જાડા પૌવા નો ચેવડો

Meghana N. Shah
Meghana N. Shah @Hitu28
Ahmedabad

રેસીપી મારી મમ્મીની ફેવરિટ રેસીપી છે અને જનરલી બધા દિવાળીમાં બનાવતા હોય છે પણ ત્યારે હાજીખાની પૌવા નો જ બનાવે છે આ તેના વગર આપણે સામાન્ય જાડા પૌવા માંથી બનાવવામાં આવે છે અને એટલો જ સ્વાદિષ્ટ લાગે છે

જાડા પૌવા નો ચેવડો

રેસીપી મારી મમ્મીની ફેવરિટ રેસીપી છે અને જનરલી બધા દિવાળીમાં બનાવતા હોય છે પણ ત્યારે હાજીખાની પૌવા નો જ બનાવે છે આ તેના વગર આપણે સામાન્ય જાડા પૌવા માંથી બનાવવામાં આવે છે અને એટલો જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
6 ડીશ
  1. 500 ગ્રામ જાડા પૌવા
  2. 2 ચમચીલાલ મરચું પાઉડર
  3. 1 ચમચીહળદર
  4. 2 થી 3 ચમચી દળેલી ખાંડ
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. તળવા માટે તેલ
  7. કાચા શીંગદાણા
  8. સફેદ તલ
  9. કાજુના ટુકડા
  10. મીઠા લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બટાકા પૌવા ના જાડા પૌવા લેવા

  2. 2

    પૌવાને તળવા માટે તેલ ગરમ કરવા મૂકવું.તેલ ગરમ થાય એટલે કાણાવાળા વાટકાવાળા ઝારાની મદદથી પૌવા તળી લેવા.

  3. 3

    સીંગદાણાને પણ તેલમાં તળી લેવા.

  4. 4

    બધા જ પૌવા તળાઈ જાય એટલે મસાલો કરવો

  5. 5

    ત્યારબાદ થોડું તેલ ગરમ કરી તેમાં વઘાર કરવો.
    વઘાર કરવા માટે લીમડાના પાન,કાજુ બદામ ના ટુકડા,સફેદ તલ ઉમેરો

  6. 6

    વઘાર થઈ જાય એટલે તેમાં દળેલી ખાંડ ઉમેરવી અને બધું જ બરાબર મિક્સ કરી લેવું

  7. 7

    તો તૈયાર છે જાડા પૌવા નો ચેવડો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meghana N. Shah
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes