દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)

Fataniyashipa
Fataniyashipa @fataniyashilpa

દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થી 25 મિનીટ
2લોકો માટે
  1. 1/2 નંગ દૂધી
  2. 2 વાટકીભાખરી નો લોટ
  3. 1 ચમચો ચણાનો લોટ
  4. 1 વાટકીબાજરા નો લોટ
  5. 1/2 ચમચી હળદર
  6. 1/2 ચમચી ધાણાજીરું
  7. લાલ મરચું પાઉડર
  8. 2 ચમચીમીઠું
  9. થોડી ખાંડ
  10. 1/2 લીંબુ
  11. ચપટીબેકિંગ સોડા
  12. પાણી લોટ બાંધવા માટે
  13. વઘાર માટે....
  14. 2પાવરા તેલ
  15. 1/2 ચમચી રાઇજીરું
  16. થોડા તલ
  17. થોડા લીમડા ના પાન
  18. કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનીટ
  1. 1

    સૌપ્રથમ કથરોટ માં દૂધી ખમણવી પછી એમાં ભાખરી, બાજરા, અને ચણા નો લોટ મિક્સ કરવો

  2. 2

    એમા હળદર,ધાણાજીરું, લાલ મરચું પાઉડર,ખાંડ, મીઠું એડ કરવું

  3. 3

    બેકિંગ સોડા નાખી એની ઉપર જ લીંબુ નીચોવવું

  4. 4

    પાણી થી રોટલી ના લોટ જેવો લોટ બાંધવો

  5. 5

    સ્ટીમર(ઢોકળિયું) 1/2 પાણી નું ભરી ને ગરમ કરવા મૂકવું અને ત્યાં સુધી માં લોટ માંથી ઢોકળા વાળી લેવા

  6. 6

    પાણી ગરમ થાય એટલે સ્ટીમર માં ઢોકળા ગોઠવવા અને ઢાંકણ બંધ કરી 10 થી 12 મિનિટ થવા દેવા

  7. 7

    પછી ઢોકળા માં ચાકુ નાખી ઢોકળા ચેક કરવા જો ચાકુ માં ઢોકળા ચોંટે નહિ તો ઢોકળા ચડી ગયા છે

  8. 8

    વઘાર માટે એક કડાઈ માં તેલ મુકો તેલ ગરમ થાય એટલે ઉપર જણાવેલ ઘટક નાખી તતાડવા દેવા અને એમાં ઢોકળા નાખી થોડી વાર ચડવા દેવા

  9. 9

    પ્લેટ માં કાઢી કોથમીર થઈ સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Fataniyashipa
Fataniyashipa @fataniyashilpa
પર

ટિપ્પણીઓ

Similar Recipes