જુવાર ની વેજીટેબલ ખીચડી

મીલેટ રેસીપી ચેલેન્જ
#ML : જુવાર ની વેજીટેબલ ખીચડી
આજકાલ લોકો હેલ્થ કોન્સેસ થઈ ગયા છે . ડાયેટ ફૂડ ખાવાનુ પ્રીફર કરે છે તો એમના માટે આ હેલ્ધી ડીશ છે . જેમાથી જોઈતા પ્રમાણ મા પ્રોટીન અને ફાઇબર મળી રહે છે . તો આજે મે પહેલીવાર જુવાર ની વેજીટેબલ ખીચડી બનાવી . જે ટેસ્ટ મા એકદમ સરસ બની છે . મને આશા છે કે મારી આ રેસીપી તમને પણ પસંદ આવશે .
જુવાર ની વેજીટેબલ ખીચડી
મીલેટ રેસીપી ચેલેન્જ
#ML : જુવાર ની વેજીટેબલ ખીચડી
આજકાલ લોકો હેલ્થ કોન્સેસ થઈ ગયા છે . ડાયેટ ફૂડ ખાવાનુ પ્રીફર કરે છે તો એમના માટે આ હેલ્ધી ડીશ છે . જેમાથી જોઈતા પ્રમાણ મા પ્રોટીન અને ફાઇબર મળી રહે છે . તો આજે મે પહેલીવાર જુવાર ની વેજીટેબલ ખીચડી બનાવી . જે ટેસ્ટ મા એકદમ સરસ બની છે . મને આશા છે કે મારી આ રેસીપી તમને પણ પસંદ આવશે .
રાંધવાની સૂચનાઓ
- 1
જુવાર ને રાતના બે ત્રણ પાણીથી ધોઈ અને રાતના પલાળી દેવી. સવારે ફરી એક બે પાણીથી ધોઈ પ્રેશર કુકરમાં જુવાર નાખી જરૂર મુજબનું પાણી, નિમક, એક ટીસ્પૂન તેલ, સોડા બાય કાર્બ, એક ચુટકી ખાંડ નાખી ચાર થી પાંચ સીટી કરી લેવી. એટલે જુવાર સરસ બફાઈ જશે.
- 2
વઘાર માટેની બધી સામગ્રી તૈયાર કરી લેવી.
- 3
સૌપ્રથમ કુકર મા તેલ અને ઘી ગરમ કરવા મુકવા.તેલ અને ઘી ગરમ થાય એટલે તેમાં રાય, મેથી,જીરુ સુકૂ લાલ મરચું અને હિંગ નાખી સીંગદાણાને સાંતળી લેવા.
- 4
ત્યારબાદ તેમાં હળદર ઉમેરવી હવે તેમાં સમારેલા વેજીટેબલ ધોઈ અને નાખી દેવા સાથે સાથે સમારેલા આદુ-મરચા પણ નાખી દેવા.
નોંધ : આ ખીચડી મા તમને મનપસંદ કોઈ પણ વેજીટેબલ નાખી શકાય છે. - 5
ત્રણથી ચાર મિનિટ સુધી સંતળાવવા દેવું. ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર, ધાણાજીરું, મરી પાવડર, ઝીણા સમારેલા ટમેટા નાખી દેવા અને મિક્સ કરી લેવુ.
- 6
હવે તેમાં સ્વાદ પ્રમાણે નીમક, ગરમ મસાલો નાખી ફરી શાકભાજીને બે થી ત્રણ મિનિટ માટે સંતળાવવા દેવા. ત્યારબાદ તેમાં બાફેલી જુવાર પાણી સાથે જ ઉમેરી દેવી.
- 7
અડધો કપ જેટલું પાણી નાખી પાણી ઉકળે એટલે કુકરનું ઢાંકણ બંધ કરી બે સીટી કરી લેવી.
- 8
કુકર ને ઠંડુ થવા દેવું. ઠંડુ થઈ જાય પછી ખીચડી ને જરા ચેક કરી લેવી. ત્યારબાદ ખીચડી ને મિક્સ કરી લેવી.
- 9
સર્વિંગ પ્લેટમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી ગરમ ગરમ ખીચડી સર્વ કરવી.
તો તૈયાર છે
જુવાર ની વેજીટેબલ ખીચડી - 10
મેં ખીચડી ને દહીં સાથે સર્વ કરી છે.
આ ખીચડી ખાવામા એકદમ હેલ્ધી અને ટેસ્ટ મા એકદમ yummy લાગે છે. તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.
Similar Recipes
More Recipes
























ટિપ્પણીઓ