તેહરી રાઈસ (Tehri Recipe In Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નાની વાટકી- બાસમતી ચોખા
  2. 3-4 ટી સ્પૂન- ઘી
  3. 2 નંગ- ઈલાયચી
  4. 1નાનો ટુકડો - તજ
  5. 2 નંગ- લવિંગ
  6. 1/8 ટી સ્પૂન- જીરું
  7. 1 નંગ- તમાલપત્ર
  8. 1/2નાનું - જીણું સમારેલું ટમેટું
  9. 5-6 નંગ- ફ્લાવર ના ફૂલ
  10. 1નાનો - જીણો સમારેલો કાંદો
  11. 1/2 નાની વાટકી- વટાણા
  12. 1- જીણું સમારેલું બટેટું
  13. 1/2નાનું - જીણું સમારેલું લીલું મરચું
  14. 1/2નાનું - જીણું સમારેલું કેપ્સીકમ
  15. 1/2નાનું - ગાજર
  16. સ્વાદ પ્રમાણે- મીઠું
  17. 1/2 ટી સ્પૂન- હળદર
  18. 1 ટી સ્પૂન- લાલ મરચું
  19. 1 ટી સ્પૂન- ગરમ મસાલો
  20. 1 ટી સ્પૂન- ધાણા જીરું
  21. 1-2 ટી સ્પૂન- કોથમીર ઝીણી સમારેલી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાસમતી ચોખા ને ધોઈ ને 20 મિનિટ માટે પલાળી રાખવા. પેન માં ઘી મૂકી તે ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરવું અને તે તતડે એટલે તેમાં બધા ખડા મસાલા ઉમેરી 1 મિનીટ માટે હલાવી લેવું.

  2. 2

    ત્યારબાદ તેમાં બધા શાકભાજી અને મસાલા ઉમેરી થોડું પાણી નાખી બરાબર મિક્સ કરી લેવું.

  3. 3

    બધા શાકભાજી પર મસાલો ચોંટી જાય એટલે પલાળેલા ચોખા પાણી નિતારી ને ઉમેરી દેવા. જે વાટકી ચોખા લીધા હોય એટલું જ પાણી ઉમેરી કુકર બંધ કરી 2 whistle વગાડી લેવી. સર્વ કરતી વખતે ઉપર થી કોથમીર ઉમેરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes