેમાં ૧ કપ પાની નાંખી ને ગરમ કરવા મૂકો સાકર ઓગળે પછી ૨ થી ૩ મિનીટ તાપ પર રહેવા દો. સાકર નું પાણી ચીકાશ પડતું થાય એટલે ગેસ પર થી ઉતારી લો.

  4. 4

    માવા મા એક ચમચી મેંદો ઉમેરી એકદમ સરસ મસળી લો પછી એકસરખા નાના ગોળા વાળી લો.

  5. 5

    એક કડાઈ મા ઘી લઈ મીડીયમ તાપ પર ગરમ થાય એટલે માવા ના ગોળા ને તળી લો.કલર જરા લાલ થવા દેવો અને નિતારી ને ચાસણી મા નાખવા

  6. 6

    ૨ થી ૩ કલાક પછી ઉપયોગ મા લેવા

  7. 7

    સર્વ કરતી વખતે એક ગ્લાસ અથવા બાઉલ મા પહેલા ઠંડી રબડી મુકો તેના પર ગુલાબજાંબુ ને બે ભાગ કરી મુકો. તેને બદામ ની કતરણ અને ગુલાબ ની પાંદડી થી સજાવી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeta Gandhi
Neeta Gandhi @cook_24281979
પર

ટિપ્પણીઓ

Similar Recipes