મસાલા લછછા પરોઠા

Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૨ વ્યક્તિ
  1. 1મોટો બાઉલ ઘઉં નો લોટ
  2. 2 ચમચીતેલ
  3. ચપટીમીઠું
  4. જરૂર પુરતુ પાણી
  5. 1 ચમચીમરચું પાવડર
  6. 1 ચમચીમીઠું
  7. 1 ચમચીઆમચૂર પાવડર
  8. 1 ચમચીગરમ મસાલો
  9. 1 ચમચીતલ
  10. 3 ચમચીકોથમીર
  11. પરોઠા શેકવા ઘી, તેલ કે બટર

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    પ્રથમ 1બાઉલ ધઉ ના લોટ માં ચપટી મીઠું, 2ચમચી તેલ નાંખી મીક્ષ કરો...જરૂર પુરતુ પાણી ઉમેરી પરોઠા ની કણક બાંધી લો.

  2. 2

    15 મીનીટ પછી કણક ને સરસ રીતે મસળી લો. કણક ગુલા ને મીડિયમ થીક વણી લો...વણેલી રોટલી માં થોડું ક તેલ લગાવી ને ઉપર મીઠું, ગરમ મસાલો, આમચૂર પાવડર, લાલ મરચું પાવડર, તલ, કોથમીર નાંખી વેલણ થી દબાવી લો....અને એક પર એક ચપટી વાળી (કાગળ નો પંખો ચપટી વાળી બનાવી એ છીએ તેમ) રોલ કરી ફીટ ગોળ વાળી લો.

  3. 3

    વાળેલા લોટ નો લુવો લઇ મીડિયમ થીક વણી લો.

  4. 4

    તવા પર મસાલા લછછા પરોઠા ને તેલ ઘી કે બટર થી સરસ ક્રિસપી શેકીલો.

  5. 5

    રેડી છે મસાલા લછછા પરોઠા. મે તેને બુંદી રાયતા જોડે સવઁ કરેલ છે..

  6. 6

    આ મસાલા લછછા પરોઠા ના ઈનગીડનસ આપડા ઘરે સહેલાઈથી અવેલેબલ હોય છે..જેથી ઈઝી થી પણ બની જાય છે..ટેસ્ટી પણ ખૂબ લાગે છે....શાક ભાજી ધરમા હોય કે ન હોય..પણ આ પરોઠા જરૂર થી બનશે...😊🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368
પર

ટિપ્પણીઓ

Similar Recipes