સુરતી ઉંધિયુ (Surti Undhiyu Recipe In Gujarati)

Nidhi Desai
Nidhi Desai @ND20
Pune

સુરતી ઉંધિયુ બધે જ પ્રખ્યાત છે શિયાળા ની ઋતુ મા બધા શાકભાજી મળવા લાગે છે સાથે ઠંડી ની ઋતુમા આ પાપડી ,લીલુ લસણ સાથે આ ઉંધિયુ ખાવાની કઇ અલગ જ મઝા આવે છે , કતારગામની પાપડી , રતાળુ ,શકકરીયુ, બટાકા વડે સ્વાદિષ્ટ ઉંધિયુ બનાવવા મા આવે છે, આ વાનગી ઘણી બધી રીતે બનાવવામા આવે છે

સુરતી ઉંધિયુ (Surti Undhiyu Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

સુરતી ઉંધિયુ બધે જ પ્રખ્યાત છે શિયાળા ની ઋતુ મા બધા શાકભાજી મળવા લાગે છે સાથે ઠંડી ની ઋતુમા આ પાપડી ,લીલુ લસણ સાથે આ ઉંધિયુ ખાવાની કઇ અલગ જ મઝા આવે છે , કતારગામની પાપડી , રતાળુ ,શકકરીયુ, બટાકા વડે સ્વાદિષ્ટ ઉંધિયુ બનાવવા મા આવે છે, આ વાનગી ઘણી બધી રીતે બનાવવામા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4.5 વ્યકિત માટે
  1. 500 ગ્રામકતારગામની પાપડી
  2. 500 ગ્રામરતાળુ
  3. 500 ગ્રામશક્કરિયા
  4. 500 ગ્રામબટાકા
  5. 200 ગ્રામલીલુ લસણ
  6. 200 ગ્રામકોથમીર
  7. 100 ગ્રામઆદું
  8. 100 ગ્રામલીલા મરચા (તીખા)
  9. 1 નંગપાકુ કેળુ
  10. 1 ચમચીઅજમો
  11. 1 ચમચીસોડા
  12. તળવા માટે તેલ (1/2 લીટર)
  13. મેથીના મુઠીયાની સામગ્રી
  14. 100મેથીની ભાજી ઝીણી સમારેલી
  15. 7-8 ચમચીઘઉં નો લોટ
  16. 2 ચમચીસફેદ તલ
  17. 3 ચમચીદહીં
  18. 2 ચમચીતેલ
  19. 2-3 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  20. 1 ચમચીહળદર
  21. 1 ચમચીહિંગ
  22. 1 ચમચીલાલ મરચુ પાઉડર
  23. 1 ચમચીધાણાજીરુ
  24. મીઠું સ્વાદમુજબ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    રતાળુ,શક્કરિયા, બટાકાને છાલ સાથે બરાબર ધોઇને મધ્યમ કદના કટકા કરો, રતાળુને પાણીમા બોળવુ નહિ ચીકણુ ન થાય એ માટે, શક્કરિયા,બટાકાને પાણીમા બોળીને રાખવા કાળા ન પડે એ માટે,પાપડી ને છોલીને સોડા અને અજમો નાખીને કુકરમા ઓછા પાણીમા એક સીટી બોલાવી લેવી

  2. 2

    આદુ,લીલુ લસણનનો સફેદ ભાગ લેવો એણો મૂળનો ભાગ કાઢીને, કોથમીર, લીલા મરચા,ને ચૌપરમા ક્રશ કરીલો, લસણ લીલા ભાગને ઝીણુ કાપી લેવુ, ત્યારબાદ રતાળુ ને તળી લેવુ, ત્યારબાદ શક્કરિયા,બટાકાને પણ તળી લો, ચઢેલા લાગે એ રીતે તળવુ, પછી મુઠીયાની સામગ્રી ને એક બાઉલમા લો બરાબર મિક્સ કરો,કડક લોટ હોવો જોઈએ, જરૂર હોય તોજ પાણી ઉમેરવુ કડક મુઠીયા બનાવવા પછી મુઠીયા બરાબર તળી લેવા

  3. 3

    ત્યારબાદ બધુ તળાઈ ગયા બાદ એક મોટા વાસણમા એ તળેલુ તેલ લો, પાપડી ઉમેરો, તળેલા રતાળુ, શકકરીયુ,બટાકા,ઉમેરો, ઉપરથી તૈયાર કરેલો લીલો મસાલો ઉમેરો, મુઠીયા ઉમેરો, કેળાને મધ્યમ કટકા કરીને ઉમેરો,મીઠું સ્વાદમુજબ ઉમેરો, બરાબર મિક્સ કરીને મધ્ય તાપે ઢાંકણ ઢાંકીને હિજાવા દો,

  4. 4

    ઉપરથી,લીલુ લસણ અને કાચુ શીંગ તેલ ઉમેરીને ગરમાગરમ પીરસવુ,તૈયાર છે સુરતી ઉંધિયુ

  5. 5

    ખાસનોંધ :- રીંગણા ઉમેરી શકાય, પાપડી મા લીલવા અને પાપડી બન્ને ઉમેરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Desai
પર
Pune
Don't stop yourself to experiments in foods,, Try all time something new and create new Dishes 😊😋
વધુ વાંચો

Similar Recipes