શેર કરો

ઘટકો

  1. 2 નંગ બટાકા મિડીયમ સમારેલા
  2. 1 નંગબટાકુ બાફી ને કશ કરેલ
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. 1 નંગડુંગળી બારીક સમારેલી
  5. 2 નંગટામેટાં બારીક સમારેલા
  6. 1 નંગ લીલી ડુંગળી બારીક સમારેલી
  7. 1-2 નંગ લીલા મરચાં બારીક સમારેલા
  8. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  9. 1 ચમચીલસણ ની પેસ્ટ
  10. 1/2 ચમચીજીરું
  11. 1 ચમચીહળદર
  12. 2 નાની ચમચીઘાણાજીરું પાઉડર
  13. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  14. 1/2 ચમચીહીંગ
  15. 4 ચમચીતેલ
  16. જરૂર પમાણે પાણી
  17. 1 કપઘઉંનો લોટ
  18. ચપટીમીઠું
  19. 2 ચમચીઘી
  20. જરૂર પમાણે ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કુકરમાં 1 ચમચી તેલ ઉમેરો એમાં જીરું ઉમેરી વઘાર થવા દો પછી તેમાં સમારેલા બટાકા ઉમેરી હળદર ઉમેરો અને જરૂર પમાણે પાણી ઉમેરી બટાકા ને ચઢાવી લો.

  2. 2
  3. 3

    પેન માં તેલ મુકી તેમાં રાઈ ઉમેરો થાય એટલે તેમાં ડુંગળી, ટામેટા, લીલા મરચાં, આદુ, લસણ ની પેસ્ટ ઉમેરો અને સાંતળો પછી પાણી ઉમેરો હવે લાલ મરચું અને હળદર ઉમેરો બરાબર સાંતળો, પાણી ઉમેરી ધાણા જીરું અને હીંગ ઉમેરો થોડું પાણી ઉમેરી બાફેલા બાફેલા બટાકા ઉમેરી દો.

  4. 4

    હવે તેમાં તૈયાર કરેલ બટાકા ઉમેરી, લીલી ડુંગળી ઉમેરો બરાબર મિક્સ કરો મીઠું અને ગરમ મસાલો ઉમેરો જરૂર હોય એ પમાણે પાણી ઉમેરી 2-4 મિનિટ માટે થવા દો. ગેસ બંધ કરી દો તૈયાર છે શાક.

  5. 5

    બાઉલમાં લોટ લઈને તેમાં ઘી અને મીઠું ઉમેરી જરૂર પમાણે પાણી લઈ ને કઠણ લોટ બાંધી લો પછી એને થોડી વાર ઢાંકીને મુકી રાખો પછી તેમાં થી એકસરખા નાના ગોળ વાળી લો હવે એમાં થી નાની ભાખરી બનાવી શેકી લો પછી એની ઉપર ઘી લગાવો.

  6. 6

    તૈયાર છે ગરમાગરમ ભાખરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bela Doshi
Bela Doshi @cook_27660230
પર

Similar Recipes