મેથી બાજરા ના વડા

Dipali Amin
Dipali Amin @cook_12176446

મેથી બાજરા ના વડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામસમારેલી લિલી મેથી
  2. ૨ કપબાજરા નો.લોટ
  3. સ્વાદાનુસારમીઠું
  4. ૧ ચમચીલાલ મરચાં ની ભૂકી
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૧ ચમચીધાણા જીરું નો ભુકો
  7. ૧ ચમચીદહીં
  8. જરૂર મુજબતળવા માટે તેલ
  9. જરૂર મુજબપાણી
  10. ૧/૨ ચમચીખાંડ
  11. ૨ ચમચીતલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાજરા નો લોટ, મેથી ની ભાજી, કોથમીર, મીઠું, લાલ મરચાં ની ભુકો, હળદર, ખાંડ, તલ, ને દહીં ભેગું કરી ને ભેળવી લો

  2. 2

    થોડું થોડું પાણી ઉમેરી ને પરાઠા જેવો લોટ બાંધી લો.

  3. 3

    હાથ માં તેલ લઈ ને લોટ ના લીંબુ જેવડા લુઆ કરી લો. લગભગ ૧૫ લુઆ કરો

  4. 4

    દરેક લુઆ ને ૩" ગોળ વાની લેવું. થોડો જાડો રાખવો. અટામણ નથી લેવાનું એટલે ના વણાઈ તો એક પ્લાસ્ટિક નીંકોથલી પર મૂકી ને વણી લેવું.

  5. 5

    મધ્યમ તાઓએ તળવા માટે તેલ ગરમ મુકો. એકસાથે ૩-૪ વડા નાખી ને તળી લો. બંને બાજુ સોનેરી રંગ ને કડક થાય ત્યાં સુધી તળી લેવા

  6. 6

    કાગળ ના રૂમાલ પર કાઢી લેવા

  7. 7

    મેથી ના ઢેબરાં(વડા) તૈયાર છે. તેને દહીં, અથાણું સાથે જમવા માં પીરસો અથવા ચા સાથે નાસ્તા માં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipali Amin
Dipali Amin @cook_12176446
પર

ટિપ્પણીઓ

Similar Recipes