ઉપમા નગેટ્સ

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ - રવો
  2. 4 ટી સ્પૂન- ઘી
  3. 1નાનું - જીણું સમારેલું ટમેટું
  4. 1નાનો - જીણો સમારેલો કાંદો
  5. 1/4 ટી સ્પૂન- રાઈ
  6. 1/4 ટી સ્પૂન- અડદ ની દાળ
  7. ચણા ની દાળ (optional)
  8. કોથમીર
  9. 1નાનું - જીણું સમારેલું લીલું મરચું
  10. તળવા માટે - તેલ
  11. સ્વાદ પ્રમાણે- મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કડાઈ માં થોડું ઘી મૂકી તેમાં રવો શેકી લેવો. થોડો શેકાઈ જાય એટલે તેને એક પ્લેટ માં કાઢી લેવો.

  2. 2

    ફરીથી ઘી મૂકી તેમાં રાઈ અડદ ની દાળ અને ચણા ની દાળ મૂકી રાઈ તતડે એટલે તેમાં ટમેટું,કાંદા,લીલું મરચું અને લીમડો નાખી સાંતળી લેવા.

  3. 3

    સંતળાઈ જાય એટલે તેમાં પાણી અને મીઠું ઉમેરીને શેકેલો રવો ઉમેરી બરાબર મિક્સ કરી લેવું. ત્યારબાદ તે થોડું ઠંડુ થાય એટલે તેના નગેટસ વાળી લેવા.

  4. 4

    નગેટ્સ ને ગરમ તેલ માં તળી ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

ટિપ્પણીઓ (9)

Similar Recipes