ટ્રાય કલર ખાખરા પીઝા (Tri Color Khakhra Pizza Recipe In Gujarati)

Priyansi Shah
Priyansi Shah @priyanshi09

#URVI
#RDS
Pizza મને બહુ ભાવે અને હેલ્થી ખાવાનું પસંદ કરું છું. માટે મેંદો નો વપરાશ ઓછો કરું છું. પીઝા ખાવાના અલગ અલગ ઓપ્શન ટ્રાય કરું છું.

ટ્રાય કલર ખાખરા પીઝા (Tri Color Khakhra Pizza Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#URVI
#RDS
Pizza મને બહુ ભાવે અને હેલ્થી ખાવાનું પસંદ કરું છું. માટે મેંદો નો વપરાશ ઓછો કરું છું. પીઝા ખાવાના અલગ અલગ ઓપ્શન ટ્રાય કરું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 min
1 person
  1. 1 નંગ ઘઉંનો ખાખરો
  2. 50 ગ્રામ અમેરિકન મકાઈના દાણા
  3. 50 ગ્રામ લીલા ચણા
  4. 3-4 નંગ બેબી કોન
  5. 1/2 નંગ ગ્રીન કેપ્સીકમ
  6. 1/2 નંગ ટામેટું
  7. 2 ચમચીટામેટાનો કેચઅપ
  8. 2 ચમચીવ્હાઈટ માયોનીઝ
  9. 2 ચમચીવેચીસ ચીલી સ્પ્રેડ
  10. 1ચીઝ ક્યુબ
  11. 1ચીઝ સ્લાઈસ
  12. 2 ચમચીકોથમીર મરચાની ચટણી
  13. ઓરેગાનો
  14. ચીલી ફ્લેક્સ
  15. ચમચીમરી પાઉડર
  16. મીઠું

રાંધવાની સૂચનાઓ

30 min
  1. 1

    સૌપ્રથમ બેબી કોર્ન ના નાના પીસ કરી અને મકાઈના દાણા બાફીશું. લીલા ચણા ને બાફીશું. બાફેલા લીલા ચણાને સ્મેશ કરી દઈશું. કેપ્સીકમ ને ઝીણું સમારી લઈશું.

  2. 2

    હવે એક પેનમાં આપણે 1 ચમચીતેલ ગરમ કરી તેમાં કેપ્સીકમ,લીલા ચણા,મીઠું ઓરેગાનો,ચીલી ફ્લેક્સ અને 1 ચમચી ગ્રીન ચટણી નાખીને મિક્સ કરીશું. એક મિનિટમાં ગેસ બંધ કરી દઈશું.

  3. 3

    હવે આ ગ્રીન મિક્સરને થોડું ચીઝી ફ્લેવર આપવા માટે તેમાં આપણે 1 ચમચી વેજ માયોનીઝ એડ કરીને મિક્સ કરીશું. થોડું વધારે ચીઝી કરવા માટે તમે બીજી 1 ચમચીપણ એડ કરી શકો છો.

  4. 4

    હવે જે વેજ ચીઝ ચીલી સ્પ્રેડ છે તેમાં 1/2 ટામેટું ઝીણું સમારીને મિક્સ કરી દઈશું.

  5. 5

    એક બાઉલમાં 2 ચમચી વેજ માયોનીઝ લઈ તેમાં બાફેલા બેબી કોર્ન અને અમેરિકન કોન એડ કરીને તેમાં મીઠું, ઓરેગાનો,ચીલી ફ્લેક્સ મિક્સ કરીશું.

  6. 6

    ચીઝ સ્લાઈસ ને એક ડીશ ઉપર મૂકીને એને 8 પીસમાં કટ કરીશું.

  7. 7

    હવે ખાખરો લઈ તેની ઉપર ટોમેટો કેચઅપ સ્પ્રેડ કરીશું. તેની ઉપર આપણે ચીઝ ક્યુબ છીણીને ઇવનલી સ્પ્રેડ કરી દઈશું.

  8. 8

    હવે એક બાજુ આપણે ગ્રીન લેયર જે બનાવ્યું છે તે સ્પ્રેડ કરીશું,વચ્ચે વ્હાઇટ બેબી કોર્નનું મિશ્રણ અને રેડ મિશ્રણ સ્પ્રેડ કરીશું.

  9. 9

    કિસ સ્લાઈસના પીસ થી ગાર્નીશ કરીશું. ટ્રાય કલર ખાખરા પીઝા ઇસ રેડી ટુ ઇટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priyansi Shah
Priyansi Shah @priyanshi09
પર

Similar Recipes