મસૂર દાળ તડકા (Masoor Dal Tadka Recipe In Gujarati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#DR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામમસૂર દાળ
  2. 2 નંગટામેટા
  3. 1 નંગડુંગળી
  4. 15કળી સૂકું લસણ
  5. 3 નંગલીલા મરચા નાના સમારેલા
  6. 1 ટેબલસ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  7. 1 ટીસ્પૂનગરમ મસાલો
  8. 1 ટીસ્પૂનલાલ મરચું
  9. 1 ટીસ્પૂનકાશ્મીરી લાલ મરચું
  10. 1 ટીસ્પૂનધાણાજીરું પાઉડર
  11. 1/2 ટીસ્પૂનહળદર
  12. 1 ટીસ્પૂનજીરૃ
  13. 3 નંગવધારના મરચાં
  14. 1/2 ટીસ્પૂનહીંગ
  15. મીઠું સ્વાદ મુજબ
  16. 2 ટેબલસ્પૂનતેલ
  17. 1 ટેબલસ્પૂનઘી
  18. લીલા ધાણા
  19. જીરા રાઈસ સર્વિગ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મસૂર દાળ ને ધોઈ ને 2 કલાક માટે પાણી માં પલાળી રાખો. હવે 2 કલાક પછી કાંદા, ટામેટા, મરચાં સમારી લ્યો. લસણ પણ ઝીણું સમારી લ્યો. હવે એક કઢાઈમાં તેલ મૂકી જીરુ અને હીંગ નો વઘાર કરી કાંદો ઉમેરી દો.

  2. 2

    હવે કાંદો બ્રાઉન થાય એટલે એમાં સમારેલા લીલા મરચાં ઉમેરી દો અને આદુ, લસણ ની પેસ્ટ હવે કાંદો સરસ થઇ જાય એટલે એમાં ટામેટા ઉમેરી મીઠું ઉમેરી હલાવી લઈ ઢાંકણ ઢાંકી ટામેટું સીજે ત્યાં સુધી થવા દો વચ્ચે હલાવતા રહો. હવે ટામેટા થઇ જાય અને તેલ અલગ થાય એટલે બધા મસાલા કરી મિક્સ કરી એમાં મસૂર દાળ ઉમેરી સરસ સાંતળો

  3. 3

    દાળ સરસ મિક્સ થાય એટલે એમાં 2 કપ ગરમ પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી ધીમા તાપે દાળ થવા દો. દાળ સરસ ચઢી જાય એટલે પછી જરૂર લાગે તો બીજું થોડું પાણી ઉમેરી દાળ એકરસ થાય ત્યાં સુધી ગેસ ફૂલ કરી દાળ ઉકાળો.

  4. 4

    હવે એક પેન માં ઘી લઈ ઘી ગરમ થાય એટલે એમાં સમારેલા લસણ ઉમેરી દો. લસણ બ્રાઉન થાય એટલે એમાં મરચાં ઉમેરી ચપટી લાલ મરચું ઉમેરી એ વઘાર દાળ માં ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરી લીલા ધાણા ઉમેરી દાળ સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes