દૂધી ચણા ની દાળ નું શાક

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16

દૂધી ચણા ની દાળ નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નાની વાટકી- ચણા ની દાળ
  2. 1નાનો ટુકડો - દૂધી સમારેલી
  3. 2 ટી સ્પૂન- ઘી
  4. 1/8 ટી સ્પૂન- જીરું
  5. 1/8 ટી સ્પૂન- હિંગ
  6. સ્વાદ અનુસાર- મીઠું
  7. 1/4 ટી સ્પૂન- હળદર
  8. 1/4 ટી સ્પૂન- લાલ મરચું
  9. 1/2 ટી સ્પૂન- ગરમ મસાલો
  10. 1 ટી સ્પૂન- ધાણા જીરું
  11. 1/2 ટી સ્પૂન- લીંબુ નો રસ
  12. 1નાનો ટુકડો - ગોળ
  13. 1/4 ટી સ્પૂન- ચણા નો લોટ
  14. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા ની દાળ ને ધોઈ અને લગભગ 1 કલાક માટે પલાળી રાખવી. દૂધી ને સમારી ને પાણી મા રાખવી.

  2. 2

    પલળી જાય પછી કૂકર માં બાફી લેવી. પેન માં ઘી મૂકી તેમાં જીરું ઉમેરવું તે તતડે એટલે બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.

  3. 3

    મસાલા મિક્સ થઈ જાય એટલે તેમાં બાફેલી દૂધી અને ચણા ની દાળ, લીંબુ નો રસ,ગોળ, ચણા નો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે 2 મિનિટ માટે ઢાંકી ને રાખવું. ગરમ ગરમ શાક રોટલી કે પરોઠા સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

ટિપ્પણીઓ

Similar Recipes