મિક્સ વેજ. ખીચડી (Mix Veg. Khichdi Recipe In Gujarati)

#SD
સમર ડિનર રેસીપી
આ ખીચડી માં મનપસંદ વેજિટેબલ્સ ઉમેરી શકાય છે એટલે શાકની જરૂર નથી પડતી....દહીં, છાશ કે દૂધ સાથે લઈ શકાય છે બાળકો અને વફિલોને સુપાચ્ય છે.
મિક્સ વેજ. ખીચડી (Mix Veg. Khichdi Recipe In Gujarati)
#SD
સમર ડિનર રેસીપી
આ ખીચડી માં મનપસંદ વેજિટેબલ્સ ઉમેરી શકાય છે એટલે શાકની જરૂર નથી પડતી....દહીં, છાશ કે દૂધ સાથે લઈ શકાય છે બાળકો અને વફિલોને સુપાચ્ય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ અને ચોખાને ધોઈને અલગ અલગ પલાળવા(15 મિનિટ માટે)...એક પ્રેશર કૂકરમાં વઘારનું તેલ અથવા ઘી મૂકી રાઈ ઉમેરો...રાઈ ફૂટે એટલે જીરું તતડાવો....તજ-લવિંગ...સમારેલા શાકભાજી..આદુ મરચા ઉમેરી મસાલા કરો સંતળાય એટલે બે કપ પાણી વધારો.
- 2
હવે પલાળેલી તુવેર દાળ ઉમેરી, મીઠું ઉમેરી સ્લો ફ્લેમ પર ઉકળવા મુકો...ઉકળે પછી ચોખા ઉમેરી દાંડી સાથે સમારેલી કોથમીર અને મીઠો લીમડો ઉમેરી કુકરનું ઢાંકણ ઢાંકી દો...બે વિસલથી કુક કરો...પ્રેશર રિલીઝ થાય એટલે કુકર ખોલી એક સર્વિંગ બાઉલમાં ખીચડી કાઢી ઉપરથી ઘી ઉમેરી છાશ અથવા દહીં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રજવાડી વેજ. ખીચડી (Rajwadi Veg. Khichdi Recipe In Gujarati)
#KS7 આ ખીચડી મા વેજીટેબલ અને દહીં બંને આવી જાય છે એટલે સાથે શાક કે કઢી કોઇ ની પણ જરૂર પડતી નથી અને સ્વાદ મા પણ એટલી જ સરસ લાગે છે. Vaishali Vora -
મસાલા વેજ ખીચડી (Masala Veg Khichdi Recipe In Gujarati)
ખીચડી દરેક ઘર માં બનતી હોય છે. અને અલગ અલગ રીતે બનતી હોય છે. મે મસાલા ખીચડી બનાવી છે. જેમાં મે એવા શાક નો ઉપયોગ કર્યો છે જે શાક ઘણી વાર બાળકો ને ભાવતા નથી, પણ મસાલા વેજ ખીચડી માં એ બધાં શાક સારી રીતે મિક્સ થઈ જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. આ ખીચડી માં આપણે કોઈ પણ શાક પસંદ પ્રમાણે લઈ શકીએ .અને મે તુવેર દાળ નો ઉપયોગ કર્યો છે, પણ મગ ની દાળ, મોગર દાળ વગેરે કોઈ પણ દાળ લઈ શકાય....#WKR#ખીચડી Rashmi Pomal -
મિક્સ વેજ પંચરત્ન ખીચડી (Mix Veg Panchratna Khichdi Recipe In Gujarati)
#WKR#ખીચડી રેસિપી ચેલેન્જ આપણા કાઠિયાવાડ માં ખીચડી એ લગભગ બધા નાં ઘર માં બનતી પરંપરાગત વાનગી છે..ખીચડી સુપાચ્ય હોવાથી સાંજ નાં ડિનર માં બનતી હોય છે.અહીંયા મે પાંચ દાળ ની ખીચડી બનાવી છે તેમાં ચોખા ઉપરાંત અલગ અલગ દાળ અને શાકભાજી નો ઉપિયોગ કરેલો છે.જેમાંથી આપણ ને પ્રોટીન, વિટામિન્સ, ફાયબર, કેલ્સિયમ, લોહતત્વ વગેરે જેવા ભરપૂર તત્વો મળે છે.જે શરીર ને ફીટ તેમજ તંદુરસ્ત રાખે છે.સાથે અહીંયા મે નટસ, ચોખ્ખું ઘી તથા ભરપૂર મસાલા ની પણ ઉપિયોગ કર્યો છે. Varsha Dave -
મિક્સ વેજ પાલક ખીચડી (Mix Veg Palak Khichdi Recipe In Gujarati)
#WKRખીચડી રેસીપી ચેલેન્જઆ ખીચડી ખુબ જ હેલ્થી અને પૌષ્ટિક છે.પચવા માં ખુબ જ હલકી હોય છે. Arpita Shah -
ખારી ભાત
#SSM : ખારી ભાતસુપર સમર મીલ્સઉનાળામાં શાકભાજી ઓછા આવતા હોય છે તો આ રીતે ખારી ભાત બનાવીને ખાઈ શકાય છે શાકની જરૂર નથી પડતી ખાલી ભાત સાથે સલાડ પાપડ દહીં અને છાશ હોય એટલે પેટ ભરાઈ જાય. Sonal Modha -
મિક્સ વેજ ખીચડી (Mix Veg Khichdi Recipe In Gujarati)
#WKR#cookpad Indian#cookpad Gujarati#મિક્સ વેજ ખીચડી Vyas Ekta -
-
ગલકા ની વઘારેલી ખીચડી (Galka Vaghareli Khichdi Recipe In Gujarati)
#આ ખીચડી ટેસ્ટ માં બહુ સરસ લાગે છે. ગલકું ઘણા ને ભાવતું નથી. ખીચડી માં નાખવા થી ખબર જ નથી પડતી અને હેલ્થી છે. Arpita Shah -
મિક્સ વેજ મસાલા ખીચડી (Mix Veg Khichdi Recipe in Gujarati)
મિક્સ વેજ મસાલા ખીચડી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે વરસાદની સિઝનમાં જો આ ખીચડી ગરમ ગરમ ખાવામાં આવે તો ખૂબ જ મજા પડે છે#સુપરશેફ૩ Ruta Majithiya -
ખીચડી (Khichdi recipe in Gujarati)
#GA4 #week7 #khichdiકાઠિયાવાડમાં સાંજના જમણમાં ભાખરી, શાક કે કઢી સાથે ખીચડી પીરસવામાં આવે છે. નાના બાળકોને તેમજ વડીલો માટે ઘી સાથે ખીચડી કે દૂધ સાથે ખીચડી પૂરતો ખોરાક છે,વળી ખીચડી પચવામાં પણ ઝડપી હોય બીમાર લોકોને પણ આપી શકાય છે. શિયાળામાં ઠંડી ખીચડી સાથે કાચું તેલ ખાવાની મજા જ કંઈ ઓર છે. Kashmira Bhuva -
મિક્સ દાળ ની મસાલા વેજ ખીચડી (Mix Dal Masala Veg Khichdi Recipe In Gujarati)
રવિવાર ના ડીનર માં લગભગ ખીચડી જ હોય..સાદી કે મસાલા..મગની દાળ ની કે મિક્સ દાળ ની.. Sangita Vyas -
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઇન્ડિયન રેસીપી ચેલેન્જ ટોમેટો રાઈસ એ દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે જે લંચ માં અને ડિનરમાં પણ બનતી હોય છે...ટામેટાનો ટેંગી સ્વાદ અને ખાસ મસાલા ના ઉપયોગથી અતિ ફ્લેવરફુલ બને છે.આ ભાત મેં ડાયરેક્ટ પ્રેશર કૂકરમાં બનાવ્યા છે એટલે ઝટપટ પીરસી શકાય છે. Sudha Banjara Vasani -
વઘારેલી ગિરનારી ખીચડી (Vaghareli Girnari Khichdi Recipe In Gujarati)
#CB1#week1ગિરનારી ખીચડી એ કાઠિયાવાડી ખીચડી નો જ પ્રકાર છે ,એમાં મનગમતી અલગ દાળ ને જે શાકભાજી ઉમેરવા હોય તે ઉમેરી શકાય ,ટુંક માં આ ખીચડી સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર ,હેલધિ હોય છે ..પલાળેલા કઠોળ પણ ઉમેરી શકાય . Keshma Raichura -
રજવાડી વેજીટેબલ ખીચડી (Rajwadi Vegetable Khichdi Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : રજવાડી વેજીટેબલ ખીચડીDinner mate નો best option વેજીટેબલ ખીચડી .એટલે one poat meal મા પણ ચાલે.વેજીટેબલ ખીચડી હોય એટલે બીજુ કશુંજ ન જોઈએ. Simple દહીં ,છાશ અને પાપડ . Sonal Modha -
વેજ સેન્ડવીચ પકોડા ચાટ (Veg Sandwich Pakoda Chaat Recipe In Gujarati)
#SDસમર સ્પેશિયલ ડીનર રેસીપી Falguni Shah -
ઘઉંના ફાડા ની ખીચડી
#લોકડાઉનમિત્રો... ઘરમાં જ રહેલા ખાદ્ય પદાર્થો થી એક સંપૂર્ણ ભોજન તરીકે ચાલે તેવી રેસિપી આપની સમક્ષ પ્રસ્તુત કરું છું...જે હેલ્ધી પણ છે સ્વાદિષ્ટ પણ છે...બાળકો થી લઈને વડીલો સહિત બધાજ તેનો સ્વાદ માણી શકે છે....અત્યારે લોકડાઉન ના સમયમાં શાકભાજી...કે લીલોતરી ની અછત દરમ્યાન લંચ કે ડિનર માં સરસ ઉપયોગ માં લઈ શકાય છે...👍 Sudha Banjara Vasani -
કાઠિયાવાડી કઢી ખીચડી (Kathiyawadi Kadhi Khichdi Recipe In Gujarati)
પૌષ્ટિક અને સુપાચ્ય કાઠિયાવાડી ભાણું Minaxi Agravat -
વેજ દલિયા (Veg Daliya Recipe In Gujarati)
લાઈટ ડિનર, હેલ્ધી અને ફીલીંગ હોવાથી weight-loss માં ખૂબ જ સારું option છે. સાથે દહીં લઈ શકાય. વેજીસ પણ મનગમતા લઈ શકાય. (ઘઉં ના ફાડાની થૂલી) Dr. Pushpa Dixit -
મિક્સ વેજ હાંડવો (Mix Veg Handvo Recipe In Gujarati)
#LB#cookpadgujaratiઆપણે હંમેશા એવું જ ઇચ્છતા હોઈએ છીએ કે બાળકો હેલ્ધી અને ગરમ નાસ્તો લંચ બોક્સમાં લઈ જાય.મેં અલગ અલગ શાકભાજી અને મસાલા નો ઉપયોગ કરીને ઇન્સ્ટંટ મિક્સ વેજ હાંડવો બનાવ્યો છે તેથી તે હેલ્ધી હોવાની સાથે સ્વાદિષ્ટ પણ છે હાંડવો સવારે નાસ્તામાં તેમજ લંચ અને ડિનરમાં પણ લઈ શકાય છે. Ankita Tank Parmar -
મિક્સ વેજીટેબલ વઘારેલી ખીચડી (Mix Vegetable Vaghareli Khichdi Recipe In Gujarati)
દરરોજ ડિનર માં શું બનાવવું એ મોટો પ્રશ્ન છે .આજે ડિનર માં મિક્સ વેજ ખીચડી બનાવી.. Sangita Vyas -
-
ખીચડી(khichdi recipe in Gujarati)
#FFC7 સામાન્ય રીતે ખીચડી સાથે તાંદલજા ની ભાજી બનાવતાં હોય છીએ.અહીં ખીચડી ની અંદર તાંદલજા ભાજી ઉમેરી ને બનાવી છે.સ્વાદ માં અલગ બની છે.જે ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
ખીચડી (Khichdi recipe in gujarati)
#goldenapron3#week14ડિનર હોય અને ખીચડી ના હોય એવું બનેજ નહિ... મીક્ષ દાલ અને રાઈસ ખીચડી Naiya A -
મગ દાળ ની વેજ ખીચડી (Moong Dal Veg Khichdi Recipe In Gujarati)
#RC4છોડાવાળી મગ ની વેજ ખીચડીખીચડી દરેક સ્વરુપે , સવારે કે સાંજે સરસ લાગે છે, મગ ની છોડા વાળી ખીચડી ઘી નાખી, દહીં સાથે સ્વાદીષ્ટ લાગે છે Pinal Patel -
મિક્સ દાળ વેજીટેબલ ખીચડી (Mix Dal Vegetable Khichdi Recipe In Gujarati)
#WKRમિક્સ દાળ વેજીટેબલ ખીચડી એ વન પોટ મીલ છે . આ ખીચડી કુકરને બદલે છુટ્ટી બનાવવામાં આવી છે જેથી તેની મીઠાશ અને પોષણ તત્વો માં વધારો થાય છે Bhavini Kotak -
પાલક - ખીચડી(Palak khichdi Recipe in Gujarati)
#GA4#WEEK7#KHICHADI#COOKPAGUJCOOKPADINDIA ખીચડી એ દરેક નાં ઘર માં સાંજ ના સમયે બનતી વાનગી છે. જે જુદા જુદા અનાજ અને દાળ નાં કોમ્બિનેશન સાથે બનાવી શકાય છે.તેમ છતાં દરેક નાં ઘર માં જુદા જુદા સ્વાદ ની ખીચડી બનતી હોય છે. મેં અહીં ઘઉં ના ફાડા અને પાલક ની ભાજી સાથે મિક્સ દાળ નો ઉપયોગ કરી ને ખીચડી તૈયાર કરી છે.જે એકદમ પૌષ્ટિક તો છે જ સાથે-સાથે એકદમ સ્વાદિષ્ટ લાગે છે. જે વઘારેલા દહીં અને પાપડ સાથે સર્વ કરી છે. Shweta Shah -
ડ્રમ સ્ટીક વેજ. સૂપ(Drum stick veg. Soup recipe in Gujarati)
#સાઉથ#week3#Tamil_Naduપોસ્ટ -8 સાઉથ ઈન્ડિયા ની આ ખૂબ જ લોકપ્રિય રેસિપી છે....ત્યાંના કોઈ રેસ્ટોરન્ટ કે ઘર એવા નહી હોય કે જ્યાં સરગવાનો ઉપયોગ ના થતો હોય...કુદરતે સરગવા ના રૂપમાં એક જાદુઈ વનસ્પતિ ની ભેટ આપણને આપી છે....તેમાં કેલરી...ફેટ low છે ...શરદી કફ...ગળાના સોજા ને cure કરે છે...વિટામિન "A"...કેલ્શિયમ અને આયર્ન થઈ ભરપૂર છે...ચાલો બનાવીએ હેલ્ધી સૂપ.... Sudha Banjara Vasani -
મીકસ વેજ વાઘરેલી ખીચડી (Mix Veg Vaghareli Khichdi Recipe In Gujarati)
#KS1 અહીંયા મેં બધા શાક ભાજી નો ઉપયોગ કર્યો છે જેથી આ ખીચડી ખૂબ જ હેલ્થી છે અને આવી રીતે શાકભાજી નો ઉપયોગ કર્યો છે તો બાળકો પણ એ બહાને બધાં શાકભાજી ખાઈ લે છે..અમારા ઘરે બધાને આ ખીચડી બહુ જ ભાવે છે...જે ખૂબ જ ઓછા સમય માં અને ટેસ્ટી બને છે. Ankita Solanki -
મિક્સ વેજ મસાલા ખીચડી (Mix Veg Masala Khichdi Recipe In Gujarati)
#WKR #મિક્સ_વેજ_મસાલા_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeખીચડી આપણા ભારત દેશ નું નેશનલ ફૂડ કહેવાય છે. પચવામાં હલકી ને સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક.. સાવ સાદી રીતે પણ બનાવાય છે. અહીં મેં મિક્સ વેજ - બટાકા, ટામેટાં, ડુંગળી, લીલી ડુંગળી, પાલક, ફ્લાવર, ગાજર, વટાણા, કોર્ન, લાલ, પીળુ, લીલું કેપ્સીકમ - નાખ્યુ છે. હજી પણ બીજા શાક ઊમેરો તો પણ સરસ જ... આવો .. ગરમાગરમ જમવા સાથે પાપડ ને કાંદા - ટામેટાં નું કચુંબર , દહીં ને છાશ હોય તો .. તો... મજા આવી જાય.#ManishaPUREVEGTreasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
More Recipes
ટિપ્પણીઓ (5)