પાલક પરોઠા વીથ મસાલા ભીંડા (Palak Paratha Masala Bhinda Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

બપોરના ભોજનમાં કંઈક નવું ખાવું હોય તો પાલકના પરોઠા અને મસાલા ભીંડી અથવા કોઈપણ કોરું શાક ખાઈ શકાય છે

પાલક પરોઠા વીથ મસાલા ભીંડા (Palak Paratha Masala Bhinda Recipe In Gujarati)

બપોરના ભોજનમાં કંઈક નવું ખાવું હોય તો પાલકના પરોઠા અને મસાલા ભીંડી અથવા કોઈપણ કોરું શાક ખાઈ શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
  1. પાલક પરોઠા ના લોટ માટે
  2. ૧ કપઝીણી સમારેલી પાલક ની ભાજી
  3. ૧ કપઘઉંનો ઝીણો લોટ
  4. ૧/૨ ટીસ્પૂન મીઠું
  5. ૧ ટીસ્પૂનતલ
  6. ૨ ટીસ્પૂનઝીણી સમારેલી કોથમીર
  7. ૨ ટીસ્પૂનતેલ મોણ માટે
  8. મસાલા ભીંડા નું શાક બનાવવા માટે
  9. ૨૫૦ ગ્રામ કુણા ભીંડા
  10. ૩ ટીસ્પૂનતેલ
  11. ૧ ટીસ્પૂનઅજમો
  12. ચપટીહિંગ
  13. ૨ ટીસ્પૂનતલ
  14. ૨ ટીસ્પૂનશેકેલા સિંગદાણાનો ભૂકો
  15. ૨ ટીસ્પૂનમોળા ગાંઠિયા નો ભૂકો
  16. મીઠું સ્વાદાનુસાર
  17. ૧ ટીસ્પૂનધાણાજીરું
  18. ૧/૨ ટીસ્પૂનદાળ શાક નો મસાલો
  19. ૧/૨ ટીસ્પૂનહળદર
  20. ૧ ટીસ્પૂનસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં સમારેલી ભાજીને ધોઇને કોરી કરી લો.ત્યાર બાદ એક વાસણમાં ઘઉંનો ઝીણો લોટ લઇ તેમાં મીઠું,તલ, ભાજી તેલનું મોણ નાખી પરોઠા જેવો લોટ બાંધો, લોટ ને પાંચ મિનિટ રહેવા દો

  2. 2

    ત્યારબાદ નાના કુણા ભીંડા ને ધોઈને કોરા કરી લો અને ઊભી ચીરી સમારી લો હવે વઘાર માટે એક વાસણમાં તેલ મુકો તેમાં અજમો હિંગ હળદર નાખી ભીંડા વઘારી દો.ત્યારબાદ તેમાં સ્વાદપ્રમાણે મીઠું તલ શેકેલા શીંગદાણા નો ભૂકો ગાંઠિયા નો ભૂકો ઉમેરો, ભીંડા થોડા ચઢવા આવે એટલે ધાણાજીરું ગરમ મસાલો લાલ મરચું પાઉડર ઉમેરો અને ભીંડા ચડવા દો શાકને સરસ કોરુ બનાવી લો

  3. 3

    હવે પરોઠા બનાવવા માટે એક મિડીયમ સાઈઝ નો લુઓ લઈ પૂરી જેવું વણો પછી તેની પર તેલ લગાવો અને ચોખાનો લોટ ભભરાવો અને ત્રિકોણ આકાર આપો ત્યારબાદ તેના ઉપર ફરીથી થોડું તેલ લગાવો અને લોટ ભભરાવો ફરીથી લુઓ બનાવીને ગોળ પરોઠું વણી લો

  4. 4

    આ પરાઠાને તવી ઉપર તેલ મૂકીને શેકી લો અને તૈયાર થયેલ પાલકના પરાઠા ને મસાલા ભીંડાના શાક,સાથે પીરસો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes