મકાઈના પાનિયા અને અડદની દાળ

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505

#KRC મારું મોસાળ રાજસ્થાનના કુશલગઢ નામના ગામમાં છે ત્યાં આગળ મકાઈના લોટના પાનિયા અને અડદની દાળ એકદમ ફેમસ ફૂડ ગણાય છે આ પાણીયા એટલે ખાખરાના પાન ઉપર મકાઈના લોટના પાનિયા બનાવવાના અને છાણા ઉપર શેકી અને ખાવાના હોય છે તેને ગેસ ઉપર લાકડા ઉપર તવી ઉપર ક્યાંય મૂકવામાં આવતા નથી ફક્ત છાણાં સળગાવીને એના ઉપર બે પાન વચ્ચે ગોઠવીને શેકવામાં આવે છે એટલે પાનની સોડમ અને છાણામાં શેકાઈ આવેલા સોડમ ખુબ સરસ બેકિંગની સુગંધ આવે છે અને સાથે લસણ મૂકીને અડદની દાળ ટેસ્ટ એકદમ સરસ આવે છે આ જુની પરંપરાગત વાનગી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે લોકો માટે
  1. 1 વાટકીઅડદની દાળ
  2. 6/7લસણની કળીઓ
  3. 4 નંગલવિંગ
  4. 21/2 ચમચીમીઠું
  5. 1 ચમચીહળદર
  6. 11/2 ચમચીલાલ તીખું મરચું
  7. 2 ચમચીવાટેલા આદુ-મરચાની પેસ્ટ
  8. 11/2 ચમચીધાણાજીરું
  9. 11/2 ચમચીલીંબુનો રસ અથવા કોકમ ના ફૂલ અથવા ટામેટા
  10. 4 ચમચીચોખ્ખું ઘી
  11. 1 ચમચીરાઈ અને જીરું
  12. 1/2 ચમચીહિંગ
  13. 2 વાડકીમકાઈનો લોટ
  14. 1/4 ચમચીમીઠું
  15. 6 નંગખાખરાના પાન
  16. 1વાટકી
  17. 1 વાડકીગરમ પાણી, પાણીયાનો લોટ બાંધવા
  18. 2 ચમચીલીલા સમારેલા ધનિયા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ અડદની દાળને પલાળી મસળીને બે ત્રણ પાણીથી ધોઈ કાઢવી જ્યાં સુધી ચોખ્ખું પાણી આવે નહીં ત્યાં સુધી દાળને ધોવી કુકરમાં બે ત્રણ સિટી બોલાવી કુકરની ઠંડુ પાડવું તપેલીમાં કાઢી તેમાં ઉપાડો ગરમ પાણી નાખી તેને ઉકળવા દો. પછી તેમાં ઉપર મુજબના મસાલા એટલે કે મીઠું મરચું નાણાજીરૂ હળદર લીલા લસણની પેસ્ટ લીંબુ નો રસ નાખી ઉકળવા દો બરાબર ઉકળી જાય એટલે તેમાં ઘીનો વઘાર કરો

  2. 2

    પાનિયા બનાવવા માટે. થાળીમાં મકાઈનો લોટ ચપટી મીઠું નાખી મારા ગરમ પાણીથી લોટને બાંધી અને હથેળી વડે એને મસળો અને એકદમ સ્મુધ થાય ત્યાં સુધી એને મસળવું પછી ખાખરાના પાન ઉપર તેને ભીનો હાથ કરી એના પર થાપો એના ઉપર બીજું પાન મૂકો અહીંયા મારી પાસે ખાખરાના પાન ન હોવાથી મે લીંબુના ઝાડના પાન લઈ એના ઉપર પાનિયા બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને છાણા ના હોવાથી મેં તેને માટીની તવી ઉપર શેક્યા છે જ્યાં સુધી પાન બળી જાય નહીં ત્યાં સુધી એને શેકવા એટલે આપણને ખબર પડે કે પાનીયા તૈયાર થઈ ગયા છે

  3. 3

    હવે આ પાનિયાની ગરમ કરી લે ઘીમાં ડુંબાડી ઉપર અડદની દાળ નાખી ગરમા ગરમ પીરસો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે કે

  4. 4

    વરસાદી વાતાવરણમાં આ ગરમા ગરમ પાણી આ લસણની ચટણી તળેલા મરચા સાથે ખાવાની ખૂબ જ મજા પડી જાય છે જો ઉપર ઘરનું માખણ હોય તો પણ લગાડીને ખાઈ શકાય ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
પર

ટિપ્પણીઓ

Similar Recipes