મીની સમોસા (Mini samosa recipe in gujarati)

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538

સમોસા નાનાં-મોટાં સૌનાં પ્રિય છે.. વરસતાં વરસાદ માં ચા સાથે સમોસા ની મજા જ અલગ છે😊😊

મીની સમોસા (Mini samosa recipe in gujarati)

સમોસા નાનાં-મોટાં સૌનાં પ્રિય છે.. વરસતાં વરસાદ માં ચા સાથે સમોસા ની મજા જ અલગ છે😊😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
3 વ્યક્તિ
  1. લોટ માટે:
  2. 2વાટકા મેંદો
  3. 1 નાની ચમચીમીઠુ
  4. 1 ચમચીઅજમો
  5. મોણ માટે તેલ
  6. સમોસા નો માવો બનાવવા માટે:
  7. 3બાફીને મેષ કરેલા બટાકા
  8. ચપટીહિંગ
  9. 2 ચમચીમીઠું
  10. 2 ચમચીઆદું મરચા ની પેસ્ટ
  11. 1 ચમચીલાલ મરચું
  12. 1 ચમચીધાણાજીરું
  13. 2 ચમચીગરમ મસાલો
  14. ચપટીલીંબુ અથવા લીંબુ નાં ફૂલ
  15. આમચૂર પાઉડર
  16. 1 નાની વાટકીકોથમીર
  17. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ લોટ બાંધવા મેંદા માં મોણ, મીઠું, અજમો નાખી માપસર નું પાણી નાખી કડક પૂરી જેવો લોટ બાંધો. 15 મિનીટ ઢાંકી ને મૂકી દો.

  2. 2

    ત્યાર બાદ માવો બનાવવા માટે એક કડાઈ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટ્લે તેમાં હિંગ નાખી, આદું મરચા ની પેસ્ટ સાતડો. ત્યાર બાદ બટાકા નાખી, બધાં મસાલા કરો. બરાબર મિક્સ કરો. ગેસ બંધ કરી, કોથમીર અને લીંબુ નાખો. ઠંડું થાય પછી સમોસા વાળો.

  3. 3

    સમોસા વાળવા માટે લોટ માંથી એક નાનો લૂઓ લઈ, પૂરી જેટલું વણો. વચ્ચે ચપ્પુ ની મદદ થી સરખા ભાગે કટ કરો. એક બાજુ કિનારી ને પાણી લગાવી, કોન નો શેપ આપી, 1 ચમચી જેટલું પૂરણ ભરી સમોસા નું આગળ થિ મોઢું બંધ કરો.. તેલ ગરમ થાય એટ્લે ધીમા તાપે બધાં સમોસા તળો. ગરમાગરમ સમોસા ચા અને સોસ સાથે સર્વ કરો😊.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538
પર

ટિપ્પણીઓ

Similar Recipes