મીની સમોસા (Mini Samosa Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#SN1
#Vasantmasala
#aaynacookeryclub
આ સ્વાદિષ્ટ નાના સમોસા માં વિવિધ મસાલાઓ વડે તૈયાર કર્યા છે.તૈયાર કરેલાં મજેદાર સ્વાદ અને મોઢા માં પાણી છૂટે એવાં ખુશ્બુદાર પુરણ નો ઉપયોગ કરીને બનાવ્યાં છે.

મીની સમોસા (Mini Samosa Recipe In Gujarati)

#SN1
#Vasantmasala
#aaynacookeryclub
આ સ્વાદિષ્ટ નાના સમોસા માં વિવિધ મસાલાઓ વડે તૈયાર કર્યા છે.તૈયાર કરેલાં મજેદાર સ્વાદ અને મોઢા માં પાણી છૂટે એવાં ખુશ્બુદાર પુરણ નો ઉપયોગ કરીને બનાવ્યાં છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
6 સર્વિંગ્સ
  1. પડ માટે:
  2. 1 1/2 કપમેંદા
  3. મીઠું પ્રમાણસર
  4. 1/2 ચમચીઅજમો (ક્રશ)
  5. 2 ચમચીતેલ
  6. 1 ચમચીઘી
  7. પુરણ માટે:
  8. 1 ચમચીતેલ
  9. 1 ચમચીઘી
  10. 1/4 ચમચીજીરું
  11. 1/4 ચમચીઅજમો (ક્રશ)
  12. 1 કપડુંગળી (સમારેલ)
  13. 2 કપબટાકા (બાફી ઝીણા સમારેલ)
  14. 1/2 કપગાજર (બાફી સમારેલ)
  15. 1/2 કપવટાણા (બાફેલાં)
  16. 1/2 ચમચીગરમ મસાલો
  17. 1/2 ચમચીઆદું મરચાં પેસ્ટ
  18. 1/2 ચમચીચાટ મસાલો
  19. 1/4 કપકોથમીર
  20. મીઠું પ્રમાણસર
  21. તેલ તળવા માટે
  22. કેચઅપ (સર્વ કરવા માટે)

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પેન માં 1/2 કપ પાણી ગરમ કરી તેમાં મીઠું,અજમો,ઘી અને તેલ ગરમ કરી મૈંદા થોડું થોડું ઉમેરી કઠણ લોટ બાંધવો. ઢાંકી ને 10 મીનીટ રાખો.

  2. 2

    કઢાઈ માં તેલ ગરમ કરી અજમો અને જીરું તતડે ડુંગળી સોંતળી તેમાં બટાકા,ગાજર અને વટાણા ઉમેરી સોંતળી ગેસ બંધ કરી નીચે ઉતારી ગરમ મસાલો મિક્સ કરો.

  3. 3

    ચાટ મસાલો,મીઠું,આદું મરચાં ની પેસ્ટ અને કોથમીર ઉમેરી હળવાં હાથે મિક્સ કરો.મૈદા ને મસળી એકસખાં લુવા બનાવી પતલી લંબગોળ પૂરી બનાવી વચ્ચે થી કટ્ટ કરી બોર્ડર પર ફરતે પાણી વાળો હાથ કરી કોન શેઈપ આપવો.

  4. 4

    તેની અંદર પુરણ ભરી દબાવી ચિપકાવી દો.

  5. 5

    આ રીતે બધાં તૈયાર કરી લો.કડાઈ માં તેલ ગરમ કરી પહેલાં ફાસ્ટ તાપે બાદ ધીમાં તાપે તળી લો.

  6. 6

    ગોલ્ડન બ્રાઉન કલર નાં તળવાં. સર્વિંગ પ્લેટ માં લઇને ગરમાગરમ સર્વ કરો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes