આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)

khush vithlani
khush vithlani @cook_38212773

શિયાળામાં ખૂબ જ વપરાતા વટાણા અને એવા વટાણાની ઉપયોગી એવી વાનગી છે સમોસા

આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)

શિયાળામાં ખૂબ જ વપરાતા વટાણા અને એવા વટાણાની ઉપયોગી એવી વાનગી છે સમોસા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
છ લોકો માટે
  1. 250 ગ્રામગ્રામ મેંદાનો લોટ
  2. મોણ માટે તેલ
  3. 1/2લીંબુ
  4. 300 ગ્રામવટાણા
  5. 2 નંગબટાકા
  6. 1/2લીંબુ
  7. 2 ચમચીખાંડ
  8. 1/2 ચમચીગરમ મસાલો
  9. સ્વાદ મુજબ મીઠું
  10. ધાણાભાજી
  11. આદુ-મરચાની પેસ્ટ
  12. 1 નંગઝીણી સમારેલી નાની ડુંગળી
  13. 4-5લસણની કળી ખાંડીને
  14. વઘાર માટે જીરું
  15. તજ
  16. લવિંગ
  17. લાલ સૂકું મરચું
  18. તમાલપત્ર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેદાના લોટની ચાળી અને તેમાં મીઠું ઉમેરી 1/2 લીંબુ ઉમેરી અને કઠણ લોટ બાંધો

  2. 2

    ત્યારબાદ વટાણા બટેટાને ખુબ સરસ રીતે ધોઈ બટેટાની છાલ ઉતારી અને બાફવા મૂકી દો ત્રણ વિશાલ થાય ત્યારબાદ તેને ઠરી જાય એટલે એક ચાયણીમાં કાઢી લો

  3. 3
  4. 4

    ત્યારબાદ આ બાફેલા વટાણા અને બટેટાના મિશ્રણનો વઘાર માટે એક લોયામાં એક પાવરૂ તેલ મૂકો તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો. જીરુ તજ લવિંગ લાલ સૂકું મરચું તમાલપત્ર બધાનો વઘાર કરી એકદમ ડુંગળી સાંતળાઈ જાય એટલે તેમાં લસણ અને આદુ-મરચાની પેસ્ટ ઉમેરો ત્યારબાદ તેમાં સ્વાદ મુજબનું મીઠું ખાંડ અને વટાણા બટેટાનું ચૂરણ મિક્સ કરો. આ ચૂરણ મિક્સ થયા પછી તેમાં ઉપરથી લીંબુ અને ધાણાભાજીનો ઉમેરો અને હલાવો એટલે આપણો મસાલો રેડી

  5. 5

    મેંદાના લોટના નાના નાના લુવા બનાવી તેને ગોળ પૂરી વણી અને વચ્ચેથી કાપી અને ટ્રાયેંગલ શેપમાં સમોસાનું બેન્ડ તૈયાર કરો ત્યારબાદ તેમાં આપણું તૈયાર કરેલું પુરાણ ચમચીથી પૂરો આ પુરાણ પૂરી અને ઉપરથી એની કિનારી બેન્ડ વાળો એના માટે થઈને મેંદાના લોટમાં પાણી અને તેલ મિક્સ કરીને લઈ તૈયાર કરો એટલે લગાવી અને સમોસાને પેક કરો. આ રીતે બધા સમોસા વાળીને તૈયાર

  6. 6

    એક કડાઈમાં તેલ મૂકી ધીમા તાપે આ સમોસાને તળવાના જેથી કરીને તે કડક અને ક્રિસ્પી લાગે

  7. 7

    તો આપણા સમોસા તૈયાર બોલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
khush vithlani
khush vithlani @cook_38212773
પર
I love cooking and also eating 😋
વધુ વાંચો

Similar Recipes