આલુ ટીકી બર્ગર (Aloo Tiki Burger Recipe In Gujarati)

Dips
Dips @cook_35557726
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦ નંગ બર્ગર ના પાવ
  2. પેટીસ બનાવવા માટેની સામગ્રી
  3. તેલ
  4. ચપટી હળદર
  5. 12 નંગબટાકા
  6. 3 નંગકાંદા
  7. 1/2 ચમચીમીઠું (સ્વાદ મુજબ)
  8. 1/2 ચમચીવાટેલું મરચું
  9. 1/4 ચમચીહિંગ
  10. 1/4 ચમચીગરમ મસાલો
  11. 1/4 ચમચીવાટેલું લસણ
  12. 2 થી 3 ચમચી કોથમીર
  13. સોસ માટેની સામગ્રી
  14. 4-5ટામેટાં
  15. 1 ચમચીઆરા લોટ ની સલરી
  16. 1/4 ચમચીમીઠું
  17. 1/4 ચમચીવાટેલું લસણ
  18. ૩ ચમચીલાલ મરચું પાઉડર
  19. ૬ ચમચી સાકર
  20. 1/2 ગ્લાસપાણી
  21. એસેમ્બલ કરવા માટેની સામગ્રી
  22. 1 ચમચીચાટ મસાલો
  23. 2 નંગ કેપ્સિકમ
  24. 2 નંગ કાંદા
  25. 1/2 નંગ કોબી
  26. ચીઝ જરૂર મુજબ
  27. બટર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ને ધોઈને વચ્ચેથી સુધારીને કુકરમા ચારથી પાંચ સીટી બોલાવી બાફી લેવા કૂકર ઠંડું થઈ જાય એટલે બટાકા કાઢી સ્મેશ કરી તેમાં 1/2 ચમચી મીઠું(સ્વાદ મુજબ) 1/4 ચમચી હિંગ 1/4 ચમચી ગરમ મસાલો 1/4 ચમચી વાટેલું મરચું અને 1/4 ચમચી લસણ ઉમેરી મિક્સ કરવું ચપટી હળદર અને ત્રણ ચમચી કોથમીર ઉમેરી મિક્સ કરો અને તેમાં ત્રણ કાંદા સાંતળીને ઉમેરવા અને તેની પેટીસ વાળી લેવી

  2. 2

    પેટીસ ને નોનસ્ટીક પેનમાં શેકી લેવી પેટીસ ને તળી પણ શકાય અને સેલો ફ્રાય પણ કરી શકાય પણ મેં અહીંયા શેકી લીધી છે જેથી ઓયલી ઓછું થાય

  3. 3

    ચારથી પાંચ ટમેટાને ધોઈને સુધારીને 1/2 ગ્લાસ પાણી ઉમેરી બોસ ફેરવી ગ્રેવી કરી લેવી હવે એક લોયામાં 1/2 ચમચી તેલ મૂકી 1/2 ચમચી વાટેલું લસણ સાંતળી લેવું હવે તેમાં ટામેટા ની ગ્રેવી ઉમેરવી તેમાં એક ચમચી આરાલોટની સલરી ઉમેરવી હવે તેમાં 1/4 ચમચી મીઠું છચમચી સાકર ૩ ચમચી લાલ મરચું અને 1/4 ચમચી વાટેલું લસણએડ કરી ઉકાળી લેવું સોસજેવી consistency થાય એટલે ગેસ બંધ કરી દેવો લગભગ સાતથી આઠ મિનિટમાં સોસ તૈયાર થઈ જાય છે

  4. 4

    હવે બે કાંદા અને કેપ્સિકમનેસ્લાઇઝરમાં સ્લાઈસ કરી લેવી કોબીજ ખમણી લેવી અને ચીજને ખમણી લેવું

  5. 5

    હવે પાવને વચ્ચેથી કટ કરી બટર લગાવી કટ કરેલી સાઈડ શેકી લેવા

  6. 6

    પાવ વચ્ચેથી કટ કરી શેકવાના અને લોઢી પર રહેવા દેવા અને તેની ઉપર જ બધું એસેમ્બલ કરવું સૌ પ્રથમ 1/2 કરેલા પાવ પર રેડી કરેલો સોસ લગાડવો ત્યાર પછી ઉપર ચીઝ ખમણેલું ઉમેરવું હવે ઉપર કાંદા અને કેપ્સિકમની સ્લાઈસ મૂકવી અને ખમણેલી કોબી મૂકવી અને જરા ચાટ મસાલો છાંટવો હવે તેના ઉપર શેકેલી પેટીસ મૂકવી હવે ફરીથી પેટીસ ઉપર ખમણેલી કોબીજ કાંદા અને કેપ્સિકમની સ્લાઈસ મૂકવી જરા‌ ચાટ મસાલો છાંટવોઉપર ચીઝ મૂકો અને બીજું 1/2 કરેલું પાવઉપર સોસ લગાડી મૂકી દેવું અને બર્ગર પાવને બંને બાજુથી બટર થીશેકી લેવા

  7. 7

    તૈયાર છે નાના-મોટા સૌને ભાવતા ચીઝી અને સ્પાઈસી બર્ગર તો તૈયાર છે લંચ બોક્સ માટે એકદમ ટેસ્ટી અને હેલ્ધી રેસિપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dips
Dips @cook_35557726
પર

ટિપ્પણીઓ

Similar Recipes