શેર કરો

ઘટકો

25 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 કપચોખા
  2. 1 કપતુવેરની દાળ
  3. 1ચમચો ઘી
  4. 1ચમચો તેલ
  5. 3/4તજ લવિંગ
  6. 1લાલ મરચું
  7. 1તમાલપત્ર
  8. 2/3આખા મરી
  9. 1/2 ચમચીહિંગ
  10. 1/2 ચમચીહળદર પાઉડર
  11. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  12. 1 મોટી ચમચીપાવભાજીનો મસાલો
  13. પા કપ છીણેલી દૂધી
  14. 1/4 કપછીણેલી કોબીજ
  15. 1 કપમિક્સ શાક(કાચા કેળા, વટાણા, ફણસી, ફુલાવર)
  16. 1ટામેટું ઝીણું સમારેલું
  17. 1/4 કપકેપ્સિકમ ઝીણું સમારેલું કેપ્સીકમ
  18. 2લીલાં મરચાં ઝીણાં સમારેલાં
  19. 1/2 કપઝીણી સમારેલી કોથમીર
  20. 1 ચમચીઝીણો સમારેલો ગોળ
  21. 1લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દાળ અને ચોખાને અલગ અલગ ધોઈને 20 મિનિટ માટે પલાળી રાખો. પછી દાણો આખો રહેતી રીતે કુકરમાં એક વ્હીસલ થી કુક કરી લો.(મેં અહીં વટાણા ફણસી ભાત સાથે જ બાફી લીધાં છે.)

  2. 2

    કૂકર માં ઘી તેલ નો વઘાર મૂકી તેમાં હિંગ, હળદર, લીલાં મરચાં, છીણેલા દૂધી, કોબીજ અને ખડા મસાલા ઉમેરી 2/3 મિનિટ સુધી સાંતળો. હવે તેમાં પાવ ભાજી નો મસાલો અને બાકીના બધા કોરા મસાલા ઉમેરી 2 કપ પાણી ઉમેરી બરાબર મિક્સ કરો.

  3. 3

    પાણી માં ઉભરો આવે એટલે તેમાં બાફેલાં ભાત અને દાળ ઉમેરી 1 વ્હિસલ થી કૂક કરી છેલ્લે તેમાં ખટાશ, ગળપણ અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    તૈયાર ભાજી દાલ ખીચડી ને સર્વિગ ડિશ માં લઇ ને સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes