વડાપાઉં

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar

આમ જોઈએ તો વડાપાવ મુંબઈનું street food કહેવાય છે પરંતુ હવે દરેક જગ્યાએ અલગ અલગ રીતે બનતા વડાપાઉં નો ટેસ્ટ અલગ અલગ હોય છે પરંતુ આપણે અહીં ઓથેન્ટિકલી વડાપાઉં કેવી રીતે બનાવવામાં આવે છે તે જોઈશું
#cookwellchef
#ebook
#RB11

વડાપાઉં

આમ જોઈએ તો વડાપાવ મુંબઈનું street food કહેવાય છે પરંતુ હવે દરેક જગ્યાએ અલગ અલગ રીતે બનતા વડાપાઉં નો ટેસ્ટ અલગ અલગ હોય છે પરંતુ આપણે અહીં ઓથેન્ટિકલી વડાપાઉં કેવી રીતે બનાવવામાં આવે છે તે જોઈશું
#cookwellchef
#ebook
#RB11

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધી કલાક
4 વ્યક્તિઓ માટે
  1. બટાકાનું પૂરણ માટે સામગ્રી :
  2. 1 ચમચીરાઈ
  3. ચમચીજીરું
  4. 1/2 ચમચી હિંગ
  5. 8-10લીલા લીંબડાના પાન
  6. 1-1.5 ચમચીલીલા મરચાની પેસ્ટ,
  7. 1/2 ચમચી હળદર,
  8. 5-6બાફેલા મેસ કરેલા બટાકા,
  9. 1લીંબુનો રસ,
  10. ઝીણા સમારેલા લીલા ધાણા,
  11. સ્વાદ પ્રમાણેમીઠું,
  12. બટાકાવડાં ની ખીરું બનાવા સામગ્રી :
  13. 2 કપચણાનો લોટ 1/2 ચમચી હળદ
  14. 1 ચમચીલાલ મરચું,
  15. સ્વાદ પ્રમાણેમીઠું,
  16. જરૂર મુજબ પાણી
  17. લસણની પેસ્ટ
  18. ગરમ મસાલો
  19. વડાપાવ ની લસણની ચટણી
  20. બટર

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    સૌ પ્રથમ આપણે બટાકાનું પુરણ તૈયાર કરીશું. આ માટે કડાઈમાં તેલ ગરમ થયા બાદ ૧ ટી.સ્પૂન રાઈ, 1 ટીસ્પૂન જીરુ, 1/2 ચમચી હિંગ, આઠ થી દસ લીલો લીમડો અને એકથી દોઢ ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ ના લસણની પેસ્ટ સાંતળી લો

  2. 2

    હવે એમાં 1/2 ચમચી હળદર નાખીને મિક્સ કરી લઈશું. પછી તેમાં 5 6 થી બાફેલા અને મેસ કરેલા બટાકા નાખીને મિક્સ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, ૧ લીંબુનો રસ અને થોડા વધારે પ્રમાણમાં ઝીણા સમારેલા લીલા ધાણા ગરમ મસાલો સ્વાદ મુજબ નાખીને આ બટાકા ને બે થી ત્રણ મિનિટ કુક થવા દઈશું.
    બટાકાનું પૂરણ ઠંડું થયા બાદ એના મીડિયમ સાઇઝના ગોળા તૈયાર કરીશું. હવે બટાકા વડા ના ખીરા માટે બે કપ ચણાના લોટમાં 1/2 ચમચી હળદર, ૧ ટી.સ્પૂન લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂર પ્રમાણે પાણી નાંખીને સ્મૂથ બેટર તૈયાર કરીશું.

  3. 3

    હવે તૈયાર કરેલા બટાકાના ગોળાને ખીરામાં ડીપ કરીને ગરમ તેલમાં તળવા માટે મુકીશું. બટાકાવડા ને ચારે બાજુ થી સારી રીતે તળી લઈશું હવે એને ટીશ્યુ પેપર ઉપર કાઢી લઈશું જેથી વધારાનું તેલ શોષાઈ જશે
    હવે એક પેનમાં ઉપર બટર મેલ્ટ થવા દઈશું. હવે વડાપાવ ની લસણની ચટણીને આ બટરમાં થોડી ફ્રાય કરી લઈશું. પાવ ને વચ્ચેથી કાપીને આ ચટણીમાં સારી રીતે રોસ્ટ કરી લઈશું. હવે આપણે બટાકા વડા ને પાવ ની વચ્ચે મૂકી દઈશું. પાવ ને હાથની મદદથી થોડા દાબી લઈશું.

  4. 4

    ફરીથી પેન ઉપર થોડું બટર નાંખીને પાવ ને બંને બાજુથી સારી રીતે રોસ્ટ કરીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

Similar Recipes